Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅલીગઢના પ્રખ્યાત હનુમાનજીના મંદિરમાં હવે મુસ્લિમો પ્રવેશ નહીં કરી શકે, હિંદુ ભક્તો...

    અલીગઢના પ્રખ્યાત હનુમાનજીના મંદિરમાં હવે મુસ્લિમો પ્રવેશ નહીં કરી શકે, હિંદુ ભક્તો માટે પણ ડ્રેસ કોડ લાગુ: મહંતે આ કારણોસર લીધો નિર્ણય

    મહંત યોગી કૌશલનાથે કહ્યું કે, મંદિર સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે મંદિરમાં આવતા બિન-હિંદુઓને પૂજા માટે પ્રવેશ આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં કેટલાક મુસ્લિમો ત્ર્યંબકેશ્વર મંદિરમાં પ્રવેશ્યા હતા એ પછી એસઆઈટીની રચના કરવામાં આવી હતી.

    - Advertisement -

    અલીગઢના ઐતિહાસિક હનુમાનજીના મંદિરમાં મુસ્લિમ મહિલા અને પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત, હિંદુ મહિલાઓ અને પુરુષ ભક્તો માટે પણ ડ્રેસ કોડ જારી કરવામાં આવ્યો છે. ટૂંકા કપડાં અને ફાટેલી જીન્સ પહેરીને મંદિરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મંદિરના મહંતે ગાઈડલાઈન જારી કરીને કહ્યું હતું કે, અશોભનીય વસ્ત્રો પહેરવાથી પૂજા કરવા આવતા ભક્તોનું ધ્યાન ભટકે છે.

    ભક્તોએ મહંતના નિર્ણયનું સ્વાગત કર્યું

    અલીગઢના ઐતિહાસિક હનુમાનજીના મંદિરમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ અને સૌ દર્શનાર્થીઓ માટે ડ્રેસકોડ જારી કરવામાં આવ્યો છે ત્યારે પૂજા કરવા આવતા ભક્તોએ આ નિર્ણયની પ્રશંસા કરી છે. મંદિરની બહાર પણ નિયમોના પેમ્ફલેટ લગાવવામાં આવ્યા છે. મંદિરમાં આવતા ભક્તોએ કહ્યું કે, મહંતજીનો નિર્ણય ખૂબ પ્રશંસનીય છે. મંદિરમાં પૂજા કરતી વખતે વ્યક્તિએ સભ્ય કપડાં જ પહેરવા જોઈએ, જેથી કોઈ ભક્તોનું ધ્યાન ન ભટકે. તો મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ અંગે ભક્તોએ કહ્યું કે, મુસ્લિમોને મંદિર સાથે કોઈ લેવાદેવા નથી. આ લોકો મંદિરમાં માત્ર ચોરી કરવા આવે છે. મહંતજીનો નિર્ણય આવકાર્ય છે.

    હજારો વર્ષ જૂનું છે ગિલહરાજ મંદિર

    ઉલ્લેખનીય છે કે, અલીગઢમાં પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારના અચલતાલાબ પર આવેલું હનુમાનજીનું આ મંદિર હજારો વર્ષ જૂનું છે. આ મંદિરમાં હનુમાનજીને ખિસકોલીના રૂપમાં પૂજવામાં આવે છે એટલે તે ગિલહરાજ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરમાં અલીગઢ ઉપરાંત દેશના વિવિધ ભાગોમાંથી ભક્તો પૂજા કરવા માટે પહોંચે છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં આવનારા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

    - Advertisement -

    મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનું આ છે કારણ

    મહંત યોગી કૌશલનાથે કહ્યું કે, મંદિર સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે મંદિરમાં આવતા બિન-હિંદુઓને પૂજા માટે પ્રવેશ આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં કેટલાક મુસ્લિમો ત્ર્યંબકેશ્વર મંદિરમાં પ્રવેશ્યા હતા એ પછી એસઆઈટીની રચના કરવામાં આવી હતી. કેમકે, મુસ્લિમો પૂજા કરવાના હેતુથી મંદિરમાં નથી આવતા અને તેમનો હેતુ શું છે એની તપાસ એજન્સી દ્વારા કરવામાં આવશે. અલીગઢમાં આ પ્રકારની ઘટના ન બને એ માટે મંદિરમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં