Tuesday, October 8, 2024
More
    હોમપેજદેશ‘માત્ર હિંડનબર્ગ રિપોર્ટના આધારે કાર્યવાહી ન થાય’: SEBI ચીફ સામે તપાસની માંગ...

    ‘માત્ર હિંડનબર્ગ રિપોર્ટના આધારે કાર્યવાહી ન થાય’: SEBI ચીફ સામે તપાસની માંગ સાથે પહોંચ્યાં હતાં મહુઆ મોઇત્રા, લોકપાલે કહ્યું- ફરિયાદમાં રિપોર્ટનું જ પુનરાવર્તન, પુરાવા રજૂ કરો

    લોકપાલે ફરિયાદીઓને તેમણે પોતે હિંડનબર્ગના રિપોર્ટની ખરાઈ કરવાના કે પછી વિશ્વસનીયતા પુરવાર કરવાના કોઈ પ્રયાસ કર્યા છે કે કેમ તે અંગે જાણકારી આપવા માટે જણાવ્યું છે તેમજ SEBI ચીફ સામે જે આરોપો લગાવવામાં આવ્યા છે તેની વિરુદ્ધ પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટ હેઠળ કાર્યવાહી કઈ રીતે કરી શકાય તે પણ સમજાવવા માટે સૂચના આપવામાં આવી છે. 

    - Advertisement -

    2022માં અદાણી જૂથને ટાર્ગેટ કરનાર અમેરિકી શોર્ટસેલર હિંડનબર્ગે ઑગસ્ટ, 2024માં ભારતના માર્કેટ રેગ્યુલેટર SEBI ચીફ માધવી બુચ પર આરોપો લગાવ્યા બાદ મામલો લોકપાલ સમક્ષ પહોંચ્યો હતો. પરંતુ લોકપાલે માત્ર હિંડનબર્ગના આરોપોના આધારે કોઈ તપાસના આદેશ ન આપી શકાય તેમ કહીને અરજદારોને રવાના કર્યા છે. અરજી કરનારાઓ પૈકીનાં એક તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રા પણ હતાં. 

    લોકપાલે 8 ઑગસ્ટ, 2024ના રોજ પ્રકાશિત હિંડનબર્ગનો રિપોર્ટ ધ્યાને લેવાની ના પાડી દીધી છે અને ફરિયાદીઓને કહ્યું છે કે તેઓ ઠોસ પુરાવાઓ અને આધારભૂત તથ્યો રજૂ કરે, માત્ર એક વિદેશી ફર્મના રિપોર્ટના આધારે લોકપાલ SEBI ચીફ સામે કોઈ કાર્યવાહી કરી શકે નહીં. 

    મહુઆ મોઈત્રાની ફરિયાદ પર લોકપાલે કહ્યું કે, સંપૂર્ણ ફરિયાદ માત્ર હિંડનબર્ગના રિપોર્ટના આધારે જ લખવામાં આવી હતી અને આ અરજી અમને એ સંતોષ અપાવવામાં નિષ્ફળ રહી છે કે આ મામલે લોકપાલ અને લોકાયુક્ત એક્ટ, 2013ની કલમ 20 અનુસાર પ્રથમ દ્રષ્ટ્યા કેસ બને છે અને પ્રાથમિક તપાસના આદેશ આપવા જોઈએ. 

    - Advertisement -

    જ્યારે અન્ય ફરિયાદોને લઈને કહેવામાં આવ્યું કે, જેવો હિંડનબર્ગ રિપોર્ટ આવ્યો કે ફરિયાદીઓ તેને ડાઉનલોડ કરીને સીધા ફરિયાદ કરવા માટે પહોંચી ગયા હતા અને અરજીઓમાં માત્ર એ જ વાતોને ફરીથી લખવામાં આવી છે, જે રિપોર્ટમાં છે. રિપોર્ટની સામગ્રીની ક્યાંય તથ્યાત્મક રીતે ખરાઈ કરવામાં આવી નથી કે ન કોઈ ઠોસ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. 

    લોકપાલે ફરિયાદીઓને તેમણે પોતે હિંડનબર્ગના રિપોર્ટની ખરાઈ કરવાના કે પછી વિશ્વસનીયતા પુરવાર કરવાના કોઈ પ્રયાસ કર્યા છે કે કેમ તે અંગે જાણકારી આપવા માટે જણાવ્યું છે તેમજ SEBI ચીફ સામે જે આરોપો લગાવવામાં આવ્યા છે તેની વિરુદ્ધ પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટ હેઠળ કાર્યવાહી કઈ રીતે કરી શકાય તે પણ સમજાવવા માટે સૂચના આપવામાં આવી છે. 

    આ સાથે સુપ્રીમ કોર્ટના 3 જાન્યુઆરીના આદેશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે, SEBI અદાણી જૂથની કંપની સામે તપાસ કરી જ રહ્યું છે તેમજ સુપ્રીમ કોર્ટમાં તાજેતરના હિંડનબર્ગ રિપોર્ટને લઈને પણ અરજીઓ દાખલ કરી દેવામાં આવી છે. જેથી, સુપ્રીમ કોર્ટના નિર્ણય અને SEBIની તપાસની રાહ જોવી વધુ ઉચિત રહેશે. સાથે જણાવવામાં આવ્યું કે, સુપ્રીમ કોર્ટ પણ હિંડનબર્ગ રિસર્ચની કરતૂતો અંગે ચિંતા વ્યક્ત કરી ચૂકી છે.  

    હિંડનબર્ગે 8 ઑગસ્ટના રોજ રિપોર્ટ પ્રકાશિત કરીને SEBI ચીફ પર લગાવ્યા હતા આરોપ

    ઉલ્લેખનીય છે કે 2022માં એક રિપોર્ટ પ્રકાશિત કરીને અદાણી જૂથ પર પાયાવિહોણા આરોપ લગાવનાર અમેરિકી ફર્મ હિંડનબર્ગે ગત ઑગસ્ટમાં નવું ગતકડું શોધી કાઢ્યું હતું અને એક રિપોર્ટમાં SEBI ચીફ પર આરોપ લગાવ્યા હતા. જેને માથે લઈને વિપક્ષી નેતાઓ ઘણા દિવસ સુધી ફરતા રહ્યા અને હોબાળો મચાવ્યો હતો. તેમાંથી અમુક પછી કોર્ટ અને લોકપાલ પાસે પહોંચી ગયા હતા. 

    હિંડનબર્ગ રિસર્ચે આરોપ લગાવ્યો હતો કે SEBIનાં ચેરપર્સન માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચની અમુક એવી ‘ગુપ્ત’ ઑફશોર એન્ટિટીમાં ભાગીદારી છે, જે ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી સાથે સંકળાયેલી છે. પરંતુ જે રીતે હિંડનબર્ગ રિસર્ચે માધવી બુચ અને વિનોદ અદાણી વચ્ચેના વ્યવસાયી સંબંધો સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો, એ વિચિત્ર છે. શોર્ટસેલરે માત્ર એક જ ઑફશોરમાં રોકાણ કરવા બદલ બંને વચ્ચે મિલીભગતનો આરોપ લગાવી દીધો. 

    કઈ રીતે આ રિપોર્ટ માત્ર એક ગતકડું હતું અને કશું જ સાબિત ન કરી શક્યો એ વિગતવાર અહીંથી વાંચી શકાશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં