Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબાંગ્લાદેશમાં ફરી હિંદુ મંદિરો પર હુમલો: 14 મંદિરોમાં તોડફોડ, મૂર્તિઓ તોડીને રસ્તા...

    બાંગ્લાદેશમાં ફરી હિંદુ મંદિરો પર હુમલો: 14 મંદિરોમાં તોડફોડ, મૂર્તિઓ તોડીને રસ્તા પર ફેંકી દેવાઈ, સ્થાનિક હિંદુઓની કડક કાર્યવાહીની માંગ

    ઉપદ્રવીઓએ એક પછી એક હિંદુ મંદિરોમાં ઘૂસીને તોડફોડ કરીને મૂર્તિઓ તોડી નાંખીને રસ્તા ઉપર ફેંકી દીધી હતી.

    - Advertisement -

    પાડોશી ઇસ્લામિક દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી સતત હિંદુઓ અને તેમનાં ધાર્મિક સ્થળો પર થતા અત્યાચારોના સમાચાર સામે આવતા રહે છે. તાજો મામલો બાંગ્લાદેશમાંથી સામે આવ્યો છે, જ્યાં 14 જેટલાં મંદિરોમાં ઘૂસી જઈને તોડફોડ કરી હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી. 

    ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, આ મામલો બાંગ્લાદેશમાં સ્થિત બલિયાગી વિસ્તારનો છે. ઘટના શનિવાર અને રવિવારની રાત્રિ દરમિયાન બની હોવાનું કહેવાય છે. ઉપદ્રવીઓએ એક પછી એક હિંદુ મંદિરોમાં ઘૂસીને તોડફોડ કરીને મૂર્તિઓ તોડી નાંખીને રસ્તા ઉપર ફેંકી દીધી હતી. મૂર્તિઓના હાથ-પગ તોડી નાંખવામાં આવ્યા હતા તો કેટલીક મૂર્તિઓ તળાવમાં ફેંકી દેવામાં આવી હતી.

    સ્થાનિક હિંદુઓએ મીડિયાને જણાવ્યું હતું કે, કેટલીક મૂર્તિઓ ખંડિત હાલતમાં મળી આવી હતી તો કેટલીક મંદિરોની નજીક આવેલા તળાવમાંથી મળી હતી. એક સ્થાનિકે જણાવ્યું કે, આ વિસ્તાર હંમેશા શાંતિપ્રિય રહ્યો છે અને આટલાં વર્ષોમાં આવું ક્યારેય બન્યું ન હતું. જેના કારણે સ્થાનિક હિંદુઓ આઘાતમાં છે. 

    - Advertisement -

    સ્થાનિક હિંદુ આગેવાને મીડિયાને જણાવ્યું હતું કે, તેઓ સિંદૂરપિંડી વિસ્તારમાં આવેલા હરિબસરના મંદિરમાં સાંજે ચાર વાગ્યે ગયા હતા અને ત્યાં જઈને જોયું તો મંદિરની તમામ મૂર્તિઓ ખંડિત હાલતમાં હતી. તેમણે કહ્યું કે, આ બહુ દુઃખદ અને આઘાતજનક છે અને આ મામલે પારદર્શક તપાસ થાય તેવી અમે માંગ કરીએ છીએ.

    અન્ય એક કાશીનાથ સિંઘ નામના સ્થાનિકે કહ્યું કે, અમે આઘાતમાં છીએ. જે કોઈ પણ આ કૃત્યમાં સામેલ હોય તેમની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવવી જોઈએ. 

    સ્થાનિક પોલીસે આ ઘટનાને શાંતિ અને સાંપ્રદાયિક સદ્ભાવનાને ડહોળવાનો પ્રયાસ ગણાવી છે. પોલીસ અધિકારીઓએ તાત્કાલિક આ મામલે તપાસ કરીને આરોપીઓને પકડી લેવા માટે બાહેંધરી આપી હતી. ઘટના બાદ ડેપ્યુટી કમિશનરે પણ સ્થળની મુલાકાત લીધી હતી અને તપાસના આદેશ આપ્યા હતા. 

    મંદિરની મૂર્તિઓ તોડવામાં કોણ સામેલ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અનુસાર, મામલાની તપાસ ચાલી રહી છે અને પૂર્ણ થયે જ આરોપીઓની વિગતો સામે આવી શકશે. 

    અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો પર હુમલો થયો હોય કે હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય. ભૂતકાળમાં હિંદુ મંદિરો, તેમનાં ઘરો વગેરેને નિશાન બનાવવામાં આવ્યાં હોવાના મામલા સામે આવી ચૂક્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં