Monday, November 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘હિંદુઓ સામે આબરૂના ધજાગરા ઉડાડે છે, મુસ્લિમોનું નાક કપાવ્યું’: બુરખો પહેરીને દારૂ...

    ‘હિંદુઓ સામે આબરૂના ધજાગરા ઉડાડે છે, મુસ્લિમોનું નાક કપાવ્યું’: બુરખો પહેરીને દારૂ ખરીદવા આવેલી મહિલાઓને ઘેરી, ગરદન કાપી નાંખવાની ધમકી આપી- વિડીયો

    વિડીયોમાં જોવા મળે છે કે કેટલાક મુસ્લિમ લોકો બુરખો પહેરેલી મહિલાને કહી રહ્યા છે કે મુસ્લિમ થઈને દારૂ ખરીદી રહી છે, જેના કારણે તેમની કોમની આબરૂના ધજાગરા ઉડી રહ્યા છે.

    - Advertisement -

    તાજેતરમાં અનેક એવા વિડીયો સામે આવ્યા જેમાં મુસ્લિમ મહિલાઓને માત્ર એટલા માટે પ્રતાડિત કરવામાં આવી કે તેઓ હિંદુ મિત્રો સાથે ફરી રહી હતી. ઘણા કિસ્સાઓમાં તેમના હિંદુ મિત્રો સાથે પણ મારપીટ કરવામાં આવી. તેવામાં હવે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં બુરખો પહેરીને દારૂ ખરીદી રહેલી મહિલાઓને ઘેરી હોવાનો વિડીયો સામે આવ્યો છે. આ ઘટનામાં મુસ્લિમ મહિલાઓને ‘સર તન સે જુદા’ કરવાની ધમકીઓ પણ આપવામાં આવી છે. દારૂ ખરીદી મુસ્લિમ મહિલાઓને તેમના સમુદાયના યુવકોએ જ ધમકાવીને તેમના વિડીયો બનાવ્યા હતા.

    અહેવાલો અનુસાર ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં બુરખો પહેરીને દારૂ ખરીદી રહેલી મહિલાઓને ઘેરી હોવાનો આ વિડીયો બકરા માર્કેટ વિસ્તારનો છે. નોંધનીય છે કે ગયા મહિને મુઝફ્ફરનગરનો જ એક આ પ્રકારનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં બાઈક પર બેસીને જઈ રહેલી મુસ્લિમ યુવતીનો હિજાબ ખેંચી લેવામાં આવ્યો હતો. આ યુવતી હિંદુ યુવક સાથે બેસીને જઈ રહી હોવાના કારણે બોલેરોમાં બેઠેલો યુવક ભડકી ગયો હતો. યુપી પોલીસે આ મામલે પીડિત યુવકની ફરિયાદ પર FIR ઓન દાખલ કરી હતી. તેવામાં હવે મુઝફ્ફરનગરથી જ આ નવો વિડીયો સામે આવ્યો છે.

    આ વિડીયોમાં જોવા મળે છે કે કેટલાક મુસ્લિમ લોકો બુરખો પહેરેલી મહિલાને કહી રહ્યા છે કે મુસ્લિમ થઈને દારૂ ખરીદી રહી છે, જેના કારણે તેમની કોમની આબરૂના ધજાગરા ઉડી રહ્યા છે. આ બંને મુસ્લિમ મહિલાઓ નોવેલ્ટી ચોકમાં આવેલી સરકારી દારૂની દુકાનેથી દારૂ ખરીદીને જઈ રહી હતી. જે બાદ કેટલાક યુવકોએ તેમનો પીછો કર્યો અને મહિલાઓને રસ્તામાં આંતરી હતી. મહિલાઓને સર કલમ કરવાની ધમકી આપીને કહેવામાં આવ્યું કે તેઓ મુસલમાનોનું નાક કપાવી રહી છે, તેમનું માથું વાઢી નાંખશે.

    - Advertisement -

    વિડીયોમાં મુસ્લિમોમાંના એક વ્યક્તિને કહેતા સાંભળી શકાય છે કે, “હમણાં બંનેને નીચે પટકીને મારી નાંખીશ, ભલે જેલમાં જવું પડે, મારી ઉપર 4-5 કેસ છે જ.” આ દરમિયાન વિડીયોમાં એક દાઢીવાળા આધેડ ઉમરના વ્યક્તિને આ મહિલાઓ સાથે રકઝક કરતા જોઈ શકાય છે. મહિલાઓ આ લોકોને જણાવે છે કે તેમણે દારૂ નહીં પણ બીયર ખરીદી છે, પણ અંતે મજબુરીમાં તેમને કહેવું પડે છે કે હવે તેઓ ક્યારે આવું નહીં કરે. તેમને પરાણે તેવું કબુલ કરાવવામાં આવ્યું કે તેમણે મોટી ભૂલ કરી છે. આ મામલે મુઝફ્ફરનગર પોલીસે ‘ગરદન કાપવાની’ ધમકી આપનારા લોકો સામે કેસ દાખલ કરીને તેમની ધરપકડ કરી લીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં