Sunday, November 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સીટીમાં ડાબેરીઓનો આતંક: દીવાલો પર લખાયાં વિવાદાસ્પદ સૂત્રો, પ્રોફેસરોને...

    દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સીટીમાં ડાબેરીઓનો આતંક: દીવાલો પર લખાયાં વિવાદાસ્પદ સૂત્રો, પ્રોફેસરોને પણ મળી ધમકીઓ

    યુનિવર્સિટી કેમ્પસમાં સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ-II ના બિલ્ડિંગની દિવાલો પર પણ બ્રાહ્મણ અને વૈશ્ય સમુદાય વિરુદ્ધ સૂત્રો લખવામાં આવ્યાં.

    - Advertisement -

    દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એટલે કે JNUની દિવાલો પર વિવાદાસ્પદ સૂત્રો લખવામાં આવતાં આ યુનીવર્સીટી ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી અનેક ઈમારતોની દીવાલો પર આ પ્રકારના વિવાદાસ્પદ સુત્રો લખેલા જોવા મળ્યા હતા. આ સિવાય કેટલાક પ્રોફેસરોની ચેમ્બરના દરવાજા પર લખાણ લખીને યુનિવર્સિટીને બદલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં જવા માટે કહેવામાં આવ્યું છે. જેનો ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    JNUની દિવાલો પર વિવાદાસ્પદ સૂત્રો લખાયા બાદ વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે યુનિવર્સિટી કેમ્પસમાં સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ-II ના બિલ્ડિંગની દિવાલો પર પણ બ્રાહ્મણ અને વૈશ્ય સમુદાય વિરુદ્ધ સૂત્રો લખવામાં આવ્યા છે. એક જગ્યાએ લખ્યું છે ‘બ્રાહ્મણ-વાણીયા, અમે બદલો લેવા આવીએ છીએ’. એક જગ્યાએ લખ્યું છે ‘બ્રાહ્મણ કેમ્પસ છોડો, બ્રાહ્મણ ભારત છોડો’. સાથે જ એક જગ્યાએ ‘અબ ખૂન બેહેગા’ તેમ પણ લખેલું છે.

    સાથે જ ત્રણ પ્રોફેસરોની ચેમ્બરના ગેટ પર ‘ગો ટુ ધ શાખા’ લખેલું પણ જોવા મળ્યું છે. આ અંગે યુનિવર્સિટી પ્રશાસન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તો બીજી તરફ સંઘ સાથે સંકળાયેલા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)એ તેને ડાબેરીઓની નફરત ભરેલી હરકત ગણાવી છે.

    - Advertisement -

    જેએનયુ એબીવીપીના પ્રમુખ રોહિત કુમારે કહ્યું હતું કે, “એબીવીપી કમ્યુનિસ્ટ ગુંડાઓ દ્વારા શૈક્ષણિક સ્થળોએ મોટા પાયે જાતિવાદી સૂત્રો લખવાની નિંદા કરે છે. કમ્યુનિસ્ટોએ JNUની સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ-II બિલ્ડિંગમાં દિવાલો પર અપશબ્દો લખ્યા છે. તેમણે મુક્ત વિચારધારા ધરાવતા પ્રોફેસરોને ડરાવવા માટે તેમના ચેમ્બરો પણ આવા સૂત્રોથી ચીતરી નાખ્યા છે.”

    વધુમાં રોહિત કુમારે કહ્યું કે, “અમે માનીએ છીએ કે શૈક્ષણિક જગ્યાઓનો ઉપયોગ તર્ક અને ચર્ચાઓ માટે થવો જોઈએ, વિદ્યાર્થીઓના સમાજ અને સમુદાય વિરુદ્ધ ઝેર ઘોળવા માટે નહીં. અહીં નફરત અને દુર્વ્યવહાર માટે કોઈ જ સ્થાન નથી.”

    અંતમાં રોહિત કુમારે જણાવ્યું હતું કે જે મહિલા પ્રોફેસરની ચેમ્બરના દરવાજા પર ‘ગો બેક ટુ શાખા‘ લખેલું હતું, તેમને વર્ષ 2019માં 3 દિવસ સુધી બંધક બનાવવામાં આવ્યાં હતા. તેમણે કહ્યું કે આજે JAU નફરતની ફેક્ટરીમાં ફેરવાઈ ગયું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં