થોડા દિવસ પહેલાં ‘લેખક’ અને ગુજરાત સમાચારના કૉલમિસ્ટ જય વસાવડા નામના એક ઈસમનો એક ઑડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિશે ટિપ્પણીઓ કરતા સાંભળવા મળે છે અને વાતનો સૂર એવો છે કે મોદી અને શાહ વિરુદ્ધ આટલું લખ્યું હોવા છતાં સરકાર કે ભાજપ તેમને VIP પાસ અને આમંત્રણ આપે છે. આમ તો આ ભાઈએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ક્લિપને ‘એડિટેડ’ ગણાવી દીધી હતી પણ જાહેરમાં કોઈ ચોખવટ કરી નથી. બીજી તરફ ભાજપ અને સરકાર સમર્થકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ આક્રોશ હવે અન્ય ઠેકાણે પણ પરિવર્તિત થતો દેખાય રહ્યો છે.
વાત એમ છે કે વડોદરાની ખાનગી વિશ્વવિદ્યાલય પારુલ યુનિવર્સિટીએ સોશિયલ મીડિયા પર બ્રાન્ડિંગ અને જાહેરાત માટે અમુક વ્યક્તિઓ સાથે કરાર કર્યા છે, તેમાં એક નામ જય વસાવડાનું પણ છે. તેમના વિડીયો યુનિવર્સીટીનાં સોશિયલ મીડિયા માધ્યમો પર જોવા મળ્યા એટલે લોકો ભડક્યા અને વિરોધ નોંધાવ્યો.
લોકોનું કહેવું છે કે વડાપ્રધાન અને ગૃહમંત્રી વિશે આ પ્રકારની ટિપ્પણીઓ કરનારને યુનિવર્સિટીએ સ્થાન ન આપવું જોઈએ. લોકો એમ પણ કહી રહ્યા છે કે આવા શખ્સની મદદ લેવાથી યુનિવર્સિટીની છબી ખરડાશે. ફેસબુકથી માંડીને એક્સ સુધીનાં માધ્યમો પર લોકો પોતાની વાતો યુનિવર્સિટી સુધી પહોંચાડી રહ્યા છે.
26 મેના રોજ યુનિવર્સિટીએ એક 10 સેકન્ડનો વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં જય વસાવડા જોવા મળે છે. જય કહે છે, ‘ભણ્યા પછી પ્લેસમેન્ટ, શ્વાસની જેમ ચોક્કસ છે. જોઇન કરો પારુલ યુનિવર્સિટી, ગુજરાત સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત, સેન્ટર ઑફ એક્સલન્સ.’
આ વિડીયોના કૉમેન્ટ સેક્શનમાં નેવું ટકા કૉમેન્ટ વસાવડાના વિરોધમાં જોવા મળી રહી છે. જોકે આમ તો આંકડો મોટો હતો, પણ અમુક ટિપ્પણીઓ પેજ પરથી હટાવી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
શરદ મોદીએ કથિત લેખકની ભાષા પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે વડાપ્રધાન અને ગૃહપ્રધાન વિશે અયોગ્ય શબ્દો વાપરનાર વ્યક્તિને શૈક્ષણિક સંસ્થાએ બ્રાન્ડ એમ્બેસેડર ન બનાવવી જોઈએ, આ શરમજનક બાબત છે.

વિમલ તેવાની લખે છે કે, યુનિવર્સિટીએ જાહેરાત પરત ખેંચી લેવી જોઈએ અને કોઈ ‘સાચા સેલિબ્રિટી’ પાસે જાહેરાત કરાવવી જોઈએ, તો વધુ ફાયદાકારક રહેશે. ‘તાત્કાલિક બીજું કોઈ ન મળે તો બંધ કરી દો નહીંતર નેગેટિવ ઇમેજ કદાચ બને’ તેમ પણ તેમણે ઉમેર્યું.

અમુક યુઝરોએ રમુજી ભાષામાં પણ ટિપ્પણીઓ કરી છે.

મહાવીરસિંહ પરમાર લખે છે, “જેને બોલવાની સભ્યતા નથી એની પાસે જાહેરાત. યુનિવર્સિટીના આટલા ખરાબ દિવસો કે આની પાસે જાહેરાત કરાવવી પડે?”

આ સિવાય અન્ય પણ અનેક યુઝરોએ આક્રોશ ઠાલવ્યો છે, પરંતુ અમુક ઠેકાણે ભાષા એવી છે કે અહીં પ્રકાશિત કરી શકાય એમ નથી.
@ParulUniversity, Since you are internationally recognised institution, you should think about keeping this person as your brand ambassador!!!
— Prapti Buch (@i_m_prapti) May 29, 2025
The person who hasn't gone to School is promoting your University! Strange!!.
Give it a thought. The person who can betray PM Modiji… pic.twitter.com/hN0I9MSi1p
ફેસબુક ઉપરાંત એક્સ પર પણ આ બાબતનો વિરોધ ચાલી રહ્યો છે. જાણીતાં યુઝર પ્રાપ્તિ લખે છે કે, એક આંતરરાષ્ટ્રીય ઓળખ પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાએ આવી વ્યક્તિને બ્રાન્ડ એમ્બેસેડર બનાવતાં પહેલાં વિચારવું જોઈએ. સાથે કહ્યું કે, જે માણસ મોદી અને શાહ તરફથી આમંત્રણો મેળવ્યા પછી પણ તેમની સાથે વિશ્વાસઘાત કરી શકે, તેની ઉપર તમે વિશ્વાસ મૂકશો? શું વાલીઓ વિશ્વાસ મૂકશે? વિચારો અને જરૂરી કાર્યવાહી કરો.
આ મામલે પારુલ યુનિવર્સિટીનો પક્ષ જાણવા માટે યુનિવર્સિટીનો સંપર્ક કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ સંપર્ક સ્થાપિત થઈ શક્યો નથી. પ્રત્યુત્તર મળ્યે રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જય વસાવડાના નામે એક ઑડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિશે અમુક ટિપ્પણીઓ કરતાં સાંભળવા મળે છે. તેઓ બંને માટે તુંકારો વાપરીને કહે છે કે તેઓ સરકાર અને હિંદુત્વ વિરુદ્ધ લખે છે છતાં સરકાર અને મોદી તરફથી VIP પાસનું આમંત્રણ મળે છે. આગળ કહે છે કે અમિત શાહ જેલમાં ગયા હતા ત્યારે કુંડળી કાઢીને ‘પ્રપંચતંત્ર’ નામથી લેખ લખ્યા હતા. આ ઑડિયો બાદ લોકોમાં અને ખાસ કરીને ભાજપ-મોદી સમર્થકોમાં આક્રોશ છે.