Tuesday, June 18, 2024
More
  હોમપેજદેશ'સંસદમાં સ્થાપેલ સેંગોલ તમિલ વારસાના સુશાસનનું પ્રતિક': તમિલનાડુમાં PM મોદીએ નવા એરપોર્ટ...

  ‘સંસદમાં સ્થાપેલ સેંગોલ તમિલ વારસાના સુશાસનનું પ્રતિક’: તમિલનાડુમાં PM મોદીએ નવા એરપોર્ટ ટર્મિનલ ભવનનું કર્યું લોકાર્પણ, કરોડોના વિકાસકાર્યોની ભેટ

  PM મોદીએ તિરૂચિરાપલ્લીમાં ઊડ્ડયન, રેલવે, રોડ, તેલ અને ગેસ, શિપિંગ અને ઉચ્ચ શિક્ષણ સાથે સંબંધિત વિકાસકાર્યોને પૂર્ણ કરવા માટે ₹19,850 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનો શિલાન્યાસ કર્યો છે. આ દરમિયાન તેમણે સંબોધન કર્યું હતું.

  - Advertisement -

  PM નરેન્દ્ર મોદી 2 દિવસીય દક્ષિણ ભારતના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે પ્રથમ દિવસે એટલે કે મંગળવારે (2 જાન્યુઆરી) તમિલનાડુની મુલાકાત લીધી હતી. તમિલનાડુના તિરૂચિરાપલ્લી પહોંચીને તેમણે સૌપ્રથમ ભારતીદાસન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લીધો હતો. જે બાદ PM મોદીએ તમિલનાડુમાં આવેલા તિરૂચિરાપલ્લીના એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં તમિલનાડુના CM એમકે સ્ટાલિન, રાજ્યપાલ આરએન રવિ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

  મંગળવારથી (2 જાન્યુઆરી) PM મોદી દક્ષિણ ભારતના 2 દિવસીય પ્રવાસે છે. જે દરમિયાન તેમણે પ્રથમ મુલાકાત તમિલનાડુની લીધી છે. તેમણે તમિલનાડુને કરોડોના વિકાસકાર્યોની ભેટ પણ આપી છે. તેમણે ભારતીદાસન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લીધો હતો. જે બાદ PM મોદીએ તમિલનાડુમાં સ્થિત તિરૂચિરાપલ્લીના એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. નોંધનીય છે કે, નવા દ્વિસ્તરીય ઈન્ટરનેશનલ ટર્મિનલ બિલ્ડિંગમાં વાર્ષિક 44 લાખથી વધુ મુસાફરો અને પીક અવર્સ દરમિયાન લગભગ 3,500 મુસાફરોને સેવા આપવાની ક્ષમતા છે. ટર્મિનલ બિલ્ડિંગ વિકસાવવા માટે ₹1,100 કરોડનો ખર્ચ થયો છે.

  19 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની આપી ભેટ

  આ સિવાય PM મોદીએ તિરૂચિરાપલ્લીમાં ઊડ્ડયન, રેલવે, રોડ, તેલ અને ગેસ, શિપિંગ અને ઉચ્ચ શિક્ષણ સાથે સંબંધિત વિકાસકાર્યોને પૂર્ણ કરવા માટે ₹19,850 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનો શિલાન્યાસ કર્યો છે. આ દરમિયાન તેમણે સંબોધન પણ આપ્યું હતું, તેમણે કહ્યું કે, “હું ઈચ્છું છું કે વર્ષ 2024 દરેક માટે શાંતિપૂર્ણ અને સમૃદ્ધ હોય. આ સૌભાગ્યની વાત છે કે, 2024નો મારો પ્રથમ જાહેર કાર્યક્રમ તમિલનાડુમાં થઈ રહ્યો છે. આજે લગભગ ₹20,000 કરોડની વિકાસ પરિયોજનાઓ શરૂ કરવામાં આવશે. તમિલનાડુની પ્રગતિને મજબૂત કરો, હું આપ સૌને આ પરિયોજનાઓ માટે અભિનંદન પાઠવું છું.”

  - Advertisement -

  તમિલનાડુની જીવંત સંસ્કૃતિ અને વારસા પર ગર્વ છે

  PM મોદીએ સંબોધન કરતાં જણાવ્યું કે, “ભારતને તમિલનાડુની જીવંત સંસ્કૃતિ અને વારસા પર ગર્વ છેઃ. મારા ઘણા તમિલ મિત્રો હતા અને મને તેમની પાસેથી તમિલ સંસ્કૃતિ વિશે ઘણુંબધું શીખવા મળ્યું છે. હું વિશ્વમાં જ્યાં જાવ છું ત્યાં તમિલનાડુ વિશે વાત કરવાથી મારી જાતને રોકી શકતો નથી. નવી સંસદ ભવનમાં પવિત્ર સેંગોલ સ્થાપિત કરવામાં આવ્યું હતું. જે તમિલ વારસાએ દેશને આપેલા સુશાસનના મોડેલનું પ્રતિક છે. તેમાંથી પ્રેરણા લેવાનો પ્રયાસ છે.”

  નોંધનીય છે કે, PM મોદી બે દિવસીય દક્ષિણ ભારતના પ્રવાસ પર બાદ લક્ષદ્વીપ જવાના છે. લક્ષદ્વીપમાં PM મોદી સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કનેક્શન પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં