Friday, September 20, 2024
More
    હોમપેજદેશજયપુરમાં દિનેશ નામના યુવકની હત્યા બાદ પોલીસ મથક બહાર પ્રદર્શન કરવા પહોંચ્યા...

    જયપુરમાં દિનેશ નામના યુવકની હત્યા બાદ પોલીસ મથક બહાર પ્રદર્શન કરવા પહોંચ્યા હિંદુઓ, સામેના મકાન પરથી ફેંકાયા પથ્થર: વિસ્તારમાં તણાવ

    ઘટના બાદ પોલીસે આરોપી શાહરૂખની ધરપકડ કરી લીધી હતી. હાલ તેના સાગરિતોની શોધખોળ ચાલી રહી છે. વાહન આગળ-પાછળ કરવાની બબાલમાં ઝઘડો થયો હતો.

    - Advertisement -

    જયપુરના (Jaipur) શાસ્ત્રીનગર વિસ્તારમાં વાહનો ટકરાવાની બાબતમાં વિવાદ થયા બાદ દિનેશ સ્વામી નામના એક યુવકને શાહરૂખ અને તેના મિત્રો ઢોર માર મારીને ભાગી ગયા હતા. ઘટનામાં દિનેશનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. આ ઘટનાથી નારાજ લોકો શનિવારે (17 ઑગસ્ટ, 2024) શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશન ખાતે વિરોધ કરી રહ્યા હતા. જ્યાં તેમની ઉપર પથ્થરમારાની ઘટના બની. જેના કારણે વાતાવરણ વધુ બગડ્યું હતું. આ દરમિયાન જ ઘટનાસ્થળે પહોંચેલા BJP ધારાસભ્ય અને IPS અધિકારી વચ્ચે બોલાચાલી થઈ હોવાની પણ માહિતી મળી હતી. આ સમગ્ર ઘટનાને કારણે જયપુરમાં વાતાવરણ તંગ બન્યું છે.

    અમર ઉજાલાના અહેવાલ મુજબ, શાસ્ત્રીનગર વિસ્તારમાં ઈ-રિક્ષામાં મુસાફરી કરી રહેલા લોકો સાથેની લડાઈમાં દિનેશ નામના યુવકના મૃત્યુ બાદ વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી. આ સાથે જ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ કરી રહેલા સમુદાયના લોકો પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, મામલો વકરતાં ધારાસભ્ય ગોપાલ શર્મા અને હવામહલના ધારાસભ્ય બાલ મુકુંદ આચાર્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વિરોધ કરી રહેલા લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન જ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ કરનારાઓ પર સામે આવેલા મકાનમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં હિંદુ સમુદાયના લોકોએ પણ પથ્થર ફેંક્યા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશનની બહાર બેઠેલા બે યુવકોની પોલીસે અટકાયત કરી હતી.

    આજ દરમિયાન સિવિલ લાઇન્સ ધારાસભ્ય ગોપાલ શર્મા અને IPS રાશિ ડોગરા વચ્ચે રકઝક પણ થઈ ગઈ હતી. ધારાસભ્ય અને તેમના સાથીઓએ પોલીસ પર ગેરવર્તનનો આરોપ પણ લગાવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે IPS રાશિ ડોગરા બળપ્રયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ધારાસભ્ય ગોપાલ શર્માએ કહ્યું કે અમે સંવેદનશીલ છીએ એટલે અમારા પર હુમલા થાય છે, પરંતુ આ ગુંડાગીરી વધુ સમય સુધી નહીં ચાલે. તેમણે પોલીસ સમક્ષ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. આ દરમિયાન ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યએ કહ્યું હતું કે ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.

    - Advertisement -

    16 ઓગસ્ટ, શુક્રવારે રાત્રે લગભગ 8.30 વાગે શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશન વિસ્તારના આઝાદ નગરમાં એક ઈ-રિક્ષા ચાલક અને સ્કૂટર ચાલક વચ્ચે વાહનને આગળ-પાછળ ખસેડવાને લઈને ઝઘડો થયો હતો. આ દરમિયાન ઈ-રિક્ષા પર સવાર કેટલાક યુવાનોએ સ્કૂટર સવાર દિનેશ સ્વામી અને તેના સાથી જીતેન્દ્રને માર માર્યો હતો. મારામારીના આ બનાવમાં દિનેશ સ્વામી ગંભીર રીતે ઘાયલ થયા હતા. મારામારી બાદ બંને પક્ષ પોતપોતાના ઘરે ગયા હતા. ઘરે પહોંચ્યા પછી દિનેશ બેચેની અનુભવવા લાગ્યા હતા. પરિવાર તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયો, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું. ત્યારબાદ ત્યાં મોટો હોબાળો સર્જાયો હતો.

    ઘટના બાદ પોલીસે આરોપી શાહરૂખની ધરપકડ કરી લીધી હતી. હાલ તેના સાગરિતોની શોધખોળ ચાલી રહી છે. એડિશનલ ડીસીપી (ઉત્તર) બજરંગ સિંહે કહ્યું છે કે મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં