જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) ખાતે નગરોટા પોલીસે (Nagarkota Police) એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ (Arrested) કરી હતી જે નગરોટાના જગટીમાં મૃત ગાય અને વાછરડાને ફેંકીને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા હતા. ધરપકડ બાદ સામે આવ્યું હતું કે પકડાયેલા આરોપીઓ પશુ તસ્કરો છે. તેઓ ગૌવંશની હત્યા કરીને ગૌવંશ હિંદુબહુલ વિસ્તારમાં ફેંકી આવતા હતા જેથી વિવાદ ઉભો થયા.
નોંધનીય છે કે આ અંગે જમ્મુ જિલ્લા પોલીસે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. પોસ્ટમાં લખ્યું હતું કે, “જમ્મુ પોલીસે નગરોટામાં ત્રણ કુખ્યાત પશુ દાણચોરોની ધરપકડ કરી છે, જેઓ સંવેદનશીલ વિસ્તારોમાં મૃત ગાયોને ડમ્પ કરીને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ટ્રક સાથે પકડાયેલ આરોપીઓ પર FIR નોંધી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસ ચાલુ છે.”
Jammu Police arrested three notorious bovine smugglers in Nagrota for attempting to disrupt communal harmony by disposing of dead cows in sensitive areas. The accused, charged under FIR Nos. 312/2024 and 331/2024, were apprehended with a truck. Investigations are ongoing. pic.twitter.com/2WvviXYlfj
— District Police Jammu (@Dis_Pol_Jammu) December 24, 2024
ઉલ્લેખનીય છે કે ધરપકડ કરાયેલા આરોપીઓમાં કોકરનાગ નિવાસી મુખ્તિયાર અહેમદ ઉર્ફે બિનિયા, ડેરા બાબા નિવાસી તારિક હુસૈન તથા રિયાસી રહેવાસી આરીફ હુસૈનનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ પ્રાથમિક પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે તેમણે મૃત ગાયોને બે વાર જગતીમાં ફેંકી દીધી હતી.
અહેવાલ અનુસાર રીંગરોડને અડીને આવેલા નગરોટાના જગટી-રાજયુર રોડ પર પોલીસ ચોકી ન હોવાને કારણે આ રોડ ગુનેગારો ખાસ કરીને પશુઓની તસ્કરી કરનારનો અડ્ડો બની ગયો હતો. આ દરમિયાન જ જ્યારે 24 ડિસેમ્બરે સવારે જ્યારે સ્થાનિક લોકો આ માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમને મૃત ઢોરની દુર્ગંધ આવી હતી.
આ દરમિયાન સ્થાનિકોએ ખાઈમાં ગાય અને વાછરડું મૃત હાલતમાં પડેલા જોયા હતા. જે મામલે તેમણે પોલીસને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે ધરપકડ કરાયેલ આરોપીઓનો જગટી જેવા હિંદુ બહુલ વિસ્તારમાં ગૌવંશ મારીને ફેંકવાનો ઉદ્દેશ ત્યાં હિંસા ભડકાવવાનો હતો. એવું પણ સામે આવ્યું હતું કે ગૌવંશને ફેંકવા માટે 2195 નંબરની ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે આ ટ્રક પણ જપ્ત કરી લીધી હતી.
આ પહેલાં પણ બન્યો હતો આવો મામલો
નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં ગૌવંશની તસ્કરીના આ અગાઉ પણ ઘણા મામલા સામે આવ્યા હતા. ગૌવંશની તસ્કરીને અને હત્યા મામલે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટે કહ્યું હતું કે ગૌવંશની હત્યા અને તસ્કરી જેવા મામલા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે. આ ટિપ્પણી ગૌવંશની હત્યા મામલે ધરપકડ કરાયેલ શકીલ અહેમદની અમ્મીએ તે નિર્દોષ છે એમ કહીને હાઇકોર્ટમાં જઈ તેની મુક્તિની માંગ કરી હતી.