Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરેપર કાન્યે વેસ્ટે એક દિવસમાં ગુમાવ્યા 16 હજાર કરોડ, મોટી કંપનીઓએ કરાર...

    રેપર કાન્યે વેસ્ટે એક દિવસમાં ગુમાવ્યા 16 હજાર કરોડ, મોટી કંપનીઓએ કરાર રદ કરી નાંખ્યા: યહૂદીઓ વિશે કર્યું હતું વિવાદિત ટ્વિટ

    એડિડાસે કાન્યે વેસ્ટ સાથેની પાર્ટનરશિપ ખતમ કરતાં રેપરની ટિપણીઓને ‘નફરતભરી અને ખતરનાક’ ગણાવી હતી. 

    - Advertisement -

    પ્રખ્યાત રેપર કાન્યે વેસ્ટે એક જ દિવસમાં 2 બિલિયન ડોલર એટલે કે 16 હજાર કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. તેનું કારણ તેનું એક ટ્વિટ છે, જેમાં યહૂદીઓ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ અને વિરોધ થયા બાદ મોટી કંપનીઓએ પણ તેની સાથેના કરાર રદ કરી દીધા હતા. 

    રિપોર્ટ્સ અનુસાર, એડિડાસ, બલેન્સીઆગા, ગેપ અને વોગ જેવી મોટી કંપનીઓએ કાન્યે સાથેની પાર્ટનરશિપ ખતમ કરી દીધી છે. આ કંપનીઓએ વેસ્ટના મર્ચન્ડાઈઝ પણ પોતાના સ્ટોર પરથી હટાવી દીધી છે તેમજ તેની સાથે સબંધિત વેબસાઈટ પણ બંધ કરી દીધી છે. એડિડાસે કાન્યે વેસ્ટ સાથેની પાર્ટનરશિપ ખતમ કરતાં રેપરની ટિપણીઓને ‘નફરતભરી અને ખતરનાક’ ગણાવી હતી. 

    9 ઓક્ટોબરના રોજ કાન્યે વેસ્ટે એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું, ‘I’m a bit sleepy tonight but when I wake up I’m going death con 3 On JEWISH PEOPLE.’ આ ટ્વિટને લઈને વિવાદ સર્જાયો હતો. સાધારણ શબ્દોમાં, આ ટ્વિટમાં કાન્યેએ ત્રણ યહૂદીઓની હત્યાની વાત કહી છે. સાથે જ તેમણે યુએસ મિલિટરીનો ડિફેન્સ કોડ DEFCON પણ વાપર્યો છે. આ ટ્વિટને યહૂદી વિરોધી ગણાવીને અનેક લોકોએ વિરોધ કર્યો હતો. 

    - Advertisement -

    ત્યારબાદ એડિડાસ જેવી કંપનીઓએ પણ તેમની સાથેના કરાર રદ કરી દીધા હતા. કંપનીએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, તેઓ આ પ્રકારની અભદ્ર ભાષા ચલાવી શકે તેમ નથી, તેમની આ પ્રકારની ટિપ્પણી અસ્વીકાર્ય છે. તેઓ કંપનીની નિષ્પક્ષતા, વિવિધતા અને સમાનતાના મૂલ્યોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, જેથી કંપની તેમની સાથેના કરાર સમાપ્ત કરી રહી છે. 

    ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને કાન્યે વેસ્ટે લખ્યું કે, તેમને 2 બિલિયન ડોલર એટલે કે લગભગ 1,64,57,54,00,000 રૂપિયાનું નુકસાન થયું છે. તેમણે લખ્યું કે, ‘મેં એક દિવસમાં 2 બિલિયન ડોલર ગુમાવ્યા છે, અને છતાં હજુ જીવું છું. આ ‘લવ સ્પીચ’ છે. હું હજુય તમને ચાહું છું, ઈશ્વર પણ તમને ચાહે છે. પૈસાનું મહત્વ નથી, લોકોનું છે.’

    કાન્યે વેસ્ટની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ (તસ્વીર: News18)

    બીજી તરફ, ફોર્બ્સ અનુસાર, મોટી બ્રાન્ડ્સે ડીલ તોડી નાંખ્યા પહેલાં વેસ્ટની નેટવર્થ 2 બિલિયન ડોલર હતી. એડિડાસ સાથે વેસ્ટની પાર્ટનરશિપ 1.5 બિલિયન ડોલર થઇ હતી. પરંતુ હવે તેમની નેટવર્થ 400 મિલિયન રહી ગઈ છે. જેની સાથે તેઓ ફોર્બ્સના બિલીનીયર લિસ્ટમાંથી બહાર થઇ ગયા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં