Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજુમ્માની નમાઝ બાદ સતત સળગતાં રહ્યાં ભારતના વિવિધ શહેરો અને નગરો: ગુજરાતમાં...

    જુમ્માની નમાઝ બાદ સતત સળગતાં રહ્યાં ભારતના વિવિધ શહેરો અને નગરો: ગુજરાતમાં પણ અજંપાભરી શાંતિ

    નુપુર શર્માની કથિત ટીપ્પણીના વિરોધ રૂપે આજે ગુજરાત સહીત દેશભરમાં જુમ્માની નમાઝ બાદ તોફાનો ફાટી નીકળ્યા હતાં.

    - Advertisement -

    Alt ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈરે ટ્રોલ્સને નૂપુર શર્મા પર હુમલો કરવા પ્રોત્સાહિત કરવા પ્રોફેટ મોહમ્મદ પર કોમેન્ટ્રી સાથેનો તેનો વીડિયો શેર કર્યો ત્યારથી જ ઇસ્લામવાદીઓએ ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને તેના પરિવારને ઘેરવાનું અને ધમકી આપવાનું ચાલુ રાખ્યું છે. મે 2022 ના છેલ્લા અઠવાડિયે, એક સમાચાર ચર્ચા દરમિયાન, નૂપુર શર્માએ કથિતરૂપે પયગંબર મોહમ્મદ વિષે ટીપ્પણી કરી હતી જેને લઈને આજે ભારતમાં ઠેર ઠેર જુમ્માની નમાજ બાદ તોફાનો થયેલ જાણવા મળ્યા હતા.

    ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા વિરુદ્ધ ધાકધમકીનું અભિયાન અવિરતપણે ચાલુ રહ્યું છે, જેમાં સ્થાનિક અને વિદેશી ઇસ્લામવાદીઓ તેના લોહી માટે અધીરા બન્યા છે. બહુવિધ મૃત્યુ અને શિરચ્છેદની ધમકીઓ નૂપુર સામે આવી છે. ભારતના અલગ-અલગ રાજ્યોમાં તેના વિરુદ્ધ સંખ્યાબંધ FIR પણ દાખલ કરવામાં આવી છે. તેની કથિત ‘નિંદા’ અને ત્યારબાદ માફી માંગવા બદલ ભાજપમાંથી તેમને સસ્પેન્ડ કર્યા હોવા છતાં, ઇસ્લામવાદીઓએ તેને ધમકીઓ સાથે નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું છે. તેના માથા પર હવે રૂ. 20 લાખથી 1 કરોડ સુધીના અનેક ઇનામો જાહેર થયા છે.

    ગુજરાતના અમદાવાદ અને વડોદરામાં વિરોધ પ્રદર્શન

    10 જૂન, શુક્રવારના રોજ, પયગંબર મુહમ્મદ પર કથિત અપમાનજનક ટીપ્પણી કરવા બદલ ઇસ્લામવાદીઓના હુમલા હેઠળ આવતા ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ દેશભરના અનેક શહેરોમાં વધુ વિરોધ પ્રદર્શનો થયા છે. ગુજરાતનાં અમદાવાદ અને વડોદરામાં પણ ઇસ્લામીઓએ શુક્રવારની નમાજ બાદ અમુક વિસ્તાર બાનમાં લીધો હતો.

    - Advertisement -

    આજે બપોર બાદ ભારતના જુદા જુદા શહેરોમાંથી શુક્રવારની નમાજ બાદ ધમાલ થવાના એક પછી એક અહેવાલો આવવા માંડ્યા હતા. ગુજરાતનાં મુખ્ય શહેરો અમદાવાદ અને વડોદરા પણ આમાંથી બાકાત ન હતા. અમદાવાદનાં મિર્ઝાપુર અને ખાનપુરમાં પણ શુક્રવારની નમાજ બાદ મુસ્લિમોની મોટી ભીડ રસ્તા પર ઉતરી આવી હતી અને વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો.

    બીજી બાજુ વડોદરાના ગોરવા શાક માર્કેટ પાસે પણ જુમ્માની નમાજ બાદ ઈસ્લામિકોનું ટોળું રસ્તે ઉતરી આવ્યું હતું અને રસ્તા પર નૂપુર શર્મા અને નવીન જિંદાલના ફોટા લગાવીને વિરોધ કર્યો હતો. ટોળાએ નારાએ તકબીર અલ્લાહુ અકબરના નારા પણ લગાવ્યા હતા.

    ઉત્તરપ્રદેશના મોટા ભાગના શહેરોમાં ધમાલ

    આ પહેલા ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાંથી આ જ પ્રકારના સમાચાર મળ્યા હતા. યુપીના પ્રયાગરાજમાં જુમ્માની નમાજ બાદ ઇસ્લામીઓ દ્વારા મોટા પાયે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. પથ્થરમારો એટલો જોરદાર હતો કે પોલીસ જવાનોએ પોતાની સુરક્ષા માટે છુપાઈ જવાની ફરજ પડી હતી.

    આ દરમિયાન ઉત્તર પ્રદેશના સહારનપુર વિસ્તારમાં પણ આવો જ વિરોધ થયો હોવાનું જાણવા મળ્યું હતો. વિરોધ સ્થળ પરથી સામે આવેલા એક વીડિયોમાં હજારો ઈસ્લામવાદીઓ નૂપુર શર્મા વિરોધી સૂત્રોચ્ચાર કરતા રસ્તાઓ પર ભીડ કરતા જોઈ શકાયા હતા. પોલીસ દરમિયાનગીરી કરે છે અને ભીડને વિખેરવાનો પ્રયાસ કરે છે પરંતુ ભીડ દ્વારા કાબુ મેળવતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના દેવબંદ, લખનઉ, મુરાદાબાદ સહિત અનેક જિલ્લાઓમાં આ જ પ્રકારે જુમ્માની નમાજ બાદ તોફાનો થયા બાદ તોફાનીઓએ વિસ્તાર બાનમાં લીધો હતો.

    દિલ્હીની જામા મસ્જિદમાં ભારે વિરોધ પ્રદર્શન

    અહેવાલો અનુસાર, આજે શુક્રવારની અથવા જુમ્માની નમાઝ પછી, મોટી સંખ્યામાં લોકો દિલ્હીની જામા મસ્જિદની બહાર ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માનો વિરોધ કરવા માટે એકઠા થયા હતા. વિડીયો સામે આવ્યા છે જેમાં મુસ્લિમો ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા અને ભાજપના ભૂતપૂર્વ નેતા નવીન કુમાર જિંદાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને તેમની ધરપકડની માંગ કરી રહ્યા છે.

    ઝારખંડમાં પથ્થરમારો, વાહનોને આગ ચાંપી, પોલીસકર્મીઓ ઘાયલ

    ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નૂપુર શર્માની ધરપકડની માંગણી સાથે સેંકડો ઇસ્લામવાદીઓ સાથે વિરોધ ફાટી નીકળ્યા બાદ રાંચીમાં હનુમાન મંદિર પાસે ઉશ્કેરાયેલા ટોળાને કાબૂમાં લેતી વખતે પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલો પણ છે.

    અહેવાલો અનુસાર, શુક્રવારની નમાજ પછી રસ્તા પર ઉમટી પડેલા ટોળાએ પથ્થરમારો કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવા ઉપરાંત પોલીસને હવામાં ગોળીબાર કરવાની ફરજ પાડતા અનેક વાહનોને આગ ચાંપી અને તોડફોડ કરી હતી. હિંસા દરમિયાન અન્ય કેટલાક પોલીસ કર્મચારીઓની સાથે એક વરિષ્ઠ પોલીસ અધિકારી પણ ઘાયલ થયા હતા.

    વિરોધ પ્રદર્શન દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં એક પોલીસકર્મી પથ્થરમારો કરનારા ઇસ્લામવાદીઓનો સામનો કરવા માટે તેના ઉપરી અધિકારીઓ પાસેથી ભીખ માંગતો સાંભળી શકાય છે. પોલીસકર્મી તેના ઉપરી અધિકારીઓને વિનંતી કરતી વખતે પણ રડે છે.

    હૈદરાબાદની મક્કા મસ્જિદ ખાતે પ્રદર્શન

    દેશના ઘણા સ્થળોની જેમ, તેલંગાણાના હૈદરાબાદ શહેરમાં પણ વિરોધ ફાટી નીકળ્યો હતો, જેમાં ઇસ્લામવાદીઓ જુમ્માની નમાજ પછી મક્કા મસ્જિદની બહાર એકઠા થયા હતા. પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધની કથિત ‘નિંદાત્મક’ ટિપ્પણી માટે નૂપુર શર્મા વિરુદ્ધ દેખાવકારોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

    હૈદરાબાદ પોલીસે ઘટનાની નોંધ લેતા, ભારે દળ અને સીઆરપીએફ સ્ટાફને સ્થળ પર તૈનાત કર્યો હતો. અધિકારીઓએ પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને ઇસ્લામવાદીઓને સ્થળ પરથી વિખેર્યા. અહેવાલોમાં ઉલ્લેખ છે કે કલાપાથેર, મેહદીપટ્ટનમ, ચંદ્રયાનગુટ્ટા, શાહીનનગર, સૈદાબાદ અને શહેરના અન્ય સ્થળોએ પણ સમાન વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

    કલકત્તા, બંગાળમાં તોફાનીઓનો રસ્તાઓ પર કબ્જો

    હજારો ઇસ્લામવાદીઓ નૂપુર શર્મા સામે વિરોધ પ્રદર્શન કરવા માટે શુક્રવારની નમાઝ પછી કોલકાતાના પાર્ક સર્કસ 7-પોઇન્ટ ક્રોસિંગમાં રસ્તા પર ઉમટી પડ્યા હતા. વિરોધ દરમિયાન, ઈસ્લામવાદીઓએ કાળા ઝંડા લઈને શર્મા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. 7-પોઇન્ટ ક્રોસિંગ એ કોલકાતામાં બાલીગંજ, પાર્ક સ્ટ્રીટ અને પાર્ક સર્કસ જેવા મહત્વના વ્યાપારી વિસ્તારોને જોડતા સૌથી વ્યસ્ત આંતરછેદો પૈકીનું એક છે, અને ઇસ્લામવાદીઓએ શર્માનો વિરોધ કરવા માટે કલાકો સુધી આ રસ્તો બ્લોક રાખ્યો હતો, જેના કારણે મુસાફરોને ભારે અસુવિધા થઈ હતી.

    ઈસ્લામવાદીઓ કોલકાતાના પાર્ક સર્કસ વિસ્તારમાં વિરોધ દરમિયાન નૂપુર શર્માના પોસ્ટર પર ચપ્પલ ફેંકતા જોવા મળ્યા હતા. પોસ્ટર પર જૂતાના નિશાન પણ હતા, જે પૂર્વ બીજેપી પ્રવક્તાનો ઉપહાસ કરવા માટે બનાવાયા હતા.

    હાવરા, બંગાળમાં પણ ઠેર ઠેર તોફાનો

    સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં નૂપુર શર્મા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન પશ્ચિમ બંગાળના હાવરામાં એક પોલીસ બૂથ અને વાહનોને સળગાવી દેવામાં આવ્યા છે. ગઈકાલે, નૂપુર શર્માનું શિરચ્છેદ કરવાની માંગ સાથે હાવરામાં એક વિશાળ ટોળાએ શર્મા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

    મહારાષ્ટ્ર પણ જુમ્માની નમાજ બાદ તોફાનો

    અન્ય રાજ્યોની જેમ, ઇસ્લામવાદીઓએ પણ શુક્રવારે મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં વિરોધ પ્રદર્શનો કર્યા હતા, જેમાં સસ્પેન્ડ કરાયેલા બીજેપી પ્રવક્તા નૂપુર શર્મા અને તેમના ભૂતપૂર્વ પક્ષના સાથીદાર નવીન જિંદાલ સામે પ્રોફેટ મુહમ્મદ વિશેની ટિપ્પણી બદલ કાર્યવાહીની માંગણી કરી હતી.

    લગભગ 1,000 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 3,000 વિરોધીઓએ પનવેલ, નવી મુંબઈમાં, શર્મા અને જિંદાલની ધરપકડની માંગ સાથે કૂચ કરી હતી.

    સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, એક પ્રતિનિધિમંડળે પનવેલ તહસીલદારને એક મેમોરેન્ડમ પણ રજૂ કર્યું હતું. થાણે, ઔરંગાબાદ, સોલાપુર, નંદુરબાર, પરભણી, બીડ, લાતુર, ભંડારા, ચંદ્રપુર અને પુણે જિલ્લામાં પણ સમાન વિરોધ અને માર્ચ યોજવામાં આવી હતી. કેટલાક સ્થળોએ વિરોધ કરી રહેલા મુસ્લિમોએ નૂપુર શર્મા અને નવીન જિંદાલના પોસ્ટરો અને પૂતળા સળગાવ્યા હતા.

    આમ ભારતના લગભગ દરેક રાજ્યોમાં અને દરેક મોટા શહેરોમાં આજે જુમ્માની નમાજ બાદ તોફાનો થયા હતા. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ તોફાનીઓ પર શું પગલાં લેવામાં આવે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં