Thursday, September 19, 2024
More
    હોમપેજરાજકારણ'વન નેશન, વન ઈલેક્શન' માટે NDAને મળ્યો માયાવતી, શરદ પવાર, પટનાયક સહિત...

    ‘વન નેશન, વન ઈલેક્શન’ માટે NDAને મળ્યો માયાવતી, શરદ પવાર, પટનાયક સહિત અનેક વિપક્ષીઓનો સાથ: કોંગ્રેસ, AAP, TMC વગેરેનો અપેક્ષિત વિરોધ; 15 પાર્ટીઓ હજુ કરી રહી છે મનોમંથન

    દેશમાં વન નેશન-વન ઈલેકશન સિસ્ટમ લાગુ કરવા મામલે રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી કમિટીએ 62 દળો પાસે તેમના વિચાર માંગ્ય હતા. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ મામલે 32 રાજકીય પક્ષી એવા છે જેમણે તેનું સમર્થન કર્યું હતું.

    - Advertisement -

    પોતાના વાયદા મુજબ કેન્દ્રની મોદી સરકાર (Modi Government) દેશમાં ‘વન નેશન-વન ઈલેકશન’ સિસ્ટમ લાગુ કરવા તરફ આગળ વધી રહી છે. સરકાર દ્વારા ગઠન કરવામાં આવેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી કમિટીએ કરેલા સંશોધન બાદ, મોદી કેબિનેટે તેમના પ્રસ્તાવોનો સ્વીકાર કરી લીધો છે. ચર્ચા તેવી પણ ચાલી રહી છે કે સંસદના આગામી શીતકાલીન સત્રમાં (Winter Session) બિલ પણ લાવી દેવામાં આવે. જો આ બિલ પાસ થયું તો વર્ષ 2029થી આખા દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થશે. કેન્દ્રની આ તૈયારીઓ સામે બીજી તરફ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને TMC સહિતના 15 વિપક્ષી દળોએ વન નેશન-વન ઈલેકશનનો વિરોધ કર્યો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં વન નેશન-વન ઈલેકશન સિસ્ટમ લાગુ કરવા મામલે રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી કમિટીએ 62 દળો પાસે તેમના વિચાર માંગ્યા હતા. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ મામલે 32 રાજકીય પક્ષો એવા છે જેમણે તેનું સમર્થન કર્યું હતું. સમર્થન આપવામાં વિપક્ષના કેટલાક દળ પણ છે જેમણે સિસ્ટમને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત 15 એવી પાર્ટીઓ છે જેમણે આ મામલે હજુ મૌન સેવી રાખ્યું છે અને કોઈ પ્રતિક્રિયા નથી આપી.

    કોણ સમર્થનમાં અને કોણ વિરોધમાં

    પ્રાપ્ત માહિતી અનુસાર વિપક્ષી દળોની વાત કરીએ તો માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ વન નેશન વન ઈલેકશનનું સમર્થન કર્યું છે. આ સિવાય શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, જગન મોહન રેડ્ડીની YSR કોંગ્રેસ, નવીન પટનાયકની બીજૂ જનતા દળ, ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ, સુખવીર બાદલની શિરોમણી અકાલી દલ અને મહેબુબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ પણ વન નેશન વન ઈલેકશનના વિઝનને સમર્થન આપ્યું છે.

    - Advertisement -

    આ તો થઇ સમર્થન આપનાર પાર્ટીઓની વાત, બીજી તરફ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને TMC સહિતના 15 વિપક્ષી દળોએ વન નેશન-વન ઈલેકશનનો વિરોધ કર્યો છે. તેમાં CPI, CPIM, AIUDF, TMC, AIMIM, DMK, નાગા પીપલ્સ ફ્રંટ, DMK, VCK તેમજ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન PFIની રાજકીય વિંગ SDPIએ તેનો વિરોધ કર્યો છે.

    પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની અધ્યક્ષતામાં બની હતી સમિતિ, માર્ચમાં રાષ્ટ્રપતિને સોંપ્યો હતો રિપોર્ટ

    દેશમાં ‘એક દેશ-એક ચૂંટણી’ (One Nation, One Election) લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિ પણ બનાવી હતી, જેના સભ્ય ગૃહમંત્રી અમિત શાહ પણ હતા. આ સમિતિએ ગત માર્ચ મહિનામાં જ પોતાનો વિસ્તૃત રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપ્યો હતો.

    તમામ પાર્ટીઓ અને હિતધારકો સાથે ચર્ચા-વિચારણા કરીને આ સમિતિએ કઈ રીતે ‘એક દેશ-એક ચૂંટણી’ લાગુ કરી શકાય તેની વાત કહી હતી. 18 હજાર પાનાંના આ રિપોર્ટમાં ‘એક દેશ, એક ચૂંટણી’ (ONOE) પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને અંતે અમુક ભલામણો કરવામાં આવી છે. જો રિપોર્ટ સરકાર સ્વીકારી લે તો સંસદમાં એક બિલ રજૂ કરવું પડશે અને પસાર કરીને બંધારણમાં સુધારો કરવામાં આવશે. સંસદ જ નક્કી કરશે કે તેને ક્યારે અધિસૂચિત કરવું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં