Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમજૂનાગઢ: સાહિલ મુલતાનીએ લગ્નની લાલચ આપી એક સગીર સહિત બે બહેનો પર...

    જૂનાગઢ: સાહિલ મુલતાનીએ લગ્નની લાલચ આપી એક સગીર સહિત બે બહેનો પર કર્યો બળાત્કાર, પોક્સો હેઠળ ગુનો નોંધાયા બાદ ધરપકડ

    સાહિલ લતીફ મુલતાની જૂનાગઢ જિલ્લાનો રહેવાસી છે. તેણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને જૂનાગઢની નજીક આવેલા એક ગામમાં રહેતી 17 વર્ષીય સગીરાનો સંપર્ક કર્યો હતો અને તેની સાથે મિત્રતા કેળવી હતી.

    - Advertisement -

    એવા અનેક કિસ્સાઓ સામે આવતા રહ્યા છે કે મુસ્લિમ યુવક સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતી કે સગીરાને ફસાવે અને ત્યારબાદ લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચરે. આવી જ એક ઘટના જૂનાગઢ જિલ્લામાંથી સામે આવી રહી છે. જેમાં સાહિલ લતીફ મુલતાની નામના મુસ્લિમ યુવકે એક 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ પોલીસ ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને વધુ એક ઘટસ્ફોટ થયો હતો કે આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યા સિવાય અન્ય એક યુવતીને પણ ફસાવી હતી અને તેની સાથે પણ બળાત્કાર કર્યો હતો. આ યુવતી અને સગીરા બંને પારિવારિક બહેનો થતી હતી અને બંનેને અંધારામાં રાખી સાહિલે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    મળતી માહિતી અનુસાર સાહિલ લતીફ મુલતાની જૂનાગઢ જિલ્લાનો રહેવાસી છે. તેણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને જૂનાગઢની નજીક આવેલા એક ગામમાં રહેતી 17 વર્ષીય સગીરાનો સંપર્ક કર્યો હતો અને તેની સાથે મિત્રતા કેળવી હતી. જે બાદ તેને લગ્નની લાલચ આપી ફોસલાવી પ્રેમમાં પાડી હતી. એ પછી તે સગીરાને લગ્નની લાલચ આપી એક ખાનગી સ્કૂલ પાસેથી ભગાડી ગયો હતો. ત્યારબાદ ગેસ્ટ હાઉસમાં લઈ જઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.

    પોલીસે ગુનો નોંધી કરી હતી ધરપકડ, અન્ય યુવતી સાથે દુષ્કર્મ કર્યું હોવાનો ઘટસ્ફોટ

    દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસે આરોપી સાહિલ વિરુદ્ધ POCSO હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ શખ્સે એક 23 વર્ષીય યુવતી પર પણ 27 એપ્રિલ 2023થી 21 ઓકટોબર 2023ના સમયગાળામાંમાં જૂનાગઢના વિલીગ્ડન ડેમ પાસે જંગલમાં દુષ્કર્મ આચર્યું હતું અને સગીરા અને યુવતી બંને વચ્ચે પારિવારિક સંબંધ પણ હતો. જે બાદ 21 ઓક્ટોબરે રાત્રે પોલીસે પીડિત યુવતીની ફરિયાદ પણ લીધી હતી.

    - Advertisement -

    પોલીસે POCSO સહિતની કલમો હેઠળ નોંધ્યો ગુનો

    યુવતીની ફરિયાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. જે બાદ ભવનાથ પોલીસ સ્ટેશનના PSI એન.વી. આંબલીયાએ સાહિલ મુલતાની વિરુદ્ધ કલમ 376 મુજબ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. આ યુવકે સગીરા ઉપરાંત એક યુવતી સાથે પણ દુષ્કર્મ કર્યું હોવાનો ખુલાસો થતાં જૂનાગઢ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે POCSO અને દુષ્કર્મ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

    વડોદરામાં પણ બની હતી આવી ઘટના

    ગુજરાતમાં આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે. થોડા સમય પહેલાં વડોદરામાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી જેમાં માહિર હબીબભાઇ અજમેરી નામના એક મુસ્લિમ યુવકે એક હિંદુ યુવતીને લગ્નની લાલચ આપી અને પોતે ફેક્ટરીનો માલિક હોવાનું કહી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં પણ આરોપી માહિરે યુવતીને સોહસિયલ મીડિયાના માધ્યમથી ફસાવી હતી. ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરી હતી અને તેને લગ્નની લાલચ આપી ફોસલાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતીની ફરિયાદના આધારે મકરપુરા પોલીસે FIR દાખલ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં