Sunday, October 6, 2024
More
    હોમપેજદેશ'તમે હશો સેલિબ્રિટી.... પરંતુ...': 'જયા અમિતાભ બચ્ચન' સાંભળીને ઉકળ્યા SP સાંસદ જયા,...

    ‘તમે હશો સેલિબ્રિટી…. પરંતુ…’: ‘જયા અમિતાભ બચ્ચન’ સાંભળીને ઉકળ્યા SP સાંસદ જયા, તો સભાપતિ ધનખડે પણ આપ્યો રોકડો જવાબ

    ધનખડે જયાને જવાબ આપતા કહ્યું, "જયાજી, તમે ખૂબ પ્રતિષ્ઠા હાંસલ કરી છે. તમે જાણો છો કે અભિનેતા પણ નિર્દેશકની સૂચના પર કામ કરે છે. હું મારી જગ્યાએથી જે જોવું છું એ તમે જોઈ શકતા નથી."

    - Advertisement -

    9 ઓગસ્ટે સપા સાંસદ જયા અમિતાભ બચ્ચન (Jaya Amitabh Bachchan) રાજ્યસભામાં ફરી ગુસ્સે થયા હતા. રાજ્યસભાના સભાપતિ અને ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તેમને જયા અમિતાભ બચ્ચન તરીકે સંબોધતા તેઓ ઉકળી ઉઠ્યા હતા. સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) સાંસદ, જયા બચ્ચને રાજ્યસભામાં પોતાના પરિચયમાં જયા અમિતાભ બચ્ચન જ લખેલું છે. આ અગાઉ પણ તેઓ આ મુદ્દો સંસદમાં ઉઠાવી ચૂક્યા છે. આ વખતે સભાપતિએ પણ તેમને રોકડો જવાબ આપ્યો હતો. સાથે જ વિપક્ષ સભાપતિ વિરુદ્ધ અવિશ્વવાસ પ્રસ્તાવ લાવી શકે છે, જ્યારે સત્તાપક્ષ આ આખી ઘટનાને લઈને નિંદા પ્રસ્તાવ લાવશે.

    શુક્રવાર, 9 ઓગસ્ટે રાજ્યસભાના સત્ર દરમિયાન અધ્યક્ષ જગદીપ ધનખડે (Jagdeep Dhankhar) જયા બચ્ચનનો સંબોધનનો વારો આવતા તેમને જયા અમિતાભ બચ્ચન કહીને બોલાવ્યા. આ બાબત પર જયા બચ્ચન ગુસ્સે ભરાઈ ગયા હતા. તેઓ અધ્યક્ષને કહ્યું, “હું, જયા અમિતાભ બચ્ચન, કહેવા માંગુ છું કે હું એક કલાકાર છું, હું હાવભાવ સમજું છું. અને સર, મહેરબાની કરીને મને માફ કરો પણ તમારો સ્વર સ્વીકાર્ય નથી, આપણે સહકર્મીઓ છીએ સર, ભલે તમે ત્યાં બેઠા હોવ. મને યાદ છે જ્યારે હું શાળામાં હતી…” આટલું બોલતાં જ સભાપતિ ધનખડે તેમને અટકાવી દીધા હતા.

    સભાપતિ ધનખડે જયા બચ્ચનને અટકાવી તેમને પોતાની સીટ પર બેસવા કહ્યું. અધ્યક્ષ વારંવાર જયાને પોતાની સીટ પર બેસવાનું કહેતા રહ્યા. પરંતુ તેઓ પોતાની જગ્યા પર બેસ્યા નહીં. જયાના જિદ્દી વલણને જોઈને સત્તાધારી પક્ષે પણ હોબાળો શરૂ કર્યો હતો. આ બાદ ધનખડે જયાને જવાબ આપતા કહ્યું, “જયાજી, તમે ખૂબ પ્રતિષ્ઠા હાંસલ કરી છે. તમે જાણો છો કે અભિનેતા પણ નિર્દેશકની સૂચના પર કામ કરે છે. હું મારી જગ્યાએથી જે જોવું છું એ તમે જોઈ શકતા નથી.”

    - Advertisement -

    સભાપતિ ધનખડે આગળ કહ્યું, “હું દરરોજ એક જ વાત કહેવા નથી માંગતો કે હું મર્યાદા લાંઘી બોલનારો વ્યક્તિ નથી.” વધુમાં તેમણે કહ્યું, “તમે સેલિબ્રિટી છો, પરંતુ તમારે ડેકોરેમ (સંસદના નિયમો) સમજવું પડશે. માત્ર તમારી જ પ્રતિષ્ઠા છે એવું નથી, અહીં જે બેઠા છે તેમની પણ પ્રતિષ્ઠા છે.”

    ઉલ્લેખનીય છે કે જયા બચ્ચને પોતાના નામ પાછળ અમિતાભ બચ્ચનનું નામ બોલવા બાબતે આ ત્રીજી વખત હોબાળો કર્યો છે. આ અગાઉ જ્યારે રાજ્યસભા ઉપાધ્યક્ષ હરિવંશે તેમનું નામ ‘જયા અમિતાભ બચ્ચન’ તરીકે  લીધું હતું ત્યારે તેમની સામે, સમાજમાં લિંગ ભેદભાવ અને નારીવાદ વિશે દલીલો કરી હતી. સભાપતિ જગદીપ ધનખડને પણ તેઓ આ મુદ્દે બોલ્યા હતા. ત્યારે સભાપતિએ તેમને પોતાનું નામ બદલાવીને મૂકવા કહ્યું હતું. સભાપતિએ પોતે પણ પોતાનું નામ બદલાવ્યું છે તેનો હવાલો પણ આપ્યો હતો. ત્યારે આ વખતે ફરીથી આ મુદ્દો ઉપાડી તેમને અધ્યક્ષને બોડી લેંગ્વેજ સમજાવવાનું શરૂ કર્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં