Sunday, February 2, 2025
More
    હોમપેજદેશ‘કોર્ટમાં ચહેરો ઢાંકીને વકીલ પક્ષ ન મૂકી શકે, ચોક્કસ પોશાક જરૂરી’: જમ્મુ-કાશ્મીર...

    ‘કોર્ટમાં ચહેરો ઢાંકીને વકીલ પક્ષ ન મૂકી શકે, ચોક્કસ પોશાક જરૂરી’: જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટમાં નકાબ પહેરવાની જિદ્દ કરનાર મહિલા વકીલ સૈયદ એનનને કોર્ટની ફટકાર

    આ મામલે રજિસ્ટ્રાર જનરલે BCIના નિયમોની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે, એવી કોઈ જોગવાઈ નથી કે, કોઈ ચહેરો ઢાંકીને હાજર થઈ શકે. ઉપરાંત એવો નિયમ છે કે, બધા જ વકીલોએ નિશ્ચિત પોશાકમાં જ આવવું.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટે (Jammu-Kashmir And Laddakh High Court) એક કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, બાર કાઉન્સિલના (Bar Council Of India) નિયમો અનુસાર, કોઈપણ મહિલા વકીલને ચહેરો ઢાંકીને (Covered Face)કોર્ટમાં દલીલો કરવાની મંજૂરી નથી. નોંધનીય છે કે, કોર્ટમાં એક મુસ્લિમ મહિલા વકીલ નકાબ (Naqab) પહેરીને આવ્યા હતા, જે મામલે કોર્ટે આ ટિપ્પણી કરી હતી. ઉપરાંત કોર્ટે અદાલતી શિષ્ટાચાર જાળવવાની અને વ્યાવસાયિક ઓળખ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર પણ મૂક્યો હતો.

    અહેવાલ અનુસાર, 27 નવેમ્બરે જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ હાઇકોર્ટમાં એક મહિલા વકીલ હાજર થયા હતા. જેમણે તેમનું નામ સૈયદ એનન કાદરી જણાવ્યું હતું તથા પોતાનો ચહેરો નકાબ દ્વારા ઢાંકેલો હતો. આ દરમિયાન જે-તે મામલે સુનાવણી કરી રહેલ જસ્ટિસ રાહુલ ભારતીએ નકાબ મામલે વાંધો ઉઠાવ્યો હતો. તથા મહિલા વકીલને નકાબ હટાવવા પણ કહ્યું હતું.

    જોકે, મહિલા વકીલે નકાબ હટાવવાનો ઇનકાર કરી દીધો હતો અને પોતાના મૌલિક અધિકારોનો હવાલો આપ્યો હતો. ત્યારે જસ્ટિસ ભારતીએ સુનાવણી કરવાનો ઇનકાર કહીને કહ્યું હતું કે, આવી રીતે ચહેરો ઢાંકવા પર જે-તે વ્યક્તિની ઓળખ કરી શકાતી નથી. તેથી કોર્ટે સુનાવણી સ્થગિત કરીને આગળની તારીખ આપી હતી તથા રજિસ્ટ્રાર જનરલને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમો દ્વારા પુષ્ટિ કરવા કહ્યું હતું કે, શું એવો કોઈ નિયમ છે કે જેના દ્વારા મહિલા વકીલ ચહેરો ઢાંકીને હાજર થઈને કેસ લડી શકે?

    - Advertisement -

    વકીલોએ નિશ્ચિત પોશાકમાં જ થવાય હાજર

    આ મામલે રજિસ્ટ્રાર જનરલે BCIના નિયમોની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે, એવી કોઈ જોગવાઈ નથી કે, કોઈ ચહેરો ઢાંકીને હાજર થઈ શકે. ઉપરાંત એવો નિયમ છે કે, બધા જ વકીલોએ નિશ્ચિત પોશાકમાં જ આવવું. ત્યારે આ મામલે 13 ડિસેમ્બરે જસ્ટિસ મોક્ષ ખજૂરિયા કાઝમીએ તેમના આદેશમાં કહ્યું હતું કે, કોઈ વકીલ ચહેરો ઢાંકીને કોર્ટમાં હાજર થઈ શકે નહીં.

    જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટે કહ્યું હતું કે, “BCI દ્વારા નિર્ધારિત નિયમોમાં એવા કોઈ અધિકારનો ઉલ્લેખ નથી, જે કોઈ પણ મહિલા વકીલને નકાબ કે બુરખો પહેરીને કોર્ટમાં હાજર થવાની સંમતિ આપતો હોય.” કોર્ટે કહ્યું હતું કે, BCIની નિયમાવલીના ભાગ IVની કલમ 49-1માં મહિલા વકીલો માટે એક ચોક્કસ ડ્રેસ કોડ આપેલો છે. કોર્ટે કહ્યું કે, “આ નિયમોમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે, ન્યાયાલય સમક્ષ ઉપસ્થિત થવા માટે આ પ્રકારેની કોઈ પોશાક સ્વીકાર્ય છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં