Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતજૂનાગઢ: માંગરોળની મદરેસામાં તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર મૌલાના અબ્બાસને 3...

    જૂનાગઢ: માંગરોળની મદરેસામાં તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર મૌલાના અબ્બાસને 3 દિવસના રિમાન્ડ; મૌલવીને ભાગવામાં મદદ કરનાર ટ્રસ્ટી દાઉદને જેલભેગો કરાયો

    મામલતદાર સમક્ષ રજૂ કરી મૌલાનાની ઓળખ પરેડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન મૌલાનાની આ કૃત્યમાં તેની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે નહિ, તથા હમણાં સુધી કેટલા બાળકો ભોગ બન્યા, વેગરે જેવી પૂછપરછ હાથ ધરવામાં આવશે.

    - Advertisement -

    થોડા દિવસો પહેલાં જૂનાગઢ જિલ્લાના એક મદરેસામાં બાળકનું શોષણ થયું હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. મદરેસાનો મૌલાના અબ્બાસ અવારનવાર બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. ભોગ બનેલા બાળકોમાંથી એક તરુણે તેની માતાને આ વિશે જાણ કરી હતી જે બાદ તેની માતાએ માંગરોળ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે વધુ તપાસ કરતાં મૌલાના અને ટ્રસ્ટી બંને મળીને બાળકોનું શોષણ કરતાં હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હવે એ જાણવા મળી રહ્યું છે કે આરોપી મૌલાના અબ્બાસની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેના 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે. જ્યારે તેને ભાગવામાં મદદ કરનાર ટ્રસ્ટીને પણ જેલ ભેગો કરવામાં આવ્યો છે.

    જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સ્થિત જામિયા ઈસ્લામિયા અરબીયા કાશિકુલ ઉલ્લુમ એજ્યુકેશન ટ્રસ્ટ મદરેસાના મૌલાના અબ્બાસ સમેજાએ મદરેસામાં રહેતા તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જે બાદ તેના પર ગુનો નોંધાયો હતો અને પોલીસ તેને શોધી રહી હતી. જ્યારે આરોપી મદરેસા છોડીને ફરાર થઈ ગયો હતો. જે બાદ માંગરોળ પોલીસે સુરતથી આરોપી મૌલાના અબ્બાસની ધરપકડ કરી છે. સાથે જ ટ્રસ્ટી મુફ્તી દાઉદ ફકીરાએ મૌલાના અબ્બાસને ભગાડવામાં મદદ કરી હતી. આથી તેની જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ અને માંગરોળ પોલીસે ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને જેલ ભેગો કરવાનો હુકમ કર્યો છે. સાથે જ પોલીસે મદરેસાના મૌલાના અબ્બાસના ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને આગળની તપાસ હાથ ધરી છે.

    મૌલાના ત્રણ દિવસના રિમાન્ડ પર

    તપાસનીશ CPI એસ.આઈ. મધરાએ જણાવ્યું હતું કે, માંગરોળમાં આવેલા મદરેસાના મૌલાના અબ્બાસને રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ તેના ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવવામાં આવ્યા છે. મામલતદાર સમક્ષ રજૂ કરી મૌલાનાની ઓળખ પરેડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન મૌલાનાની આ કૃત્યમાં તેની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે નહિ, તથા હમણાં સુધી કેટલા બાળકો ભોગ બન્યા, વેગરે જેવી પૂછપરછ હાથ ધરવામાં આવશે.

    - Advertisement -

    શું હતી સમગ્ર ઘટના?

    ઘટના એવી હતી કે થોડા દિવસો પહેલાં રાત્રિના અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં મદરેસામાં મજહબી અભ્યાસ કરતાં બાળકને મૌલાના અબ્બાસે તેના રૂમમાં પગ દબાવવા માટે બોલાવ્યો હતો. પરંતુ પગ દબાવવાનું બહાનું આપી હવસખોર મૌલાનાએ તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. સાથે ધમકી પણ આપી હતી કે જો કોઈને આ વાત કહેશે તો તેને મદરેસામાંથી કાઢી મૂકવામાં આવશે. ત્યારબાદ તરુણે હિંમત કરીને આ વાત મદરેસાના ટ્રસ્ટી મુફ્તી દાઉદ ફકીરાને કહી હતી. પરંતુ તેણે પણ તરુણને ધમકી આપી કોઈને આ વાત ન કહેવાનું જણાવ્યું હતું.

    પીડિત બાળકે આ વિશે તેની માતાને જાણ કરી હતી. જે બાદ તેની માતા મદરેસા આવી હતી અને ટ્રસ્ટીને આ વિશે ફરિયાદ કરી હતી. પરંતુ ટ્રસ્ટીએ તેની માતાને પણ ધમકી આપી હતી જે બાદ તેની માતા માંગરોળ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને બનાવની તમામ જાણકારી પોલીસ વિભાગને આપી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ વિભાગે મદરેસામાં તપાસ આદરી હતી. જે બાદ જાણવા મળ્યું હતું કે મૌલાનાએ અને ટ્રસ્ટીએ અનેક વિદ્યાર્થીઓ સાથે પણ આ પ્રકારનું વર્તન કર્યું હતું.

    પોલીસે વધુ પુરાવા એકઠા કરવા માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી. માંગરોળ પોલીસ સ્ટેશનમાં મદરેસાના મૌલાના અબ્બાસ સમેજા અને ટ્રસ્ટી મુફ્તી દાઉદ ફકીરા વિરુદ્ધ કલમ 337, 506(2), 323, 144, 135 અને POCSO એકટની કલમ 4, 8, 12, 17, 5(સી) વગેરે મુજબ ગુનો નોંધાયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં