Wednesday, July 9, 2025
More
    હોમપેજદેશગામ: દેવબંધનું અકબરપુરા, સમય: તરાવીહની નમાઝ પૂરી થતાની સાથે જ, ઘટના: મુસ્લિમો...

    ગામ: દેવબંધનું અકબરપુરા, સમય: તરાવીહની નમાઝ પૂરી થતાની સાથે જ, ઘટના: મુસ્લિમો દ્વારા લાઠી-દંડા લઈને એકબીજાના માથા ફોડવા, પરિણામ: 6થી વધુ ઘાયલ

    ઘાયલ વ્યક્તિઓની ઓળખ, ફારૂક, મહતાબ, અંજાર, ઉવૈસ, શાહબાઝ અને શહઝાદ તરીકે થઈ છે. આ ઘટનાની સૂચના મળતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મુસ્લિમોને અંદરોઅંદર લડતા બંધ કરાવ્યા હતા.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (UP) સહારનપુર (Saharanpur) જિલ્લાના દેવબંધના (Deoband) ફુલાસ અકબરપુરામાં (Akbarpura) તરાવીહની નમાઝ (Taraweeh Namaz) બાદ મુસ્લિમો (Muslims) અંદરોઅંદર બાખડી પડ્યા (Fight) હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, મુસ્લિમો દ્વારા લાઠી-દંડા લઈને એકબીજાના માથા ફોડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને 6 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. મુસ્લિમો વચ્ચે થયેલી મારપીટનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, મુસ્લિમો અંદરોઅંદર જ લાઠી-દંડા ઉડાડી રહ્યા છે અને એકબીજાના માથા ફોડી રહ્યા છે.

    ઘટનાની વધુ વિગતો અનુસાર, ફુલાસ અકબરપુરા ગામની મસ્જિદમાં તરાવીહની નમાઝ દરમિયાન કેટલાક યુવકોને શોરબકોર કરવાની ના પાડતા મામલો મેદાને ચડયો હતો. શરૂઆતમાં માત્ર બોલાચાલી થઈ હતી અને નમાઝ પૂરી થઈ હતી. જેવી નમાઝ પતી કે તરત જ મસ્જિદની બહાર આવીને મુસ્લિમો અંદરોઅંદર જ બાખડી પડ્યા હતા અને લાઠી-દંડા લઈ આવ્યા હતા. આ દરમિયાન તેઓ એકબીજા પર હુમલો કરવા લાગ્યા હતા અને માથા ફોડવા લાગ્યા હતા.

    મુસ્લિમો વચ્ચે થયેલી મારપીટમાં 6 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘાયલ વ્યક્તિઓની ઓળખ, ફારૂક, મહતાબ, અંજાર, ઉવૈસ, શાહબાઝ અને શહઝાદ તરીકે થઈ છે. આ ઘટનાની સૂચના મળતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મુસ્લિમોને અંદરોઅંદર લડતા બંધ કરાવ્યા હતા. આ સાથે જ ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક હૉસ્પિટલ પણ લઈ જવાયા હતા. ઘાયલોમાં 2 વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ વિભાગ પણ હેરાન થઈ ગયો હતો અને મસ્જિદની બહાર જવાનોને ખડકી દીધા હતા. ગામના સરપંચ હસનૈને જણાવ્યું છે કે, વિવાદને લઈને બે પક્ષો વચ્ચે મારામારી થઈ ગઈ હતી. આ ઘટનાને લઈને પોલીસે જણાવ્યું છે કે, બંને પક્ષોની ફરિયાદ બાદ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં