ગત શુક્રવારે જુમ્માની નમાજ બાદ દેશભરમાં ઠેર ઠેર નૂપુર શર્મા વિરુદ્ધ પ્રદ્ર્શ્ન કરવાના બહાને હિંસા થઈ હતી. ઘણા મોટા શહેરોમાં ઇસ્લામવાદીઓએ ટોળાઓમાં રસ્તા પર નીકળીને રીતસરનો આતંક મચાવ્યો હતો, જેમાં ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં સ્થિતિ વધારે ખરાબ હતી. પરંતુ સુરતના તોફાનીઓ આતંક ફેલાવવાના પોતાના ટાર્ગેટમાં પાછળ રહી ગયા હોય તેવું એમની ચર્ચા બહાર આવતા ધ્યાને પડ્યું છે.
Nupur Sharma case: યુપી ઔર ઝારખંડ જેસા કરના હૈ, વીડિયો વાયરલ થતા જ સુરત પોલીસે 3 લોકોની કરી ધરપકડhttps://t.co/KZekr0q6Ic
— ABP Asmita (@abpasmitatv) June 12, 2022
સમાચાર અહેવાલ અનુસાર, પૂર્વ ભાજપ પ્રવકતા નૂપુર શર્માની કથિત વિવાદિત ટીપ્પણીને લઈ શુક્રવારે સુરતમાં પણ વિરોધ થઈ રહ્યો હતો. નાનપુરા કાદરશાની નાળમાં રોડ પર નૂપુર શર્માના ફોટા ઉપર બુટ પ્રિન્ટની છાપવાળા પોસ્ટરો લગાવનાર બે સુરતના તોફાનીઓ દ્વારા તે પોસ્ટર સાથે સાથેનો વિડીયો એક મેસેજ સાથે સોસીયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
તોફાનીઓએ પોતાના મેસેજમાં લખ્યું હતું કે ‘ભાઈ 40-50 પોસ્ટર જો છપે ઉસસે કામ નહિ હુઆ, અબ જ્યાદા છપાને પડેંગે, યુપી ઔર ઝારખંડ જૈસા કરના હૈ.’ આમ તેમણે જે પણ 40 50ની સંખ્યામાં પોસ્ટર છાપાવ્યા હતા તેનાથી સંતુષ્ટ નહોતા. તોફાનીઓએ ઝારખંડ અને યુપીમાં જે મોટા પાસે આતંક મચાવ્યો હતો તેવો આતંક તેમણે સુરતમાં ન મચાવી શક્યા તે માટે તેઓ નાખુશ જાણતા હતા. અને તેમણે પોતાના મેસેજમાં કહ્યું હતું કે ઝારખંડ અને યુપી જેવો આતંક ફેલાવવા તેમણે વધારે મહેનત કરવી પડશે.
વિડીયોના આધારે સુરતની અઠવા પોલીસે જાતે ફરિયાદી બની 3 મુસ્લિમ કટ્ટરવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે મોહંમદ તૌફીક શેખ અને સદ્દામ સૈયદે પોસ્ટરો ચોંટાડ્યા હતા. જ્યારે નુપુર શર્માના પોસ્ટરો નાનપુરાની પ્રિન્ટિંગની દુકાન પર ઈમરાનખાન પઠાણે છાપ્યા હતા. ત્રણ આરોપીઓમાંથી ઈમરાન સુરતના નાનપુરામાં રહે છે, જ્યારે તૌફીક અને સદ્દામ કાદરશાની નાળમાં રહે છે. તેમની ધરપકડ બાદ શક્ય છે કે પોલીસ તપાસમાં વધુ તોફાનીઓના નામ સામે આવે અને તેમની પણ ધરપકડ થાય.
સુરતમાં જ બીજા એક કિસ્સામાં હિંદુ યુવા સેનાએ ઉધના પોલીસમાં આવેદનપત્ર આપી મૌલાના ઈલ્યાઝ સરફુદીન સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આરોપ છે કે મૌલાનાએ એક ન્યુઝ ચેનલની ડિબેટમાં અપમાનજનક ધાર્મિક ટિપ્પણી કરી હતી.