Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલાલસિંહ ચઢ્ઢા વખતે અકડ દેખાડનારી કરીના કપૂર ખાન હવે તેના શૌહરની ફિલ્મ...

    લાલસિંહ ચઢ્ઢા વખતે અકડ દેખાડનારી કરીના કપૂર ખાન હવે તેના શૌહરની ફિલ્મ પ્રમોટ કરવા નીકળી પડી, ‘વિક્રમ વેધા’ વિશે કહ્યું કે…

    ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢા વખતે ચર્ચામાં રહેલી બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન ફરી ચર્ચામાં આવી.

    - Advertisement -

    તાજેતરમાં બોલીવુડ ફિલ્મ કલાકારોને સનાતન ધર્મ પ્રત્યેની તેમની ઘૃણા અને જાહેર જીવનમાં “ઘમંડી” વર્તનના કારણે ઉપરાછાપરી બોયકોટ થવું પડયું હતું. જેના કારણે બોલીવુડને હજારો કરોડનું નુકસાન વેઠવું પડ્યું હતું. તેવામાં પોતાના ઘમંડના કારણે અગાઉ બોયકોટ થયેલી કરીના કપૂર શૌહરને પ્રમોટ કરવા મથામણ કરતી જોવા મળી રહી છે. 30 સપ્ટેમ્બરે રીલીઝ થનારી સૈફ અલી ખાન અને હૃત્વિક રોશન સ્ટારર ફિલ્મ ‘વિક્રમ વેધા’ ફિલ્મના પ્રમોશન દરમિયાન કરીના કપૂરની પ્રતિક્રિયાઓ વિશે જાણવા મળ્યું છે.

    મળતી માહિતી મુજબ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સૈફને ફિલ્મ વિશે કરીનાની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવ્યું હતું, જેના પર તેણે કહ્યું કે, “તે (કરીના) ખરેખર ખુશ હતી. તેને લાગ્યું કે આ ફિલ્મ શાનદાર છે અને મારો અભિનય તેમાં ખરેખર સારો છે. ફિલ્મના ઈન્ટરવલમાં કરીનાએ મને કહ્યું, “માય ગોડ આ એક બ્લોકબસ્ટર ફિલ્મ છે.”

    વિક્રમ વેધાને બોયકોટ કરવાની માંગ ઉઠી

    - Advertisement -

    વિક્રમ વેધાની રિલીઝ પહેલા સૈફ અલી ખાનનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સૈફ અલી ખાન કહેતો જોવા મળી રહ્યો છે કે તે પોતાના પુત્રનું નામ રામના નામ પર રાખી શકતો નથી. તો બીજી તરફ આ જ વીડિયોમાં કરીના પણ તેના પુત્ર તૈમુરનું નામ લઈને મુઘલોના વખાણ કરતી જોવા મળે છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે અને વિક્રમ વેધાને બોયકોટ કરવાની માંગ કરી રહ્યા છે.

    આ વીડિયોમાં સૈફ અલી ખાન કહેતા જોવા મળે છે કે, “હું મારા પુત્રનું નામ સિકંદર નથી રાખી શકતો અને તેનું નામ વાસ્તવિક રીતે રામ તો રાખી જ ન શકું, તો પછી સારું મુસ્લિમ નામ કેમ ન રાખું?”

    આ વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં ફરી એક વાર બોલીવુડ ફિલ્મને બોયકોટ કરવાની માંગ તીવ્ર બની છે, તો બીજી તરાફ ‘વરની વહું વરને વખાણે’વાળી કરીનાની વાત કેટલી સાર્થક જાય છે તે જોવું રહ્યું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં