ખુલ્લી તલવારો ખાલિસ્તાની પોસ્ટરો સાથે પંજાબમાં ખાલિસ્તાનની માંગ ફરી એકવાર માથું ઉંચકી રહી છે. આનો પુરાવો સોમવાર (6 જૂન 2022) ના રોજ જોવામાં આવ્યો જ્યારે સેંકડો લોકો ઓપરેશન બ્લુ સ્ટારની વર્ષગાંઠ પર સુવર્ણ મંદિરના દરવાજા પર પહોંચ્યા, ખાલિસ્તાનીના નારા લગાવ્યા. આ દરમિયાન લોકો હાથમાં ખુલ્લી તલવારો ખાલિસ્તાની પોસ્ટરો સાથે આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલેના ફોટા વાળા પોસ્ટર લઈને ફરતા જોવા મળ્યાં હતા.
#WATCH | Punjab: A group of people gathers at the entrance to the Golden Temple in Amritsar, raises pro-Khalistan slogans and carries posters of Khalistani separatist Jarnail Bhindranwale. pic.twitter.com/zTu9ro7934
— ANI (@ANI) June 6, 2022
એકત્ર થયેલા ટોળાએ જરનૈલ સિંહ ભિંડરાનવાલેના બેનરો અને પોસ્ટરો લહેરાવતા લહેરાવતા સુવર્ણ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગેટ પર જ તે લોકોને અટકાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોસિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 42 સેકન્ડના વીડિયોમાં સેંકડો ખાલિસ્તાન સમર્થક શીખો હાથમાં ખુલ્લી તલવારો અને પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરતા જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે 38 વર્ષ પહેલા આજના દિવસે જ (6 જૂન 1984) આર્મીનું ઓપરેશન બ્લુ સ્ટાર સમાપ્ત થયું હતું. આ દિવસે સેનાએ અમૃતસરના સુવર્ણ મંદિરમાં આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલેને ઠાર માર્યો હતો અને મંદિરને અને લોકોને આતંકવાદીઓના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા.
રિપોર્ટ અનુસાર, કટ્ટરપંથી સંગઠનોએ ઓપરેશન બ્લુ સ્ટારની વર્ષગાંઠ વચ્ચે અમૃતસરમાં બંધનું એલાન આપ્યું છે. “દલ ખાલસા” નામના કટ્ટરપંથી સંગઠને ઓપરેશન બ્લુ સ્ટારના વિરોધમાં અનેક જગ્યાએ પોસ્ટર લગાવ્યા છે. મામલાની ગંભીરતાને જોતા અમૃતસરમાં 7000 સુરક્ષા જવાન તૈનાત કરવામાં આવ્યા છે. આમ છતાં ખાલિસ્તાની સમર્થકો સુવર્ણ મંદિર પહોંચ્યા.
ભગવંત માનની અકાલ તખ્તના જત્થેદાર સાથે મુલાકાત
આ પહેલા રવિવારે, પંજાબના સીએમ ભગવંત માને ઓપરેશન બ્લુ સ્ટારની વર્ષગાંઠ પહેલા સુવર્ણ મંદિરમાં માથું નમાવ્યું હતું અને ત્યારબાદ અકાલ તખ્તના જથેદાર ગિયાની હરપ્રીત સિંહ સાથે બંધ બારણે બેઠક કરી હતી. જો કે અંદર કેવા પ્રકારની ઘટનાઓ બની તે જાહેર કરી શકાયું નથી.
રવિવારે જ કટ્ટરપંથી શીખ સંગઠનો બબ્બર ખાલસા, શિરોમણી અકાલી દળ (અમૃતસર) અને અન્ય બીજા ઘણા ખાલિસ્તાન સમર્થક સંગઠનો અને લોકોએ તથાકથિત સ્વતંત્રતા કૂચ કરી હતી. આ દરમિયાન ખાલિસ્તાનની આઝાદીની માંગ સાથે નારા લગાવવામાં આવ્યા હતા.