Wednesday, May 1, 2024
More
    હોમપેજરાજકારણ'આ ચૂંટણી આપણાં વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનો અવસર': PM મોદીએ BJP-NDAના...

    ‘આ ચૂંટણી આપણાં વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનો અવસર’: PM મોદીએ BJP-NDAના ઉમેદવારોને લખ્યો પત્ર, કહ્યું- તમે સંસદ પહોંચશો એ વિશ્વાસ

    PM મોદીએ પત્રમાં લખ્યું કે, "તમારા લોકસભા મતવિસ્તારના મતદાતાઓ અને કાર્યકર્તાઓને વિનમ્ર ભાવે કહેવા માંગુ છું કે, આ ચૂંટણી કોઈ સાધારણ ચૂંટણી નથી, આ ચૂંટણી આપણાં વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનો એક સુંદર અવસર છે."

    - Advertisement -

    લોકસભા ચૂંટણીની શરૂઆત થવા જઈ રહી છે. દરેક પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. વડાપ્રધાન મોદી પણ રેલીઓને સંબોધિત કરીને ચૂંટણી અભિયાન ચલાવી રહ્યા છે. તે વચ્ચે જ PM મોદીએ રામનવમીના અવસર પર લોકસભા ચૂંટણી લડી રહેલા ભાજપ અને NDAના તમામ ઉમેદવારોને વ્યક્તિગત પત્ર લખ્યો છે. તેમાં જે-તે ઉમેદવારોના નામ સાથે સંબોધનની શરૂઆત થઈ છે અને પત્ર બને ત્યાં સુધી પ્રાદેશિક ભાષામાં ઉમેદવાર સુધી પહોંચી શકે તે માટેના પ્રયાસો થયા છે.

    PM મોદીએ રામનવમી પર એટલે કે, બુધવારે (17 એપ્રિલ) BJP અને NDAના તમામ ઉમેદવારોને પત્ર લખ્યો છે. પત્રમાં PM મોદીએ તમામ ઉમેદવારોને જીતનો વિશ્વાસ આપ્યો છે. PM મોદીએ પત્રમાં લખ્યું કે, “મને વિશ્વાસ છે કે, સંસદમાં તમે જનતા જનાર્દનના ભરપૂર આશીર્વાદ લઈને આવશો અને નવી સરકારમાં આપણે સૌ સાથે મળીને દેશવાસીઓની આશાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ કરવાના તમામ પ્રયાસો કરીશું. તમારા જેવા ઊર્જાવાન સાથી મને સંસદમાં મજબૂતી પ્રદાન કરશે.” વડાપ્રધાને વધુમાં લખ્યું કે, “એક ટીમ તરીકે આપણે મતવિસ્તારના લોકોના કલ્યાણ માટે કોઈ કસર છોડીશું નહીં.”

    ‘આ ચૂંટણી આપણાં વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનો અવસર’

    PM મોદીએ પત્રમાં વધુમાં લખ્યું કે, “તમારા લોકસભા મતવિસ્તારના મતદાતાઓ અને કાર્યકર્તાઓને વિનમ્રભાવે કહેવા માંગુ છું કે, આ ચૂંટણી કોઈ સાધારણ ચૂંટણી નથી, આ ચૂંટણી આપણાં વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનો એક સુંદર અવસર છે. આ ચૂંટણી પાંચ-છ દશકો સુધી કોંગ્રેસના શાસનકાળમાં આપણાં પરિવારે અને પરિવારના વૃદ્ધોએ જે કષ્ટ સહ્યા છે, તેનાથી મુક્તિ મેળવવાનો મહત્વનો સમય છે. છેલ્લા એક દશક દરમિયાન સમાજના દરેક વર્ગના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવીને દેશવાસીઓની અનેક મુશ્કેલીઓને દૂર કરવામાં આવી છે. આ વખતે અમને મળનારો તમારો દરેક વોટ એક મજબૂત સરકાર બનાવવા અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાના પ્રયાસોને ગતિ દેનારો છે.”

    - Advertisement -
    હિન્દી ભાષામાં PM મોદીનો પત્ર

    આ સાથે જ તેમણે મતદાતાઓ અને કાર્યકર્તાઓને સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે કહ્યું છે અને કોઈપણ પરિસ્થિતિમાં રાષ્ટ્રનિર્માણના આ કાર્યમાં જોડાઈને મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે PM મોદીએ અંતમાં ઉમેદવારને સંબોધતા લખ્યું કે, “મારા તરફથી તમામ મતદાતાઓને તમે ગેરંટી આપજો કે, મોદી પળ-પળ તમારા નામે છે. તમને ચૂંટણીમાં વિજયી થવાની શુભકામનાઓ.”

    ‘તમે નોકરી છોડી જનસેવા પસંદ કરી, તેની ખુશી’: અન્નામલાઈને મોકલેલા પત્રમાં PM મોદી

    કોઈમ્બતુર લોકસભા સીટના ઉમેદવાર અને તમિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ કુપ્પુસ્વામી અન્નામલાઈને મોકલેલા પત્રમાં PM મોદીએ લખ્યું કે, “રામનવમીના શુભ અવસર પર તમને પત્ર લખતા આનંદ થઈ રહ્યો છે. સારી સરકારી નોકરી છોડીને લોકોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ થવાના તમારા નિર્ણય બદલ હું તમને અભિનંદન આપું છું. તમે તમિલનાડુમાં ભાજપની ગ્રાસરુટ હાજરીને મજબૂત કરી રહ્યાં છો.”

    કે અન્નામલાઈને PM મોદીએ મોકલ્યો પત્ર

    વડાપ્રધાન મોદીએ વધુમાં લખ્યું કે, “તમે કાયદાના અમલીકરણ, શાસન અને યુવા સશક્તીકરણ સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓને પ્રકાશિત કરવામાં ખરેખર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જનતાના આશીર્વાદથી મને વિશ્વાસ છે કે તમે સંસદમાં પહોંચશો. તમારા જેવા ટીમના સભ્યો મારા માટે એક મહાન સંપત્તિ છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં