Tuesday, July 16, 2024
More
  હોમપેજરાજકારણરાજસ્થાન સરકાર પરનું સંકટ હજુ ટળ્યું નથી: CM ગેહલોતના સમર્થનમાં રાજીનામાં આપનાર...

  રાજસ્થાન સરકાર પરનું સંકટ હજુ ટળ્યું નથી: CM ગેહલોતના સમર્થનમાં રાજીનામાં આપનાર 92 MLAને મલ્લિકાર્જુન ખડગે દ્વારા ફોન કરાવડાવવામાં આવ્યા

  કોંગ્રેસની રાજસ્થાન પ્રદેશના પ્રમુખ સુખજિન્દર સિંહ રંધાવાએ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને 25 સપ્ટેમ્બરે વિધાનસભા અધ્યક્ષને તેમના સમર્થિત ધારાસભ્યોના રાજીનામા પાછા લેવા કહ્યું છે.

  - Advertisement -

  કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સૂચના બાદ, રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ સુખજિંદર સિંહ રંધાવાએ મુખ્યમંત્રી અશોક ગેહલોતને 25 સપ્ટેમ્બરે વિધાનસભા અધ્યક્ષ સી પી જોશીને તેમના સમર્થનમાં રાજીનામાં આપનાર ધારાસભ્યોના રાજીનામાં પાંચ ખેંચી લેવા માટે આદેશ કર્યો છે.

  સંસદીય બાબતોના પ્રધાન શાંતિ ધારીવાલે વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને ગેહલોતની છાવણીના ધારાસભ્યોને તેમના રાજીનામા પાછા લેવા માટે કોલ આપ્યો હતો. પાર્ટીમાંના સૂત્રોનું કહેવું છે કે 23 જાન્યુઆરીથી રાજસ્થાન વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવાનું છે અને જો ત્યાં સુધી આ રાજીનામાં પાછા નહિ લેવાય તો રાજસ્થાન સરકાર વધુ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

  શું છે આખો મુદ્દો

  અશોક ગેહલોતના વફાદાર માનવામાં આવતા રાજસ્થાન કોંગ્રેસના 92 ધારાસભ્યોએ જો ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાય તો આગામી મુખ્યમંત્રી તરીકે સચિન પાયલટની ઉમેદવારીનો વિરોધ કરવા માટે 25 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનમાં તેમના નિવાસસ્થાને વિધાનસભા અધ્યક્ષને તેમના રાજીનામા પત્રો સુપરત કર્યા હતા. ધારાસભ્યોએ કેબિનેટ મંત્રી શાંતિ ધારીવાલના નિવાસસ્થાને બેઠક કરીને આ નિર્ણય લીધો હતો.

  - Advertisement -

  ગેહલોતે કહ્યું હતું કે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ઉમેદવારી પત્રો ભરશે પરંતુ ટૂંક સમયમાં રેસમાંથી બહાર થઈ ગયા હતા, કેમ કે તેઓ પાયલોટ માટે પોતાની રાજસ્થાનની ખુરશી છોડવા તૈયાર નહોતા. જે બાદ માત્ર પીઢ નેતાઓ શશિ થરૂર અને મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે મેદાનમાં રહ્યા હતા.

  કોંગ્રેસ નેતા સચિન પાયલટ રાજસ્થાનમાં કોંગ્રેસની 2018ની ચૂંટણીની જીતના રચેતા હતા પરંતુ ગેહલોત સીએમ બન્યા હતા. 2020માં બળવો કરનાર પાયલોટ સાથે આ સારું થયું ન હતું, પરંતુ ગાંધી પરિવારે વચન આપ્યું હતું કે આગામી ચૂંટણીઓમાં તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તે પછી તેઓ પાર્ટીમાં પાછા રહ્યા હતા.

  આ જ કારણ છે કે ગેહલોતના વફાદારોએ સીએમ માટે પાયલોટની ઉમેદવારીનો વિરોધ કર્યો હતો અને 2020માં જ્યારે યુવા કોંગ્રેસ નેતાએ બળવો કર્યો હતો ત્યારે રાજસ્થાન સરકારને ટેકો આપનાર કોઈને સીએમ ચહેરો બનાવવા માંગતા હતા.

  ભાજપે લગાવ્યો આરોપ ‘ગેહલોત સરકાર અમાન્ય છે’

  આ જ દરમિયાન રાજસ્થાનમાં વિપક્ષના ઉપનેતા રાજેન્દ્ર સિંહ રાઠોડે કહ્યું છે કે રાજ્ય એક એવી અસંવિધાનિક સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે જેને વિધાનસભાનો વિશ્વાસ પ્રાપ્ત નથી. રાઠોડે કહ્યું, “કાનૂનમાં રાજીનામાં પાછા લેવાનું કોઈ પ્રાવધાન નથી. સ્પીકરને રાજીનામુ સોંપનાર ધારાસભ્યોને ધારાસભ્ય બની રેહવાની મંજૂરી ન મળવી જોઈએ.”

  રાઠોડે એમ પણ કહ્યું કે રાજીનામુ આપ્યા બાસ પણ આ ધારાસભ્યોએ સરકારી સુવિધાઓનો પૂરો ફાયદો ઉઠાવ્યો છે અને અસંવિધાનિક નીતિગત નિર્ણયો લીધા છે. તેમને કહ્યું, “આ ધારાસભ્યોના નામ જનતાની સામે આવવા જોઈએ જેથી તેઓને પણ ખ્યાલ આવે કે કોણે કોણે રાજીનામાં આપ્યા છે.”

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં