Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા: ઇન્સ્ટાગ્રામ પર હિંદુ યુવતી સાથે મિત્રતા કરી, વારંવાર દુષ્કર્મ કર્યું, ફેક્ટરી...

    વડોદરા: ઇન્સ્ટાગ્રામ પર હિંદુ યુવતી સાથે મિત્રતા કરી, વારંવાર દુષ્કર્મ કર્યું, ફેક્ટરી હોવાનું કહીને લાખો પડાવ્યા- મુસ્લિમ યુવકની ધરપકડ

    યુવતીએ બજરંગ દળનો સંપર્ક કરતાં હિંદુ સંગઠનના કાર્યકર્તાએ સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે માહિરની કોઈ ફેક્ટરી નથી અને તે જર્જરિત સ્થળે કોટન વર્કસનું કામ કરે છે.

    - Advertisement -

    વડોદરામાં એક મુસ્લિમ શખ્સે હિંદુ યુવતીને લલચાવી, ફોસલાવીને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચરવાનો અને પોતાની ફેક્ટરી હોવાનું કહીને લાખો રૂપિયા પડાવી લીધા હોવાનો મામલો સામે આવ્યો છે. 

    આરોપીની ઓળખ માહિર હબીબભાઇ અજમેરી તરીકે થઇ છે. તેણે વડોદરાની 21 વર્ષીય હિંદુ યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કરી હતી અને ત્યારથી અનેક વખત બળજબરીથી શારીરિક સબંધો બાંધ્યા હતા. યુવતીની ફરિયાદના આધારે મકરપુરા પોલીસે આરોપી સામે FIR દાખલ કરી છે. 

    FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જેમાં પીડિત યુવતીએ તે તેની માતા સાથે વડોદરામાં રહેતી હોવાનું અને હાલ MS યુનિવર્સીટીમાં અભ્યાસ કરતી હોવાનું જણાવ્યું છે. તેના પિતાનું થોડા સમય પહેલાં અવસાન થઇ ગયું હતું અને તે તેની માતાનું એકમાત્ર સંતાન છે. માતા ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. 

    - Advertisement -

    પાંચેક વર્ષથી હતા સબંધો 

    ફરિયાદ અનુસાર, વર્ષ 2017-18માં તેને ઇન્સ્ટાગ્રામ ઉપર Maahikhan નામના આઈડી પરથી ‘Hi’નો મેસેજ મળ્યો હતો અને ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઇ અને જેમાં યુવકે પોતાનું નામ માહિર હબીબભાઈ અજમેરી હોવાનું જણાવ્યું હતું. 

    20 દિવસની વાતચીત બાદ માહિરે તેને મળવા માટે બોલાવી હતી અને ત્યારબાદ બંને ફિલ્મ જોવા માટે ગયાં હતાં. પછીથી બંને વચ્ચે વોટ્સએપ ઉપર પણ વાતચીત શરૂ થઇ અને દરમ્યાન બે-ત્રણ વખત માહિર તેને ફિલ્મ જોવા માટે લઇ ગયો હતો. થોડા સમય બાદ યુવતીએ જિમમાં જવાનું શરૂ કર્યું હતું તો ત્યાં માહિર પણ સાથે જતો હતો. 

    બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ 

    યુવતીએ જણાવ્યું કે વર્ષ 2020માં એક બપોરે તે ઘરમાં હતી અને તેની માતા ઉપરના માળે ટ્યુશનમાં હતી ત્યારે માહિર તેના ઘરે આવી પહોંચ્યો હતો અને રૂમમાં વાત કરવાના બહાને લઇ જઈને શરીર સુખ માણવા માટે કહ્યું હતું. જેની ઉપર યુવતીએ ઇનકાર કરતાં તેણે લગ્નની લાલચ આપીને મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો હતો અને કોઈને ન કહેવા માટે ધમકી આપી હતી. 

    ઘટનાના એકાદ વર્ષ બાદ યુવતી ઘરે એકલી હતી ત્યારે ફરી માહિર ઘરે આવી ચડ્યો હતો અને યુવતીએ ના પાડતાં તેને તેમના શારીરિક સબંધો વિશે બધાને જાણ કરી દેવાની ધમકી આપીને બે-ત્રણ લાફા ઝીંકી દીધા હતા અને સબંધ ન બાંધવા દે તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. યુવતીએ કહ્યું કે, તે ઘટના બાદ પણ છેક ફેબ્રુઆરી સુધી આરોપીએ તેની સાથે બળજબરીથી શરીર સુખ માણ્યું હતું.

    ફેક્ટરી હોવાનું કહીને પૈસા પડાવ્યા, હકીકત સાવ જુદી 

    પીડિતાની ફરિયાદ અનુસાર, માહિર સાથે ઓળખાણ થયા બાદ તેણે 2021માં એક કંપની ચાલુ કરવાનું કહીને પૈસાની માંગણી કરી હતી. અવારનવાર પૈસાની માંગણીને સંતોષતાં યુવતીએ સમયે-સમયે ઓનલાઇન માધ્યમથી કુલ 1 લાખ 77 હજાર 810 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. એટલું જ નહીં તેની માતા પાસેથી પણ માહિરે મોટી ફેક્ટરી હોવાનું કહીને 1 લાખ 20 હજાર રૂપિયા લીધા હતા. યુવતીનું કહેવું છે કે આ રકમ હજુ સુધી તેમને પરત મળી નથી.

    આખરે યુવતીએ બજરંગ દળનો સંપર્ક કરતાં હિંદુ સંગઠનના કાર્યકર્તાએ સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે માહિરની કોઈ ફેક્ટરી નથી અને તે જર્જરિત સ્થળે કોટન વર્કસનું કામ કરે છે. ત્યારબાદ યુવતીએ બજરંગ દળ કાર્યકર્તાઓ સાથે જઈને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

    પીડિતાની ફરિયાદના આધારે વડોદરા પોલીસે આરોપી માહિર અજમેરી સામે IPCની કલમ 376(n)(2), 406, 323, 506(2) હેઠળ કેસ દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી. હાલ વધુ તપાસ ચાલી રહી છે. 

    વડોદરામાં હિંદુ યુવતી સાથે દુષ્કર્મ અને છેતરપિંડીને લઈને વધુ જાણકારી આપતાં બજરંગ દળ સંયોજક કેતનભાઈ ત્રિવેદીએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, બજરંગ દળ કાર્યકર્તાઓએ અગત્યની ભૂમિકા ભજવીને હિંદુ યુવતીને જાળમાંથી છોડાવી છે અને પોલીસનો સંપર્ક કરીને સમયસર ફરિયાદ નોંધાવતાં આરોપીની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં