Saturday, October 5, 2024
More
    હોમપેજદેશશહેર બદલાયું, મઝહબી ઉન્માદ એ જ…હવે UPના મહોબામાં ગણેશ વિસર્જન યાત્રા પર...

    શહેર બદલાયું, મઝહબી ઉન્માદ એ જ…હવે UPના મહોબામાં ગણેશ વિસર્જન યાત્રા પર ફેંકાયા પથ્થર: હિંદુઓ દ્વારા કાર્યવાહીની માંગ સાથે પોલીસ મથકનો ઘેરાવ

    ઘટના બાદ આક્રોશિત હિંદુઓએ પોલીસ મથકનો ઘેરાવ કરીને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી. દરમ્યાન ત્યાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો. મોડી રાત સુધી હિંદુ સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પોલીસ મથકે રહ્યા હતા.

    - Advertisement -

    દેશભરમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. દરમ્યાન, ગુજરાત અને કર્ણાટક સહિતનાં અમુક રાજ્યોમાં ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા ભગવાનના મંડપ કે વિસર્જન યાત્રા પર હુમલો કરવાની ઘટનાઓ પણ બની. હવે આવી એક ઘટના ઉત્તર પ્રદેશમાં પણ સામે આવી છે. અહીં મહોબામાં ગણેશ વિસર્જન યાત્રા પર પથ્થર ફેંકાયા, ત્યારબાદ આક્રોશિત હિંદુઓએ પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. પોલીસે પથ્થરમારા મામલે ત્રણને કસ્ટડીમાં લઈને તપાસ શરૂ કરી છે. 

    મીડિયા અહેવાલો અનુસાર, મહોબામાંથી ગણેશજીની વિસર્જન યાત્રા પસાર થઈ રહી હતી. અહીં કસોરાટોરીના મુસ્લિમ બહુલ વિસ્તારમાંથી યાત્રા પસાર થઈ ત્યારે મુસ્લિમ સમુદાયના લોકોએ યાત્રા લઈને જતા હિંદુઓ પર ડોલ ભરીને પાણી નાખ્યું હતું. જેનાથી માહોલ તણાવપૂર્ણ બની ગયો. ત્યારબાદ મુસ્લિમો તરફથી પથ્થરમારો પણ કરવામાં આવ્યો. રિપોર્ટ્સ જણાવી રહ્યા છે કે યાત્રા દરમિયાન માત્ર એક ફટાકડો એક મકાન નજીક પડ્યો હતો, ત્યારબાદ પથ્થર ફેંકાવાના શરૂ થઈ ગયા. 

    અહેવાલો અનુસાર, ઘર પર એક પોલિથીનનો ટુકડો હતો, જેમાં આગ લાગી હતી. ઘરની માલિક મહિલાએ પહેલાં તેને ઠારવા માટે પાણી નાખ્યું અને બાકીનું યાત્રામાં સામેલ હિંદુઓ પર રેડી દીધું હતું. ત્યારબાદ વિવાદ થયો. ત્યારબાદ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું. 

    - Advertisement -

    ઘટના બાદ આક્રોશિત હિંદુઓએ પોલીસ મથકનો ઘેરાવ કરીને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી. દરમ્યાન ત્યાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો. મોડી રાત સુધી હિંદુ સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પોલીસ મથકે રહ્યા હતા. પોલીસે આ મામલે ત્રણની અટકાયત કરીને તપાસ હાથ ધરી હોવાનું મીડિયા અહેવાલો જણાવે છે. 

    આ મામલે વિશ્વ હિંદુ પરિષદના જિલ્લાધ્યક્ષ મનોજ શિવહરેએ જણાવ્યું કે, ગણેશ મૂર્તિ વિસર્જન દરમિયાન ભક્તો પર પથ્થરમારો કરવામાં આવવાથી આક્રોશ છે. વિશ્વ હિંદુ પરિષદે આરોપીઓની ધરપકડની માંગ કરી છે. યાત્રા દરમિયાન ભક્તો પર પથ્થરમારો કરનાર અને પાણી ફેંકનાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. 

    ગુજરાતમાં પણ બની ચૂકી છે ઘટનાઓ

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગુજરાતમાં પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. એક સપ્તાહ પહેલાં સુરતમાં રાત્રે મુસ્લિમ સગીરોએ ગણેશજીના મંડપ પર પથ્થરમારો કરતાં શહેરમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. હજારોની સંખ્યામાં હિંદુઓએ એકઠા થઈને કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારબાદ સુરત પોલીસે રાત્રે જ કોમ્બિંગ હાથ ધરીને 27 પથ્થરબાજો અને 6 સગીરોની ધરપકડ કરી લીધી હતી. 

    ત્યારબાદ કચ્છના નખત્રાણામાં પણ ગણેશજીના મંડપ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં પણ આરોપીઓ મુસ્લિમ સગીરો હતા. પથ્થરમારાના કારણે મૂર્તિ પણ ખંડિત થઈ હતી. ઉપરાંત, મંડપથી થોડે જ દૂર મંદિર પર ઇસ્લામી ઝંડો પણ ફરકાવી દેવામાં આવ્યો હતો. આ મામલે એક મૌલાના સહિત ચારની ધરપકડ કરવામાં આવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં