Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાબાંગ્લાદેશના હિંદુ મંદિરમાં તોડફોડ, માતાજીની મૂર્તિઓ ખંડિત કરાઈ: આરોપી ખલીલ મિયાંની ધરપકડ,...

    બાંગ્લાદેશના હિંદુ મંદિરમાં તોડફોડ, માતાજીની મૂર્તિઓ ખંડિત કરાઈ: આરોપી ખલીલ મિયાંની ધરપકડ, સ્થાનિક હિંદુઓની કડક કાર્યવાહીની માંગ

    દુર્ગા મંદિરના પ્રમુખ જગદીશ દાસે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપસર ફરિયાદ દાખલ કરાવી હતી, જેના આધારે આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    પાડોશી દેશ પાકિસ્તાનમાં અવારનવાર હિંદુ સમુદાય સાથે અત્યાચારની ઘટના સામે આવતી રહે છે. તાજેતરમાં જ એક મંદિર પર હુમલાની ઘટના સમયે આવી હતી. હવે બાંગ્લાદેશના એક હિંદુ મંદિરમાં તોડફોડ થવાની ઘટના સામે આવી છે, જ્યાં ખલીલ મિયાં નામના એક વ્યક્તિએ મા દુર્ગાના મંદિરમાં ઘૂસી જઈને તોડફોડ કરીને માતાજીની મૂર્તિને ખંડિત કરી હતી.

    મળતી માહિતી મુજબ, આ ઘટના બાંગ્લાદેશના નિયામતપુર ગામની ઘટના છે. અહીં સ્થિત દુર્ગા મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને મૂર્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. મંદિર પર હુમલો કરનાર આરોપીની ઓળખ ખલીલ મિયાં તરીકે થઇ છે. હાલમાં તેની પોલીસે ધરપકડ કરી છે. બ્રાહ્મણબારિયા જિલ્લાના નિયામતપુર ગામના મંદિરમાં તોડફોડ થયા હોવાના સમાચાર સ્થાનિક હિંદુઓને મળતાં જ હોબાળો મચી ગયો હતો. તેમણે આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આ દરમિયાન સ્થાનિકો અને આરોપી વચ્ચે ઝપાઝપી પણ થઇ હોવાનું અહેવાલો જણાવે છે.

    નિયામતપુરના દુર્ગા મંદિરના મહંત જગદીશ દાસે જણાવ્યું હતું કે, આ ઘટનાથી સ્થાનિક હિંદુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે ન્યાયની માંગ કરી છે. બીજી તરફ, બ્રાહ્મણબારિયાના પોલીસ અધિક્ષક મોહમ્મદ શકવાટ હુસૈને આરોપીની ધરપકડની પુષ્ટિ કરી હતી, પરંતુ તેણે આ ઘટનાને શા માટે અંજામ આપ્યો હતો તે અંગે હજુ સુધી પોલીસ જાણકારી મેળવી શકી નથી. રિપોર્ટ અનુસાર, આરોપી ખલીલ મિયાં નિયામતપુર ગામમાં તેની બહેનના ઘરે મળવા આવ્યો હતો અને તે સમયે તેણે આ કારસ્તાન કર્યું હતું. દુર્ગા મંદિરના પ્રમુખ જગદીશ દાસે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપસર ફરિયાદ દાખલ કરાવી હતી, જેના આધારે આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    અગાઉ પણ મંદિરોમાં થઇ ચૂકી છે તોડફોડ

    પાડોશી દેશ બાંગ્લાદેશમાં અગાઉ ફેબ્રુઆરી મહિનામાં હિંદુ મંદિરોમાં તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી હતી. ઉપદ્રવીઓએ એક પછી એક હિંદુ મંદિરોમાં ઘૂસીને તોડફોડ કરીને મૂર્તિઓ તોડી નાંખીને રસ્તા ઉપર ફેંકી દીધી હતી. મૂર્તિઓના હાથ-પગ તોડી નાંખવામાં આવ્યા હતા તો કેટલીક મૂર્તિઓ તળાવમાં ફેંકી દેવામાં આવી હતી. જે ઘટનાને લઈને હિંદુઓએ ન્યાય મળે તે માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

    અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો પર હુમલો થયો હોય કે હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય. ભૂતકાળમાં હિંદુ મંદિરો, તેમનાં ઘરો વગેરેને નિશાન બનાવવામાં આવ્યાં હોવાના મામલા સામે આવી ચૂક્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં