Monday, September 9, 2024
More
    હોમપેજદુનિયાબાંગ્લાદેશમાં ફરી હિંદુ મંદિર પર હુમલોઃ બ્રિટિશકાલીન મંદિરમાં ઘૂસેલા ઉગ્રવાદીઓએ મા કાલીની...

    બાંગ્લાદેશમાં ફરી હિંદુ મંદિર પર હુમલોઃ બ્રિટિશકાલીન મંદિરમાં ઘૂસેલા ઉગ્રવાદીઓએ મા કાલીની પ્રતિમા તોડી, માથું અડધો કિલોમીટર દૂર રોડ પર ફેંકી દીધું

    મુસ્લિમ બહુમતીવાળા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા સામાન્ય છે. એટલું જ નહીં, સગીર હિંદુ છોકરીઓના અપહરણ અને બળાત્કારની ઘટનાઓ પણ સામે આવતી રહેતી છે. સતત અત્યાચારને કારણે બાંગ્લાદેશમાં હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે. ત્યાંની 16.9 કરોડની વસ્તીમાં હિંદુઓ લગભગ 10 ટકા છે.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં હિંદુઓ પ્રત્યે નફરતના કારણે તેમના પર અને તેમના ધર્મસ્થાનો પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. શુક્રવારે (7 ઓક્ટોબર 2022), ઇસ્લામિક કટ્ટરપંથીઓએ ફરી એકવાર કાલી મંદિર પર હુમલો કર્યો અને મૂર્તિઓની તોડફોડ કરી હતી. પ્રતિમાના માથાનો ટુકડો અડધો કિલોમીટર દૂર ફેંકી દેવામાં આવ્યો હતો.

    બાંગ્લાદેશના ઝેનાઈદહ જિલ્લાના દૌતિયા ગામમાં બ્રિટિશ કાળનું કાલી મંદિર છે. શુક્રવારે, કટ્ટરપંથીઓએ કાલી મંદિર પર હુમલો કરીને મૂર્તિનું માથું તોડી નાખ્યું, તેને લઈ ગયા અને લગભગ અડધા કિલોમીટર દૂર રસ્તા પર ફેંકી દીધું હતું. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. બીજી તરફ પોલીસનું કહેવું છે કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.

    મંદિર સમિતિના પ્રમુખ સુકુમાર કુંડાએ જણાવ્યું કે આ મંદિરમાં અંગ્રેજોના સમયથી પૂજા થતી આવી રહી છે. અહીં થોડા દિવસોથી મંદિરો પર થતા હુમલાઓમાં વધારો થયો છે, તેમ છતાં આ મંદિરમાં સુરક્ષાના કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

    - Advertisement -

    કુંડાએ જણાવ્યું હતું કે સવારે 3-4 વાગ્યે હુમલાખોરો મંદિરમાં પ્રવેશ્યા હતા અને કોઈ પણ પ્રકારના ભય વિના મૂર્તિઓની તોડફોડ કરી હતી કારણ કે ત્યાં કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી. તેમણે કહ્યું કે આ હુમલામાં કોઈ વ્યક્તિને નુકસાન થયું નથી. હુમલાની જાણ પોલીસને કરવામાં આવી છે.

    બાંગ્લાદેશ પૂજા સેલિબ્રેશન કાઉન્સિલના જનરલ સેક્રેટરી અને ઢાકા યુનિવર્સિટીના પ્રોફેસર ચાંદનાથ પોદ્દારે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં 10 દિવસ લાંબી દુર્ગા પૂજા સમાપ્ત થયાના 24 કલાકની અંદર આ ઘટના બની હતી. ઝિનૈદહના એએસપી અમિત કુમાર બર્મને કહ્યું કે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. અજાણ્યા શખ્સો સામે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

    ગયા વર્ષે પણ દુર્ગા પૂજા દરમિયાન ચાંદપુર જિલ્લામાં એક હિંદુ મંદિર પર ટોળાએ હુમલો કર્યો હતો અને મૂર્તિઓની તોડફોડ કરી હતી. આ સાથે 3 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હુમલા બાદ બાંગ્લાદેશ હિંદુ એકતા પરિષદે વડાપ્રધાન શેખ હસીના પાસે લઘુમતી સમુદાયને સુરક્ષા આપવાની માંગ કરી હતી.

    મુસ્લિમ બહુમતી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા સામાન્ય છે. એટલું જ નહીં, સગીર હિંદુ છોકરીઓના અપહરણ અને બળાત્કારની ઘટનાઓ પણ સામે આવી છે. સતત અત્યાચારને કારણે બાંગ્લાદેશમાં હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે. ત્યાંની 16.9 કરોડની વસ્તીમાં હિંદુઓ લગભગ 10 ટકા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં