Friday, October 11, 2024
More
    હોમપેજદેશજમ્મુ-કાશ્મીરમાં 4 દિવસમાં ચોથો આતંકવાદી હુમલો… ડોડામાં સુરક્ષા દળો પર ફરી ગોળીબાર:...

    જમ્મુ-કાશ્મીરમાં 4 દિવસમાં ચોથો આતંકવાદી હુમલો… ડોડામાં સુરક્ષા દળો પર ફરી ગોળીબાર: 1 જવાન ઘાયલ, સમગ્ર વિસ્તારને કરાયો કોર્ડન

    ઘાયલ કોન્સ્ટેબલનું નામ ફરીદ અહેમદ જણાવવામાં આવી રહ્યું છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે. છેલ્લા 100 કલાકમાં આ ચોથો આતંકી હુમલો છે. ડોડા જિલ્લામાં ફરી એકવાર આ હુમલો થયો છે. આ દરમિયાન આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. હુમલામાં જમ્મુ અને કાશ્મીર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના (SOG) એક જવાન ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે. બુધવારે (12 જૂન 2024) રાત્રે 8:20 વાગ્યે શરૂ થયેલ એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. વધારાના સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સતત આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને સેના, અર્ધલશ્કરી દળ અને જમ્મુ અને કાશ્મીર પોલીસે જમ્મુના મોટાભાગના વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ સુરક્ષા દળોની ટુકડી ડોડા જિલ્લાના કોટા ટોપ ગંડોહ વિસ્તારમાં સર્ચ કરી રહી હતી. આ દરમિયાન ઓચિંતા છુપાયેલા આતંકવાદીઓએ અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. ફાયરિંગમાં જમ્મુ-કાશ્મીર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના (SOG)એક જવાન ઘાયલ થયા છે.

    ઘાયલ કોન્સ્ટેબલનું નામ ફરીદ અહેમદ જણાવવામાં આવી રહ્યું છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફરીદની હાલત હાલ સ્થિર હોવાનું કહેવાય છે. હુમલો થતાં જ બાકીના સૈનિકોએ પોઝીશન સંભાળી લીધી. તેઓએ પણ વળતો પ્રહાર કર્યો. આ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે. બંને તરફથી ગોળીબાર હજુ પણ ચાલુ છે. છુપાયેલા આતંકવાદીઓની ચોક્કસ સંખ્યાનો હજુ સુધી અંદાજ લગાવવામાં આવ્યો નથી. વધારાના સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

    - Advertisement -

    આ પહેલા થઈ ચૂક્યા છે 3 આતંકી હુમલાઓ

    ઉલ્લેખનીય છે કે જમ્મુ ક્ષેત્રમાં 100 કલાકની અંદર આ ચોથો આતંકી હુમલો છે. આ પહેલા 9 જૂનના રોજ રિયાસી વિસ્તારમાં મંદિરમાં દર્શન કરવા જઈ રહેલા ભક્તોની બસ પર ગોળી ચલાવવામાં આવતા 9 લોકોના મોત થયા હતા. આ પછી 11 જૂને કઠુઆમાં આતંકી હુમલો થયો હતો. ત્યારબાદ આતંકીઓએ હીરાનગરના સૈદા સુખલ ગામમાં પાણી માંગવાના બહાને ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એક નાગરિક ઘાયલ થયો હતો. ત્યારપછીની અથડામણમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. એન્કાઉન્ટર દરમિયાન CRPFના એક જવાન પણ વીરગતિ પામ્યા હતા.

    આતંકવાદી હુમલાનો સિલસિલો અહીં અટક્યો ન હતો. 11 જૂને જ જમ્મુના પઠાણકોટ-ભદરવાહ રોડ પર આતંકવાદીઓએ સુરક્ષા દળોની ચેકપોસ્ટ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન રાષ્ટ્રીય રાઈફલ્સના 5 જવાનો અને એક વિશેષ પોલીસ અધિકારી ઘાયલ થયા હતા. આ આતંકી હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદની શાખા કાશ્મીર ટાઈગર્સે લીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં