કંગાળ થયેલા પાકિસ્તાનનું વિદેશી હૂંડિયામનું ખાતું તળિયાઝાટક થઈ ગયું છે, પણ દેશની સરકારની કે ત્યાંના નાગરિકોની હરકતોમાં ફેર પડ્યો નથી. ડિફોલ્ટ થવાના આરે ઉભેલા આ દેશના મૌલાનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં પાકિસ્તાની કટ્ટરપંથી મૌલાના સાદ રિઝવીએ હાથમાં કુરાન લઇ વિશ્વ પર એટમ બોમ્બ ફોડવાની ધમકી આપી દીધી હતી. આ મૌલાના તહરીક-એ-લબ્બેક પાકિસ્તાન પાર્ટીનો નેતા પણ છે. પાકિસ્તાનના ઊંચા પદ પર બેઠેલા લોકોની કટ્ટરપંથી માનસિકતા કઈ હદે વિકૃત ઈરાદાઓ રાખે છે, તે આ મૌલાનાના નિવેદન બાદ જગજાહેર થઈ ગયું છે.
જેમાં પાકિસ્તાની મૌલાના એટમ બોમ્બ ફોડવાની ધમકી આપી રહ્યો છે તે વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તે કહે છે કે, “તમે સદર, વઝીર-એ-આઝમ, ચીફ ઓફ આર્મી સ્ટાફ અને તમામ કેબિનેટને લઈને પાકિસ્તાનની અર્થવ્યવસ્થા બચાવવા માટે આખી દુનિયામાં ભીખ માંગી રહ્યા છો. કોઈ આપે છે તો કોઈ મોઢા પર ના પાડી રહ્યું છે, શા માટે જાઓ છો?” મૌલાનાએ આગળ કહ્યું કે, “આ બધા કહે છે કે દેશની અર્થવ્યવસ્થા જોખમમાં છે, અમે તેને બચાવવા જઈ રહ્યા છીએ. પાકિસ્તાનના રસ્તાઓ પર આવીને કશું નથી થવાનું.”
In case you don’t get, this Mullah isn’t being sarcastic. He believes what he said.
— Pakistan Untold (@pakistan_untold) January 31, 2023
He is Saad Rizvi, Head TLP- 4th most popular party in Pak that fetched millions of votes.pic.twitter.com/JngijppeGJ
એક હાથમાં કુરાન અને બીજામાં એટમ બોમ્બ લઈ લો
આ કટ્ટરવાદી નેતા કમ મૌલાનાએ આગળ કહ્યું કે, “એકવાર બહાર નીકળો, કુરાનને તમાર ડાબા હાથમાં ઉપાડો અને એટમ બોમ્બવાળા બોક્સને જમણા હાથમાં લો, આખી કાયનાત તમારા પગમાં ન પડી જાય તો મારું નામ બદલી નાંખજો.” દુનિયાદારીથી અજાણ આ મૌલાના એટલા ઉત્સાહમાં આવી ગયા હતા જાણે ભૂલી જ ગયા કે પરમાણું હથિયાર માત્ર તેમના એકલા પાસે જ નથી અને તેઓ એકલા જ આખા પાકિસ્તાનનો ઉદ્ધાર કરી દેશે તે અદાઓમાં ભાષણ આપીને પાકિસ્તાની જનતા અને હુક્મરાનોને પરમાણું તાકાત બતાવવા ઉશ્કેરી રહ્યા હતા. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે.
કોણ છે કટ્ટરપંથી નેતા અને મૌલાના સાદ રિઝવી?
વિડીયોમાં મોટી-મોટી કરતા આ મૌલાના સાદ રિઝવી પાકિસ્તાનના કટ્ટરપંથી ઇસ્લામી નેતા છે. તેમણે વર્ષ 2021માં ફ્રાન્સના મેગેઝિન શાર્લી હેબ્દો દ્વારા બનાવાયેલાં પયગમ્બર મોહમ્મદનાં કાર્ટુનોના વિવાદ દરમિયાન ફ્રાન્સના રાજદૂતને દેશમાંથી હાંકી કાઢવા પાકિસ્તાન સરકારને રીતસર ધમકી આપી દીધી હતી. જોકે બાદમાં વૈશ્વિક સ્તરે પોતાની છબી બચાવવા પાકિસ્તાન સરકારે તેની ધરપકડ કરવી પડી હતી. નોંધનીય છે કે કટ્ટરપંથી ઇસ્લામિક પાર્ટી તહરીક-એ-લબ્બેકની કમાન પહેલા આ મૌલાનાના અબ્બુ ખાદીમ હુસૈન રીઝવી પાસે હતી, તેમના ઈન્તકાલ બાદ હવે પાર્ટીનું નેતૃત્વ સાદ રિઝવીના હાથમાં છે.