ઝેરીલો મહમદ બેગડો જેની ઉપર થુંકતો તેની મોત થઇ જતી તેવા ક્રૂર સુલતાને ગુજરાતના પાવાગઢમાં જે પ્રાચીન મંદિરના શિખરને તોડીને દરગાહ બનાવી હતી, ત્યાં ફરી કાળકા માતાનું મંદિર બનીને તૈયાર થઇ ચુક્યું છે. 500 વર્ષ બાદ શનિવારે (18 JUN 2022) PM મોદીએ અહી ધર્મધ્વજ ફરકાવ્યા બાદ આ મંદિર ફરી ચર્ચામાં છે.
મળતી માહિતી મુજબ આ મંદિર પર 15મી સદીમાં મહમદ બેગડા નામના ક્રૂર સુલતાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મહમદ ગુજરાતનો છઠ્ઠો સુલતાન હતો અને તેનું પૂરું નામ અબુલ ફત-નાસીર-ઉદ્દ-દિન મહમદ શાહ પહેલો હતું. પણ જુનાગઢ અને પાવાગઢ આ બે ગઢ કબજે કર્યા બાદ તેને ‘બે ગઢો’ અને આગળ જતા બેગડો નામથી કુખ્યાત થયો. 13 વર્ષની ઉંમરે સુલતાનની ગાદી પર બેઠા પછી તેણે 52 વર્ષ સુધી ગુજરાતને ધમરોળ્યું હતું.
ઈ.સ. 1459 થી 1511 વચ્ચે ઘણા લોકોએ મહમદ બેગડાનું ભયાનક ક્રૂર રૂપ અનેક વખત જોયું. તે પ્રદેશો કબજે કરવા માટે લડતો અને જ્યારે યુદ્ધ જીતે, ત્યારે તે ત્યાંના રાજાઓને ઇસ્લામ સ્વીકારવા માટે લાચાર કરતો. જો કોઈ રાજા ઇસ્લામ સ્વીકારવાનો વિરોધ કરે તો બેગડો તેમને ક્રૂરતાથી મારી નાંખતો હતો.
તેણે જૂનાગઢ અને પાવાગઢ પણ ખૂબ જ ઝડપથી કબજે કરી લીધાં હતાં. આ પછી તેણે મહાકાળીનું મંદિર અને દ્વારકાનું મંદિર તોડી પાડ્યું. હિંદુ મંદિરો પર હુમલો કરીને તેનો ઉદ્દેશ સ્પષ્ટ હતો કે હિંદુઓનો તેમના ભગવાનમાંથી વિશ્વાસ ગુમાવીદે અને મુસ્લિમ ધર્મ અપનાવી લે.
રાક્ષસની જેમ ખાતો હતો બેગડો
હિંદુઓ પર તમામ પ્રકારના અત્યાચાર કરનાર બેગડો તેની રાક્ષસી ભૂખ માટે પણ કુખ્યાત હતો. એવો દાવો કરવામાં આવે છે કે બેગડો તેના નાસ્તામાં એક પ્યાલો મધ, માખણ અને 100-150 કેળા એક સમયમાં જ ખાઈ જતો હતો. રાત્રે સૂતી વખતે પણ તેને ભૂખ લાગતી હતી, તેથી તે રાત્રે સૂતા પહેલા તેના ભોજનની વ્યવસ્થા કરી લેતો અને ઓશિકા પાસે માંસ ભરેલા સમોસા રાખતો.
ઝેરીલો સુલતાન
મહમદ બેગડાને લોકોએ ઝેરીલો સુલતાન નામ આપ્યું છે. આની પાછળ પણ એક લોકવાયકા છે જેનો ઉલ્લેખ ‘ધ બુક ઓફ ડયુરેટે બબોસા વોલ્યુમ 1’માં મળી આવે છે. પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે બેગડાનો પિતા નહોતો ઈચ્છતો કે તેના પુત્રની હત્યા ઝેરથી થાય. તેથી જ તેણે બેગડાને નાનપણથી જ ઝેર પીવાની એટલી આદત પાડી દીધી કે ઝેરે તેના શરીર પર અસર કરવાનું બંધ કરી દીધું હતું.
નાનપણથી જ ઝેર ખાવાની આદતે બેગડાને એટલો ઝેરી બનાવી દીધો કે તેના શરીરને માંખ અડે કે તરતજ મરી જતી. તો બીજી બાજુ જો કોઈ સ્ત્રી બેગડા સાથે સંબંધ બાંધે તો તે સ્ત્રી વધુ સમય જીવી શકતી નહોતી. મહમદ બેગડાના થૂંકમાં એટલું ઝેર હતું કે જો તે કોઈને મારવા માંગે તો તે પહેલા પાન ચાવતો અને પછી મોઢામાં થૂંક ભરીને સામેની વ્યક્તિ પર થૂંકતો હતો. આ રીતે જેના પર સુલતાનનું થૂંક ઉડતું તે વ્યક્તિ અડધા કલાકમાં જ મરી જતી.
તેની દાઢી અને મૂછ એટલી મોટી હતી કે તેમના વિશે પણ વિવિધ પ્રકારની વાર્તાઓ સાંભળવા મળે છે. કહેવાય છે કે મહમદે પોતાની દાઢી એટલી વધારી દીધી હતી કે જો તે ઈચ્છે તો તેના માથા પર દાઢીનો સાફો બાંધી શકે. તેના દરબારમાં પણ તે લોકોને વિશેષ મહત્વ આપવામાં આવતું હતું જેમની દાઢી અને મૂછ લાંબી હોય. તેના ઘણા મંત્રીઓ લાંબી દાઢી રાખતા.
પ્રાચીન મંદિરની ઓળખ
ક્રૂર ઇસ્લામી અક્રાંતા મહમદ બેગડાએ 15મી સદીમાં પાવાગઢ સ્થિત જે મંદિરને ધ્વસ્ત કર્યું તે મંદિરમાં ઋષિ વિશ્વામિત્રે માં કાળકાની કઠોર તપસ્યા કરી હતી. આ ઉપરાંત ભગવાન શ્રી રામ અને માતા સીતાના પુત્રોએ આ જ પાવાગઢ પર મોક્ષ પ્રાપ્તિ કરી હતી. આજે આ પવિત્ર સ્થાન પર માં કાળકા મનીર 30 હજાર વર્ગ ફૂટમાં વિસ્તરેલું છે, જેના પુનઃનિર્માણમાં 120 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે.