Monday, June 24, 2024
More
    હોમપેજદેશજમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓ વચ્ચે ગૃહમંત્રી શાહે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક, NSA અજિત ડોભાલ-રૉ...

    જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓ વચ્ચે ગૃહમંત્રી શાહે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક, NSA અજિત ડોભાલ-રૉ ચીફ પણ રહેશે હાજર: અમરનાથ યાત્રાની તૈયારીઓની પણ સમીક્ષા થશે

    બેઠકમાં IB અને RAW ચીફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને વર્તમામ સ્થિતિ અને ગુપ્તચર અહેવાલની માહિતી આપશે. એટલું જ નહીં, આ બેઠકમાં છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં જે આતંકી ઘટનાઓ વધી છે, તેના પર પણ ચર્ચા કરવામાં આવશે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં જ ઘણી આતંકી ઘટનાઓ સામે આવી છે. રિયાસી આતંકી હુમલા બાદ જમ્મુમાં સતત આતંકી હુમલા થઈ રહ્યા છે. સુરક્ષાદળો પણ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓને ઠાર કરી રહ્યા છે. ત્યારે તે તમામ ઘટનાઓ અને અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગૃહ મંત્રાલયમાં હાઇલેવલ મિટિંગ બોલાવી છે. બેઠકમાં NSA અજીત ડોભાલ, RAW ચીફ અને સેનાના અધિકારીઓ પણ સામેલ થશે. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરીને આતંકવાદ સામે કઈ રીતે લડવું તેની યોજના ઘડવામાં આવશે.

    રવિવારે (16 જૂન, 2024) સવારે 11 વાગ્યે ગૃહ મંત્રાલય ખાતે હાઇલેવલ મિટિંગ યોજાવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરની સુરક્ષાને ધ્યાને લઈને ઉચ્ચ અધિકારીઓને હાજર રહેવા સૂચના આપી છે. બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ, NSA અજીત ડોભાલ, ગૃહ સચિવ, IB ચીફ, RAW ચીફ, NIAના DG, તમામ અર્ધ સૈનિક દળોના DG, આર્મી અને એરફોર્સના મોટા અધિકારીઓ સહિત ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ થશે.

    આતંકીઓને ખતમ કરવા માટેની ઘડાશે યોજના

    બેઠકમાં IB અને RAW ચીફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને વર્તમામ સ્થિતિ અને ગુપ્તચર અહેવાલની માહિતી આપશે. એટલું જ નહીં, આ બેઠકમાં છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં જે આતંકી ઘટનાઓ વધી છે, તેના પર પણ ચર્ચા કરવામાં આવશે. અહેવાલો અનુસાર, અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાંથી આતંકીઓને સંપૂર્ણપણે ખતમ કરવા માટેની મોટી યોજના બનાવવા માટે આ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ યોજના અનુરૂપ સેનાના અધિકારીઓ અન્ય સુરક્ષાદળો સાથે મળીને મેગા ઓપરેશન પણ ચલાવશે.

    - Advertisement -

    તે સિવાય અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. અમરનાથ યાત્રા કડક સુરક્ષા હેઠળ યોજાય તે માટે બેઠકમાં જરૂરી સૈનિકો અને સાધનોની સમીક્ષા પણ કરવામાં આવશે. અમરનાથ યાત્રાના રુટ પર કોઈ સમસ્યા ન થાય તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા AI આધારિત મોનિટરિંગ કરવામાં આવશે. ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં વધેલા આતંકી હુમલાને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. બેઠકનો મુખ્ય મુદ્દો જમ્મુ-કાશ્મીરમાંથી આતંકીઓને ખતમ કરવાનો રહેશે.

    નોંધનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે (14 જૂન) પણ જમ્મુ-કાશ્મીરની સુરક્ષાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહ મંત્રાલયના અનેક અધિકારીઓ તેમજ જમ્મુ અને કાશ્મીર પોલીસના DGP, CRPFના ટોચના અધિકારીઓ અને ઇન્ટેલિજન્સ ગ્રેડના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. ગૃહમંત્રીએ પ્રશ્નો પૂછીને તમામ અધિકારીઓ પાસેથી ઇનપુટ્સ લીધા હતા. બેઠક પહેલાં વડાપ્રધાન મોદીએ જમ્મુ હુમલાઓને લઈને ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી હતી. જે બાદ અમિત શાહ સુરક્ષાને લઈને સતત ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં