Wednesday, June 25, 2025
More
    હોમપેજક્રાઈમ’23ને ફસાવી... 50નો હતો ટાર્ગેટ...’: મથુરામાં ખોટી ઓળખ આપી હિંદુ યુવતીઓને ફસાવી...

    ’23ને ફસાવી… 50નો હતો ટાર્ગેટ…’: મથુરામાં ખોટી ઓળખ આપી હિંદુ યુવતીઓને ફસાવી બ્લેકમેલ કરતો ‘રિક્ષા ચાલક’ ઇમરાન; પોલીસે FIR નોંધી કરી ધરપકડ, બકરીદ પર હિંદુઓને આપી હતી ધમકી

    ગૌ રક્ષક અને બજરંગ દળ જેવા હિંદુ સંગઠનોએ આ ઘટનાને ‘લવ જેહાદ’નો કિસ્સો ગણાવ્યો છે અને ઇમરાન વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) તેમજ ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મથુરામાં (Mathura) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઓટો ડ્રાઇવર ઇમરાનની ધરપકડ કરવામાં આવી છે. તેના પર હિંદુ યુવતીઓને (Hindu Girl) ખોટી ઓળખ આપીને ફસાવવા, અશ્લીલ વિડીયો દ્વારા બ્લેકમેલ (Blackmail) કરવા અને સોશિયલ મીડિયા પર બકરીદના સંદર્ભમાં હિંદુ ધર્મ વિરુદ્ધ નફરતભરી પોસ્ટ કરવાનો આરોપ છે. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ભારે રોષ ફેલાવ્યો છે. હિંદુ સંગઠનો દ્વારા આ મામલે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

    અહેવાલ મુજબ મથુરાના મચ્છલી મોહલ્લામાં રહેતો ઇમરાન ઓટો ડ્રાઇવર તરીકે કામ કરે છે. પોલીસ અને સ્થાનિક હિંદુ સંગઠનોના જણાવ્યા અનુસાર, ઇમરાને હિંદુ ઓળખ (કલાવા પહેરીને) અપનાવીને સ્કૂલ અને કોલેજની હિંદુ યુવતીઓને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. તેણે મફત ઓટો રાઇડની લાલચ આપીને યુવતીઓનો વિશ્વાસ જીત્યો અને બાદમાં તેમની સાથે સંબંધો કેળવ્યા. ત્યારપછી યુવતીઓને લલચાવીને તેમના અશ્લીલ ફોટા-વિડીયો બનાવ્યા અને તેનો ઉપયોગ કરીને તેમને બ્લેકમેલ કરવા લાગ્યો. હિંદુ સંગઠનોનો દાવો છે કે ઇમરાનના ફોનમાં આવા ડઝનબંધ વિડીયો અને ચેટ્સ મળી આવ્યા છે, જેમાંથી ઘણી યુવતીઓ સગીર હોવાનું માનવામાં આવે છે.

    ઇમરાને તેના વોટ્સએપ સ્ટેટસ પર દાવો કર્યો હતો કે, “કેટલાક લોકોની ઉંમર પણ એટલી નથી હોતી જેટલી મેં ગર્લફ્રેન્ડ બનાવી છે. બે વર્ષમાં મેં 23 ગર્લફ્રેન્ડ બનાવી, મારો લક્ષ્ય 50નો હતો.”

    - Advertisement -

    આ ઉપરાંત, તેણે બકરીદના સંદર્ભમાં એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે હિંદુઓને ધમકી આપી હતી કે, “જેમ કોઈએ મુસ્લિમોને હોળી પર બહાર ન નીકળવા કહ્યું હતું, તેમ હિંદુઓએ પણ ઈદના દિવસે બહાર ન નીકળવું જોઈએ. કુર્બાની તો થશે અને લોહી પણ વહેશે.” આ વિડીયોમાં માંસ કાપતી એક મહિલા અને રસ્તા પર લોહી વહેતું દર્શાવવામાં આવ્યું હતું, જેનાથી હિંદુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી હતી.

    ફરિયાદ અને ધરપકડ

    આ ઘટનાની ફરિયાદ વિશ્વ હિંદુ પરિષદના ગૌ રક્ષા પ્રમુખ વિષ્ણુ ચૌહાણે નોંધાવી હતી. તેમણે ઇમરાન પર હિંદુ સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવનારા પોસ્ટ કરવાનો અને હિંદુ યુવતીઓ વિરુદ્ધ અશ્લીલ ટિપ્પણીઓ કરવાનો આરોપ લગાવ્યો હતો.

    આ ફરિયાદના આધારે કોટવાલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 296 અને 299 હેઠળ FIR નોંધવામાં આવી હતી. પોલીસે 8 જૂને ઇમરાનની ધરપકડ કરી તેનો મોબાઈલ ફોન તેમજ અન્ય ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હતા. હાલમાં તપાસ ચાલુ છે, જેમાં બધી પીડિત યુવતીઓની ઓળખ અને ઇમરાનના નેટવર્કની વિગતો શોધવામાં આવી રહી છે.

    વિષ્ણુ ચૌહાણે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં પોલીસ પર તપાસમાં ઢીલાશ રાખવાનો અને પુરાવાઓ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, “અમે ઇમરાનના ફોનમાં ઘણી પીડિત યુવતીઓના વિડીયો અને ફોટા જોયા હતા, પરંતુ જ્યારે અમે કડક કાર્યવાહીની માંગ કરી, ત્યારે પોલીસે કહ્યું કે ડેટા ડિલીટ થઈ ગયો છે.” હવે પોલીસે ઇમરાનનો ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવાનો નિર્ણય લીધો છે, જેથી ડિલીટ થયેલો ડેટા પાછો મેળવી શકાય. વિષ્ણુએ આ મામલે ગંભીર તપાસની માંગ કરી છે, કારણ કે તેમને શંકા છે કે ઘણી પીડિત યુવતીઓ સગીર વયની હોઈ શકે છે.

    મથુરાના સિટી સીઓ ભૂષણ વર્માએ જણાવ્યું કે, “આરોપી ઇમરાનને ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યો છે. અશ્લીલ સામગ્રીની ચકાસણી બાદ કેસ નોંધવામાં આવ્યો છે.” તેમણે વધુમાં કહ્યું કે ઇમરાને પોતે ઓટો ડ્રાઇવર હોવાનું અને મફત રાઇડ આપીને યુવતીઓનો વિશ્વાસ જીત્યો હોવાનું કબૂલ્યું છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

    હિંદુ સંગઠનોનો આક્રોશ

    ગૌ રક્ષક અને બજરંગ દળ જેવા હિંદુ સંગઠનોએ આ ઘટનાને ‘લવ જેહાદ’નો કિસ્સો ગણાવ્યો છે અને ઇમરાન વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) તેમજ ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા ધર્મ જાગરણ સંઘે પણ આ ઘટનાને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ સંગઠનોનું કહેવું છે કે ઇમરાનની આવી હરકતો હિંદુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડનારી છે અને સામાજિક સંવાદિતાને ખલેલ પહોંચાડે છે.

    આ ઘટનાએ મથુરાના સ્થાનિક સમુદાયમાં ભારે આક્રોશ પેદા કર્યો છે. ઇમરાનની હરકતોએ વિશ્વાસ, છેતરપિંડી અને વ્યક્તિગત સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા ઉભી કરી છે. આ ઘટના એ પણ દર્શાવે છે કે કેવી રીતે સાંસ્કૃતિક પ્રતીકોનો (જેમ કે કલાવા) દુરુપયોગ કરીને હિંદુ યુવતીઓને ફસાવવામાં આવી રહી છે. આ પહેલાં પણ બ્યાવર, ભોપાલ, અજમેર સહિતના શહેરોમાંથી આવા મામલા સામે આવી ચૂક્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં