Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘દોસ્તી કરો નહીં તો ઉઠાવી લઈશું’: ઝારખંડની શાળામાં મુસ્લિમ યુવકોએ હથિયારો લહેરાવીને...

    ‘દોસ્તી કરો નહીં તો ઉઠાવી લઈશું’: ઝારખંડની શાળામાં મુસ્લિમ યુવકોએ હથિયારો લહેરાવીને વિદ્યાર્થીનીઓને ધમકાવી, મારપીટ અને છેડતીનો પણ આરોપ

    મુસ્લિમ યુવકો એકાદ અઠવાડિયાથી હેરાન કરતા હોવાની શાળાની વિદ્યાર્થીનીઓની ફરિયાદ, મામલો પોલીસ મથકે પહોંચ્યો.

    - Advertisement -

    ઝારખંડ રાજ્ય હાલ સતત ખોટાં કારણોસર વિવાદમાં રહ્યું છે ત્યારે ત્યાંથી જ એક નવો મામલો સામે આવ્યો છે, જ્યાં એક શાળામાં કેટલાક મુસ્લિમ યુવકો હથિયારો ઉઠાવીને ઘૂસી ગયા હતા અને હિંદુ છોકરીઓને ધમકી આપીને તેમની સાથે મિત્રતા કરવાનું દબાણ કર્યું હતું. લગભગ એકાદ અઠવાડિયાથી આવી ધમકીઓ સતત મળી રહી હોવાનું હિંદુ વિદ્યાર્થીનીઓનું કહેવું છે. 

    મામલો ઝારખંડ રાજ્યના પાટનગર રાંચીના એક નગરનો છે. જ્યાં એક શાળામાં આસપાસના કેટલાક મુસ્લિમ યુવકો હથિયારો લહેરાવતા ઘૂસી ગયા હતા અને નવમા ધોરણની વિદ્યાર્થીનીઓને ધમકી આપતાં કહ્યું હતું કે, મિત્રતા કરો નહીં તો ઉઠાવી લઈશું. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કર્યો તો તેમને પણ ધમકીઓ આપવામાં આવી હતી. 

    ડરી ગયેલી વિદ્યાર્થીનીઓએ આ બાબતની જાણ શિક્ષકો અને વાલીઓને કરી હતી. જે બાદ શાળા પરિસરમાં એક બેઠક પણ થઇ હતી. બેઠક બાદ સમગ્ર મામલે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી છે. વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે લગભગ એક અઠવાડિયાથી આદિવાસી અને અન્ય હિંદુ છોકરીઓને આ પ્રકારે ધમકીઓ આપવામાં આવી રહી છે. 

    - Advertisement -

    ઘણા સમયથી વિદ્યાર્થીનીઓને હેરાન કરવામાં આવ્યા બાદ ગત 5 સપ્ટેમ્બરે આરોપીઓએ શાળામાં લગાવવામાં આવેલ જનરેટરમાં નુકસાન કર્યું હતું અને પછી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ સામે હથિયારો ઉઠાવીને ધમકી આપી હતી તો કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે મારપીટ પણ કરી હતી. આ બાબતની જાણ ગામલોકોને થતાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

    રિપોર્ટ અનુસાર, વાલીઓએ ફિરદૌસ અન્સારી, સુહૈલ અન્સારી. મુઝમ્મિલ અન્સારી, તૌફિક અન્સારી અને જમીલ અન્સારી સામે સ્થાનિક પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે જણાવ્યું કે, તમામ સામે કેસ દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

    વિદ્યાર્થીનીઓએ વધુમાં જણાવ્યું હતું કે કેટલાક યુવક આસપાસના અન્ય યુવકોને બોલાવીને શાળા અને આસપાસની જગ્યાઓએ અડ્ડો જમાવીને બેસે છે અને નશાયુક્ત પદાર્થોનું સેવન કરતા રહે છે. એટલું જ નહીં, પરંતુ તેઓ શાળાની દીવાલ કૂદીને અંદર પણ ઘૂસી જતા હોવાની અને વિદ્યાર્થીનીઓની છેડતી કરતા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી. 

    જાણવા મળ્યું છે કે આરોપીઓ પૈકીના કેટલાક હજુ શાળામાં ભણે છે, જ્યારે કેટલાકને કાઢી મૂકવામાં આવ્યા છે. 

    આ મામલે શાળામાં એક બેઠક પણ આયોજિત કરવામાં આવી હતી અને જેમાં શાળાના શિક્ષકો, જનપ્રતિનિધિઓ, વાલીઓ અને અન્ય ગામલોકો હાજર રહ્યા હતા. બેઠકમાં આરોપીઓના વાલી પણ આવ્યા હતા. જ્યારે બેઠક પહેલાં કેટલાક નેતાઓએ વિદ્યાર્થીનીઓના ઘરે જઈને તેમની પાસેથી તમામ વિગતો મેળવી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં