હોમપેજદુનિયાBRICS દેશો વચ્ચે સહકાર વધારવા PM મોદીએ આપ્યા 4 સૂચનો: સુરક્ષા, બહુપક્ષીયવાદ,...

BRICS દેશો વચ્ચે સહકાર વધારવા PM મોદીએ આપ્યા 4 સૂચનો: સુરક્ષા, બહુપક્ષીયવાદ, આર્થિક બાબતો અને AIના ઉપયોગ વિષે કરી ચર્ચા

PM મોદીએ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા, બહુપક્ષીયવાદને મજબુત કરવા, આર્થિક-નાણાકીય બાબતો અને AIના ઉપયોગ જેવા વિષયો પર સમિટને સંબોધન કર્યું હતું.

- Advertisement -

સોમાવારે (7 જુલાઈ) બ્રાઝિલ ખાતે યોજાયેલ 17માં બ્રિક્સ (BRICS) શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ સત્રને સંબોધિત કર્યું હતું. જેમાં બ્રિક્સ દેશો વચ્ચે સહકાર વધે એ માટે PM મોદીએ સમિટને ખાસ સૂચનો કર્યા હતા. PM મોદીએ તેમના ઓફિશીયલ X એકાઉન્ટ પર સમિટ સંમેલનના ફોટો શેર કરી માહિતી આપી હતી.

મળતી માહિતી અનુસાર આ વર્ષે BRICS સમૂહનું નેતૃત્વ બ્રાઝિલ કરી રહ્યું છે. જે અંતર્ગત બ્રાઝિલના રિયો ડી જેનેરિયોમાં તેનું શિખર સંમેલન યોજવામાં આવ્યું છે. ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો સહિતના 5 દેશોના પ્રવાસ બાદ PM મોદી 6 જુલાઈના રોજ બ્રાઝિલ પહોચ્યા હતા, જ્યાં આજે (7 જુલાઈ) બ્રિક્સ સમિટના એક સત્રમાં ભાગ લીધો હતો. આ દરમિયાન PM મોદીએ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા, બહુપક્ષીયવાદને મજબુત કરવા, આર્થિક-નાણાકીય બાબતો અને AIના ઉપયોગ (artificial intelligence) જેવા વિષયો પર સમિટને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ બહુધ્રુવીય વિશ્વમાં (multipolar world) બ્રિક્સ પ્લેટફોર્મને વધુ અસરકારક કેવી રીતે બનાવવું એ વિષય પર સમિટને 4 સૂચનો આપ્યા હતા. 

1) વિશ્વસનીયતા વધારવા માટે સિસ્ટમમાં સુધારો

બ્રિક્સ સત્રને સંબોધતા PM મોદીએ સુધારેલા બહુપક્ષીયવાદની વાત કરી હતી. જેમાં વિશ્વસનીયતા વધારવા માટે આંતરિક પ્રણાલીઓમાં સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સત્રને સંબોધતા તેમણે કહ્યું, “સૌપ્રથમ, આપણે આપણી પોતાની સિસ્ટમમાં સુધારો લાવવા પર ભાર મુક્યો જેથી, આપણે જ્યારે સુધારેલા બહુપક્ષીયવાદ માટે અપીલ કરીએ ત્યારે આપણી વિશ્વસનીયતા વધે. બ્રિક્સમાં આર્થિક સહયોગ સતત પ્રગતિ કરી રહ્યો છે, તે ધ્યાનમાં લેતા આ ખુબ જ મહત્વપૂર્ણ બાબત છે. બ્રિક્સ એનડીબી દ્વારા પ્રોજેક્ટ્સને મંજૂરી આપતી વખતે માંગ આધારિત નિર્ણય લેવા, લાંબા ગાળાનું નાણાંકીય ટકાઉપણું અને સ્વસ્થ ક્રેડિટ રેટિંગ જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.”

- Advertisement -

2) સહયોગ વધારવાની નીતિ

આગળના સૂચનમાં તેમણે કહ્યુ “બીજું, આપણે ગ્લોબલ સાઉથના દેશોની BRICS પાસેથી રહેલી ચોક્કસ અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે સાથે મળીને કામ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, ભારતમાં BRICS કૃષિ સંશોધન પ્લેટફોર્મની સ્થાપના કરવામાં આવી છે, જે કૃષિ-બાયોટેક, ઉત્તમ ખેતી અને આબોહવા પરિવર્તન અનુકૂલનમાં શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવા માટેનું માધ્યમ બની શકે છે.” આ ઉપરાંત BRICS વિજ્ઞાન અને સંશોધન ભંડાર બનાવવાનો પણ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે, જે ગ્લોબલ સાઉથના દેશોને પણ લાભકારી નીવડી શકે છે.

3) ફ્લેક્સીબલ સપ્લાય ચેઇન

ત્રીજા સૂચનમાં તેમણે કહ્યું, “ત્રીજું, મહત્વપૂર્ણ ખનિજો અને ટેકનોલોજીમાં વધુ સહયોગ ઉપરાંત, આપણે તેમની સપ્લાય ચેઇનને સુરક્ષિત કરવા અને સ્થિતિસ્થાપક બનાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ ઉપરાંત એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈ પણ દેશ આ સંસાધનોનો ઉપયોગ ફક્ત પોતાના હિત માટે અથવા ફકત હથિયાર તરીકે ન કરે.”

4) AIનો ઉપયોગ

ભારતના AIના ઉપયોગની ચર્ચા સાથે તેમણે કહ્યું, “ચોથું, આપણે જવાબદાર AI તરફ કામ કરવું જોઈએ. ભારતમાં આપણે AI ને માનવ મૂલ્યો અને ક્ષમતાઓને વધારવા માટેના સાધન તરીકે માનીએ છીએ. ‘AI for All’ના મંત્ર સાથે , ભારત ઘણા ક્ષેત્રોમાં AIનો સક્રિયપણે ઉપયોગ કરી રહ્યું છે. અમારું માનવું છે કે AI શાસનમાં, ચિંતાઓને દુર કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા બંનેને સમાન પ્રાથમિકતા મળવી જોઈએ.”

અંતે તેમણે કહ્યું કે, “ગ્લોબલ સાઉથને આપણી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તેને પૂર્ણ કરવા માટે, આપણે ‘ઉદાહરણ દ્વારા નેતૃત્વ’ના સિદ્ધાંતનું પાલન કરવું જોઈએ. ભારત આપણા સહિયારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે બધા ભાગીદારો સાથે ખભે ખભો મિલાવીને કામ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.”

ઉલ્લેખનીય છે કે, ભારત 10 દેશોના બ્રિક્સ (BRICS) સંગઠનમાં પાયાનો દેશ છે. BRICSનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક સ્તરે આર્થિક, રાજકીય અને સામાજિક સહકારને વધારવાનો છે. આ સમૂહ વૈશ્વિક આર્થિક વ્યવસ્થામાં પશ્ચિમી દેશોના પ્રભુત્વને સંતુલિત કરવા અને બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે કાર્ય કરે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં