Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમમતા બેનર્જીની પાર્ટીએ રવિન્દ્રનાથ ટાગોરના બાળપણના ઘરમાં તાણી બાંધી ઓફિસ, કોલકત્તા હાઇકોર્ટનો...

    મમતા બેનર્જીની પાર્ટીએ રવિન્દ્રનાથ ટાગોરના બાળપણના ઘરમાં તાણી બાંધી ઓફિસ, કોલકત્તા હાઇકોર્ટનો તોડવાનો આદેશ

    કોર્ટે નિર્દેશ લાગુ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે અને મામલાની આગામી સુનાવણી 19 ડિસેમ્બરના રોજ મુકરર કરી છે. 

    - Advertisement -

    કોલકત્તા હાઇકોર્ટે જોરાસાંકો ઠાકુર વાડીમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલા શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના વિવાદિત કાર્યાલયને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. આ સ્થળ એ જ જગ્યા છે જ્યાં રવિન્દ્રનાથ ટાગોરે તેમનું બાળપણ વિતાવ્યું હતું. 

    કોલકત્તા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવ અને જસ્ટિસ આર ભારદ્વાજની ખંડપીઠે સોમવારે હેરિટેજ બિલ્ડીંગના હિસ્સામાંથી પાર્ટી કાર્યાલય હટાવવા માટે નિર્દેશ આપ્યો હતો. કોર્ટે યુનિવર્સીટીની હેરિટેજ કમિટીને મહર્ષિ ભવનને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવા માટે સૂચના આપી છે. મહર્ષિ ભવન એ જ ઈમારતનો ભાગ છે જ્યાં રવિન્દ્રનાથ ટાગોરનું બાળપણનું ઘર આવેલું હતું. 

    કોર્ટે નિર્દેશ લાગુ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે અને મામલાની આગામી સુનાવણી 19 ડિસેમ્બરના રોજ મુકરર કરી છે. 

    - Advertisement -

    સુનાવણી દરમિયાન ન્યાયાધીશે કહ્યું કે, હેરિટેજ બિલ્ડીંગ ન પણ હોય તો શું કોઈ ક્યાંય પણ જઈને પાર્ટી ઓફિસ બનાવી શકે છે? જો તમારી પાસે કોઈ પઝેશન પેપર ન હોય તો તેને ગેરકાયદેસર નિર્માણ જ માનવામાં આવશે. શું તમારામાંથી કોઈએ તેનો ઉપયોગ કર્યો છે? જેના જવાબમાં અરજદારે જણાવ્યું હતું કે, પાર્ટીનું કાર્યાલય હજુ પણ ત્યાં જ સ્થિત છે.

    કોલકત્તા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે કોલકત્તાની રવિન્દ્ર ભારતી યુનિવર્સીટીના જોરાસાંકો પરિસરમાં હેરિટેજ સ્ટ્રક્ચર સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં નહીં આવે. 

    ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલ એક જાહેરહિતની અરજીમાં આરોપ લગાવવમાં આવ્યો હતો કે ઠાકુર વાડીના મહર્ષિ ભવનના અમુક રૂમનો ઉપયોગ ટીએમસીના કામો માટે કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આરોપ હતો કે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવી રહેલ યુનિવર્સીટીના વર્કસ વિંગની ઓફિસ દ્વારા ગેરકાયદે કબજો કરી લેવામાં આવ્યો હતો. 

    હાલ, જોરાસાંકોનો એક ભાગ શૈક્ષણિક સંસ્થા તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. રવિન્દ્ર ભરતી યુનિવર્સીટીનું પરિસર પણ અહીં જ સ્થિત છે. આ જ ઇમારતના એક ભાગમાં તૃણમૂલ કોંગ્રેસનું એક કાર્યાલય બનાવવામાં આવ્યું હતું, જ્યાં રાજનીતિક નેતાઓનું આંદોલન શરૂ થયું હતું. 

    રિપોર્ટ એમ પણ જણાવે છે કે, હાઇકોર્ટે પહેલાં આ કાર્યાલયને હટાવવાનો આદેશ આપ્યો હતો પરંતુ ત્યારે માત્ર તેનાં હોર્ડિંગ જ હટાવવામાં આવ્યાં હતાં. પરંતુ પાર્ટી કાર્યકર્તાઓનું આંદોલન ચાલુ જ રહ્યું હતું. હવે હાઇકોર્ટે પાર્ટી કાર્યાલયને સંપૂર્ણપણે હટાવવા માટેનો આદેશ આપ્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં