PM નરેન્દ્ર મોદી 2 દિવસીય દક્ષિણ ભારતના પ્રવાસ પર છે. તેઓ પ્રથમ દિવસે (2 જાન્યુઆરી) તમિલનાડુની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી હતી. એ સિવાય તેમણે નવા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ ભવનનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ PM મોદી 3 જાન્યુઆરી લક્ષદ્વીપના પ્રવાસ પર પહોંચ્યા છે. લક્ષદ્વીપના પ્રવાસ દરમિયાન તેમણે ₹1156 કરોડના વિકાસકાર્યોનો શિલાન્યાસ કર્યો હતો. તે સિવાય PM મોદીએ લક્ષદ્વીપમાં સભાને પણ સંબોધી હતી.
બુધવારે (3 જાન્યુઆરી) PM નરેન્દ્ર મોદી લક્ષદ્વીપના પ્રવાસ પર ગયા છે. ત્યાં પણ તેમણે કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી છે. આ દરમિયાન PM મોદીએ સભાને પણ સંબોધિત કરી છે. તેમણે કહ્યું હતું કે, લક્ષદ્વીપમાં થયેલી G20 બેઠકને કારણે તેને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, “10 વર્ષ અમે એ રાજ્યો પર ફોકસ કર્યો છે, જેના પર ક્યારેય કોઈએ ધ્યાન નહોતું આપ્યું, મેં તમને વર્ષ 2020માં એક ગેરંટી આપી હતી હતી કે, એક હજાર દિવસમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટની સેવા તમારા સુધી પહોંચાડીશું. હવે કોચી લક્ષદ્વીપ ઓપ્ટિકલ ફાઈબર પ્રોજેક્ટનું લોકાર્પણ થઈ ગયું છે.”
#WATCH | Lakshadweep: Prime Minister Narendra Modi inaugurates and lays the foundation of several development projects worth Rs 1,156 crores in Kavaratti. pic.twitter.com/K7wUtkc9VI
— ANI (@ANI) January 3, 2024
તેમણે વધુમાં કહ્યું કે, “હવે લક્ષદ્વીપમાં 100 ગણી વધુ સ્પીડથી ઈન્ટરનેટ ચાલી શકશે. જેનાથી મેડિકલ, સરકારી કાર્યો, ડિઝિટલ બેન્કિંગ સહિતની અનેક સુવિધાઓ સરળ બનશે.” PM મોદીએ વધુમાં કહ્યું, “લક્ષદ્વીપનું ક્ષેત્રફળ ભલે નાનું છે, પરંતુ તેનું હ્રદય ખૂબ વિશાળ છે. હું અહિયાં મળી રહેલા પ્રેમ અને આશીર્વાદથી અભિભૂત છું. હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.”
₹1156 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
PM મોદીએ લક્ષદ્વીપને ₹1156 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. આ પરિયોજનાઓનો શિલાન્યાસ કરતી વખતે PM મોદીએ કહ્યું હતું કે, તેમની સરકારનો ધ્યેય દેશના સામાન્યથી સામાન્ય નાગરિકના જીવનધોરણમાં સુધારો કરવાનો છે. વિકસિત ભારતની દિશામાં લક્ષદ્વીપ મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટ ઈન્ટરનેટ, વીજળી, પાણી, સ્વાસ્થ્ય અને બાળકો સાથે સંબંધિત કાર્યો માટે છે. સાથે જ તેમણે લક્ષદ્વીપને આંતરરાષ્ટ્રીય ટુરિઝમ મેપ પર લાવવા માટે પ્રયાસ કરવા વિશે પણ કહ્યું હતું.
આ ઉપરાંત PM મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે, વિશ્વના અન્ય દેશોમાં પર્યટન પર જવાને બદલે લક્ષદ્વીપ જવાનું વિચારવું જોઈએ. લક્ષદ્વીપ દેશના ઉત્તમ પ્રવાસન સ્થળોમાંથી એક છે. તેમણે કહ્યું, “સ્વદેશી પર્યટન સ્થળોને વિકસાવવા માટે દેશવાસીઓએ આ સુંદર સ્થળોને તેમનું ગંતવ્ય સ્થાન બનાવવું જોઈએ. અહીંના તમામ ટાપુઓનો વિકાસ પ્રવાસનના દ્રષ્ટિકોણથી કરવામાં આવી રહ્યો છે.”