Thursday, November 21, 2024
More
    હોમપેજદેશ‘સરકારી બાબુઓ પાસેથી સંવેદનશીલ માહિતી વિપક્ષી પાર્ટીઓ અને ઉદ્યોગસમૂહોને પહોંચાડતો હતો ‘પત્રકાર’...

    ‘સરકારી બાબુઓ પાસેથી સંવેદનશીલ માહિતી વિપક્ષી પાર્ટીઓ અને ઉદ્યોગસમૂહોને પહોંચાડતો હતો ‘પત્રકાર’ મહેશ લાંગા’: તપાસમાં ખૂલ્યું હોવાનો રિપોર્ટમાં દાવો, હવે કેસમાં ED પણ કરશે એન્ટ્રી

    ‘ટાઇમ ઑફ ઇન્ડિયા’ના એક રિપોર્ટ અનુસાર, મહેશ લાંગાની ધરપકડ બાદ તપાસ કરતા પોલીસ અધિકારીઓને તેની અને અમુક IPS-IAS અધિકારીઓ વચ્ચે થયેલી ચર્ચાના પુરાવા મળ્યા છે. 

    - Advertisement -

    GST ફ્રોસ કેસમાં ‘ધ હિન્દુ’ના ‘પત્રકાર’ મહેશ લાંગાની (Mahesh Langa) ધરપકડ બાદ તેની સાથે સંકળાયેલા અમુક સરકારી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓમાં (Bureaucracy) પણ ફફડાટ પેસી ગયો હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. બીજી તરફ, હવે આ કેસમાં EDની પણ એન્ટ્રી થઈ શકે તેવી શક્યતાઓ છે, કારણ કે હાલ એજન્સી પ્રાથમિક તપાસ કરી રહી છે. 

    ‘ટાઇમ ઑફ ઇન્ડિયા’ના એક રિપોર્ટ અનુસાર, મહેશ લાંગાની ધરપકડ બાદ તપાસ કરતા પોલીસ અધિકારીઓને તેની અને અમુક IPS-IAS અધિકારીઓ વચ્ચે થયેલી ચર્ચાના પુરાવા મળ્યા છે. 

    વધુ વિગતો અનુસાર, લાંગા અને સરકારમાં અમુક અધિકારીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ વચ્ચે જે મેસેજોની આપ-લે થઈ છે તેમાં અમુક સંવેદનશીલ માહિતી પણ છે અને તે આ ‘પત્રકાર’ના નેટવર્ક થકી વિપક્ષી પાર્ટીઓને તેમજ ઉદ્યોગસમૂહોને પહોંચાડવામાં આવી રહી હતી. 

    - Advertisement -

    આ અધિકારીઓમાં મોટાભાગના રાજ્ય સરકારમાં અગત્યનાં પદો પર ફરજ બજાવે છે. હવે આ માહિતી માટે કોઈ લાભ મેળવવામાં આવ્યા હતા કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે કે કારણ કે આ દસ્તાવેજોના આધારે મીડિયામાં કશું જ છપાયું નથી. 

    આ કેસમાં હવે શેલ કંપનીઓ વિશે વધુ માહિતી મેળવવાની હોઈ અને મની ટ્રેઇલ વિશે જાણકારી મેળવવાની હોઈ ED પણ તપાસમાં જોતરાય તેવી પૂરેપૂરી શક્યતા છે. TOI રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કેસને લગતી વિગતો પહેલેથી જ ED અને ઇનકમ ટેક્સ વિભાગને મોકલી આપવામાં આવી છે. હાલ એજન્સી પ્રાથમિક તપાસ કરી રહી છે અને નજીકના ભવિષ્યમાં એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ECIR) દાખલ કરી શકે છે. આ ECIR પોલીસ વિભાગની FIR સમકક્ષ હોય છે. 

    અમદાવાદ CPએ કરી પૂછપરછ

    રિપોર્ટ એમ પણ જણાવી રહ્યો છે કે મહેશ લાંગાની પૂછપરછ સ્વયં અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકે પણ કરી હતી, જેના કારણે લાગતા-વળગતા અધિકારીઓમાં પણ ભયનો માહોલ છે. જાણવા મળ્યા અનુસાર, સીપીએ લાંગાની પૂછપરછ કરીને બ્યુરોક્રેટ, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે થયેલી માહિતીની આપ-લે વિશે જાણકારી મેળવી હતી. 

    ઉલ્લેખનીય છે કે મહેશ લાંગાની ધરપકડ થોડા દિવસ પહેલાં GST ફ્રોડ કેસમાં થઈ હતી. આ મામલે કોર્ટે તેમને 10 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. લાંગાએ ધરપકડ-રિમાન્ડને પડકારતી એક અરજી હાઈકોર્ટમાં કરી હતી, પરંતુ પહેલી જ સુનાવણીમાં પરત ખેંચી લેવામાં આવી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં