Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'સળગાવવાની આવી ઘટનાઓ બનતી રહે છે' - પટનાના પત્રકાર સિમાબ અખ્તરે અંકિતા...

    ‘સળગાવવાની આવી ઘટનાઓ બનતી રહે છે’ – પટનાના પત્રકાર સિમાબ અખ્તરે અંકિતા કુમારીની હત્યાને સામાન્ય બનાવવાનો કર્યો પ્રયાસ: ચેનલે કર્યો નિષ્કાસિત

    વધતા વિરોધને કારણે અંતે નયૂઝ4નેશને એક નોટીશ જાહેર કરી હતી અને કહ્યું હતું કે તેઓ સિમાબ અખ્તરના વિચારોનું સમર્થન નથી કરતા તે તેના અંગત વિચારો છે. ઉપરાંત લોકોની ભાવનાઓને આહત કરવાનું કારણ આપીને તેમણે તેને નોકરી પરથી નિષ્કાસિત પણ કર્યો હતો.

    - Advertisement -

    ઝારખંડમાં અંકિતા સિંહ હત્યા કેસના પગલે દેશભરમાં વ્યાપક આક્રોશ ફેલાયો છે અને શાહરૂખ હુસૈનને સજા કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે પટનાના News4Nationના પત્રકાર સિમાબ અખ્તરે શાહરૂખ હુસૈનના ગુનાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. સિમાબે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે આવી ઘટનાઓ સામાન્ય છે અને છેતરપિંડીને કારણે તેને (અંકિતાને) જીવતી સળગાવી દેવામાં આવી હતી.

    સિમાબની ટિપ્પણીનો સ્ક્રીનશોટ ત્યારથી ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. ટિપ્પણીમાં, સિમાબે લખ્યું, “બહુ ઉશ્કેરાઈ ન જવું જોઈએ. આ સળગાવવું અને બધું કોઈપણ રીતે સામાન્ય છે” (અનુવાદિત). આ કોમેન્ટ વાંચ્યા બાદ એક યુઝરે તેમને પૂછ્યું, “તમે આવું પત્રકારત્વ ક્યાંથી શીખ્યા છો? સિમાબ અખ્તર સર. તમારી ભાષા જરા પણ સારી નથી.”

    છબી ક્રેડિટ: ટ્વિટર શુભમ ભારદ્વાજ.

    તેના પર, શાહરૂખે જે કર્યું તેની નિંદા કરવાને બદલે, સિમાબે જવાબ આપતા કહ્યું, “તેણે છેતરપિંડી કરી, તેથી તેને બાળી નાખવામાં આવી. જ્યાં વાસના છે ત્યાં સહાનુભૂતિ…” (અનુવાદ).

    - Advertisement -

    સિમાબ અખ્તરની ટિપ્પણી પછી, ઘણા સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ પીડિતા પ્રત્યેના તેના વલણની નિંદા કરી હતી. આ મામલો ઉઠાવતા, બજરંગ દળના શુભમ ભારદ્વાજે ટ્વિટર પર લખ્યું, “પત્રકાર સિમાબ અખ્તરે બહેન અંકિતા સિંહ પર અભદ્ર ટિપ્પણી કરી છે જેને વિધર્મીઓ દ્વારા સળગાવી દેવામાં આવી હતી. શું પગલાં લેવા માટે કોઈ સરકારી તંત્ર છે?”

    ટ્વીટર યુઝર મિહિર ઝાએ લખ્યું, “મળો સિમાબ અખ્તર – પટના સ્થિત News4Nationના વરિષ્ઠ પત્રકાર. આ રીતે તે શાહરુખ દ્વારા અંકિતાને સળગાવવાની ઉજવણી કરી રહ્યો છે, તે પછી તે ફરીથી અનુચિત ટિપ્પણીઓ કરવા જાય છે.”

    News4Nationએ કર્યો સિમાબને નિષ્કાસિત

    ટ્વીટર પર અંશુલ સક્સેના સહીત અનેક લોકોએ તેના નોકરીદાતા News4Nationને ટેગ કરીને પૂછ્યું હતું કે શું તેઓ તેમના આવા પત્રકારના વિચારોથી સંમત છે?

    વધતા વિરોધને કારણે અંતે નયૂઝ4નેશને એક નોટીશ જાહેર કરી હતી અને કહ્યું હતું કે તેઓ સિમાબ અખ્તરના વિચારોનું સમર્થન નથી કરતા તે તેના અંગત વિચારો છે. ઉપરાંત લોકોની ભાવનાઓને આહત કરવાનું કારણ આપીને તેમણે તેને નોકરી પરથી નિષ્કાસિત પણ કર્યો હતો.

    નોંધનીય છે કે ઝારખંડના દુમકામાં મંગળવારે (23 ઓગસ્ટ) સવારે શાહરૂખ હુસૈન નામના તેના પાડોશી દ્વારા સળગાવી દેવામાં આવેલી અંકિતા કુમારીનું રવિવારે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. અંકિતાએ રવિવારે સવારે 2.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેણે સારવાર માટે રાંચી રિમ્સમાં દાખલ કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં