Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉલ્હાસનગર: સગીરે જાણીજોઈને રહેણાંક ઇમારત તરફ રોકેટ છોડ્યાં, ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શૅર...

    ઉલ્હાસનગર: સગીરે જાણીજોઈને રહેણાંક ઇમારત તરફ રોકેટ છોડ્યાં, ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શૅર કરીને લખ્યું- ‘હેપ્પી દિવાલી’; ‘Nawab69_’ નામના યુઝર સામે કેસ દાખલ

    ઉલ્હાસનગરના શહદ વિસ્તારમાં એક સગીરે જાણીજોઈને એક ઇમારત તરફ બોક્સમાંથી રોકેટ છોડ્યાં હતાં. જે ઘરોની બાલ્કનીમાં જતાં તેમજ બહાર લગાવેલાં એસીના આઉટડોર યુનિટ્સમાં જઈને ફૂટતાં જોવા મળે છે. 

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક છોકરો એક રહેણાંક બિલ્ડીંગ તરફ દિવાળીનાં રોકેટ છોડતો જોવા મળે છે. આ મામલે પોલીસે કાર્યવાહી કરીને એક 17 વર્ષીય સગીરને પકડી લીધો છે. આ ઘટના મુંબઈના ઉલ્હાસનગરની હોવાનું કહેવાય છે. 

    દિવાળીની રાત્રે ઉલ્હાસનગરમાં એક યુવક રસ્તા ઉપર ઉભો રહીને એક બોક્સમાંથી એક બિલ્ડીંગ તરફ જાણીજોઈને દિવાળીનાં રોકેટ છોડતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, પરંતુ એક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી આ ઘટનાનો વિડીયો પોસ્ટ કરીને કટાક્ષ પણ કર્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે રોકેટ ઘરોની બાલ્કનીમાં ઘૂસી ગયાં હતાં. 

    આ ઘટના દિવાળીની રાત્રે (24 ઓક્ટોબર 2022) બની હતી. જ્યાં ઉલ્હાસનગરના શહદ વિસ્તારમાં એક સગીરે જાણીજોઈને એક ઇમારત તરફ બોક્સમાંથી રોકેટ છોડ્યાં હતાં. જે ઘરોની બાલ્કનીમાં જતાં તેમજ બહાર લગાવેલાં એસીના આઉટડોર યુનિટ્સમાં જઈને ફૂટતાં જોવા મળે છે. 

    - Advertisement -

    આ ઘટનાનો વિડીયો ઉતારીને @Nawab69_ નામના એક યુઝરના આઈડી પરથી ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી અપલોડ કરીને ‘હેપ્પી દિવાલી’ લખી સાથે હસતું ઈમોજી પણ મૂકવામાં આવ્યું હતું. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને ટીકા પણ થઇ હતી તો આરોપી સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હતી. 

    વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રહેણાંક બિલ્ડીંગના રહીશોએ પણ પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સ્થાનિક પોલીસે કાર્યવાહી કરીને આરોપી સગીરને શોધી કાઢ્યો હતો. જોકે, તે સગીર હોવાના કારણે અટકાયત કે પૂછપરછ થઇ શકી નથી. જાણવા મળ્યા અનુસાર, આ કિશોર નજીનો જ રહેવાસી છે.

    ઘટના બાદ બિલ્ડીંગના રહીશોએ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ઉલ્હાસનગર પોલીસે ભારતીય દંડ સંહિતાની (આઇપીસી) કલમ 285 (જ્વલનશીલ કે વિસ્ફોટક પદાર્થ સાથે બેદરકારીભર્યું આચરણ), 286 (વિસ્ફોટક પદાર્થ સાથે લાપરવાહીભર્યું આચરણ) અને 336 (જાણીજોઈને કે અજાણ્યે માનવ જીવનને, કોઈ વ્યક્તિની સુરક્ષાને જોખમમાં મૂકતું કૃત્ય આચરવું) હેઠળ કેસ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી. 

    પોલીસે જણાવ્યું કે, તેઓ આ મામલે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળની કલમ પણ દાખલ કરશે અને આરોપીને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં