રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવે (Lalu Prasad Yadav) બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર (CM Nitish Kumar) પર વાંધાજનક ટિપ્પણી (Vulgar Comment) કરી છે. લાલુએ કહ્યું છે કે, નીતીશ કુમાર ‘મહિલા સંવાદ યાત્રા’ના (Mahila Samvad Yatra) નામે નયન સુખ માણવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, નીતીશ કુમાર પહેલાં પોતાની આંખો શેકે અને પછી બિહાર વિધાનસભા ચૂંટણીમાં 225 સીટો લેવાની વાત કરે. વધુમાં લાલુ યાદવે IND ગઠબંધનને (INDi Allience) લઈને પણ કોંગ્રેસને (Congress) આંચકો આપ્યો છે.
વાસ્તવમાં, બિહારની મહિલાઓ સાથે સંવાદ સ્થાપિત કરવા માટે મુખ્યમંત્રી નીતીશ કુમાર ‘મહિલા સંવાદ યાત્રા’ પર જઈ રહ્યા હતા. તેઓ વિવિધ જિલ્લાઓમાં જઈને મહિલાઓ સાથે વાત કરશે અને તેમની સમસ્યાઓ અને સરકારી યોજનાઓ અંગે તેમના મંતવ્યો સાંભળશે. આ અંગે વિપક્ષી પાર્ટી RJDના તેજસ્વી યાદવે કહ્યું હતું કે, નીતીશ કુમાર યાત્રાના નામે પૈસા વેડફી રહ્યા છે.
VIDEO | RJD president Lalu Yadav (@laluprasadrjd) reacts on Mamata Banerjee's 'willing to lead INDIA bloc' statement and Bihar CM Nitish Kumar's 'Mahila Samvad Yatra'.#BiharNews
— Press Trust of India (@PTI_News) December 10, 2024
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/bfNQ24A5VM
જોકે, તે તો વાત થઈ આરોપ-પ્રત્યારોપની. પરંતુ તેજસ્વી યાદવના પિતા લાલુ યાદવે તો વાંધાજનક ટિપ્પણી જ કરી નાખી. જ્યારે પત્રકારોએ લાલુ યાદવને મહિલા યાત્રા વિશે પ્રશ્નો પૂછ્યા તો તેમણે કહ્યું કે, “નીતીશ કુમાર નયન (આંખો) શેકવા જઈ રહ્યા છે.” બિહારમાં NDAને 225 બેઠકો મળશેના નીતીશ કુમારના દાવા પર લાલુ યાદવે કહ્યું કે, “અરે, પહેલાં તો તેઓ પોતાની આંખો શેકે. જઈ રહ્યા છે આંખો શેકવા.” લાલુ યાદવના નિવેદન પર JDUના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે, “લાલુની બુદ્ધિ આજે પણ ‘ચરવાહા વિદ્યાલય’વાળી જ છે.”
INDI ગઠબંધનની કમાન મમતાને સોંપવામાં આવે- લાલુ યાદવ
લાલુ યાદવે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના દાવાને પણ સમર્થન આપ્યું છે, જેમાં મમતા બેનર્જીએ INDI ગઠબંધનની કમાન સંભાળવાની વાત કરી હતી. લાલુએ કહ્યું કે, “INDI ગઠબંધનની કમાન મમતા બેનર્જીને આપવી જોઈએ. કોંગ્રેસના વિરોધનો કોઈ અર્થ નથી. મમતાને નેતા બનાવવા જોઈએ.”
આ પહેલાં લાલુ યાદવના પુત્ર અને RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે, તેમને મમતા બેનર્જી સહિત INDI ગઠબંધનના કોઈપણ વરિષ્ઠ નેતા દ્વારા ગઠબંધનનું નેતૃત્વ કરવા સામે કોઈ વાંધો નથી. જોકે, તેમણે એમ પણ કહ્યું કે, નિર્ણય સર્વસંમતિથી થવો જોઈએ. સાથે એ પણ નોંધવું જોઈએ કે, RJDએ દાવો કર્યો હતો કે, લાલુ યાદવ જ INDI ગઠબંધનના અસલી આર્કિટેક્ટ છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં INDI ગઠબંધનની કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસના (TMC) સુપ્રીમો મમતા બેનર્જીએ ગઠબંધન સંભાળવાની તેમની ઈચ્છાને પુનરાવર્તિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ INDI ગઠબંધનનું નેતૃત્વ કરવા તૈયાર છે. જોકે, મમતા બેનર્જીના નિવેદનનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે સમાજવાદી પાર્ટી અને ઉદ્ધવ ઠાકરે જૂથે સમર્થન પણ આપ્યું હતું.
એક ઇન્ટરવ્યુમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો મમતા બેનર્જીએ કહ્યું હતું કે, તેમણે જ INDI ગઠબંધન બનાવ્યું છે. જો આ ગઠબંધનનું નેતૃત્વ કરી રહેલા લોકો તેને યોગ્ય રીતે ચલાવી શકતા નથી, તો તેમને (મમતાને) એક તક આપો. મમતાએ કહ્યું હતું કે, તેઓ બંગાળથી આ ગઠબંધનનું નેતૃત્વ કરવા તૈયાર છે. નોંધનીય છે કે, હાલમાં આ ગઠબંધનનું નેતૃત્વ કોંગ્રેસ કરી રહી છે.