Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઈરાની મહિલાએ કાર્યક્રમના સ્ટેજ પર જ હિજાબ લહેરાવીને ફેંક્યો, લોકોએ તાળી પાડીને...

    ઈરાની મહિલાએ કાર્યક્રમના સ્ટેજ પર જ હિજાબ લહેરાવીને ફેંક્યો, લોકોએ તાળી પાડીને વધાવી લીધી: વિડીયો વાયરલ

    ઈરાનમાં હિજાબ વિરોધમાં આંદોલનનું મુખ્ય કારણ હિજાબના કારણે મહસા અમીની નામની મહિલાને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવી હતી, ત્યારબાદ આ મહિલાનું કસ્ટડીમાં જ મૃત્યુ થઇ ગયું હતું. આ ઘટનાથી ઈરાનમાં મહિલાઓએ ગુસ્સે થઇને આંદોલન ઉપાડ્યું હતું.

    - Advertisement -

    ઈરાનમાં ચાલી રહેલી હિજાબ વિરોધી ચળવળ થોભવાનું નામ નથી લેતી. છેલ્લા કેટલાય સમયથી ઈરાન પોતાના લોકોના વિરોધ સામે ઝઝૂમી રહ્યું છે. ઈરાની મહિલાઓ દ્વારા હિજાબ વિરોધી અંદોલન ચલાવી રહી છે. આ વિરોધના કારણે ઈરાની સરકાર થોડી નરમ પડી છે. આંદોલનકર્તાઓની કેટલીક માંગણીઓ સ્વીકારવા પણ તૈયાર થઇ છે. હવે મહિલાએ હિજાબને ફેક્યો તેનો વિડીઓ વાયરલ.

    મળતી નવી માહિતી મુજબ, ઈરાનની એક મહિલાને એટલા માટે કોલેજ કાર્યક્રમમાંથી કાઢવામાં આવી કારણ કે તેણે હિજાબ બરોબર નહોતો પહેર્યો. ઘટના એમ છે કે તેહરાન નેશનલ કાઉન્સિલ ફોર કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગમાં ગત 17 ફેબ્રુઆરીના રોજ વાર્ષિક સભાનું આયોજન હતું જેમાં ઝેનાબ કાઝેમપુર (Zeynab Kazempour) નામની મહિલાને એટલે કાઢી મુકવામાં આવી કારણ કે તેણે હિજાબ બરોબર નહોતો પહેર્યો. સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈને એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા માઈક લઈને બોલી રહી છે કે “”હું એવી વિધાનસભાને માનતી નથી, કે જ્યાં ઉમેદવારોને હિજાબ ન પહેરવા બદલ કાઢી કરવામાં આવતા હોય.” આટલું બોલ્યા બાદ તેનું માઈક બંધ કરી દેવામાં આવે છે. 

    મહિલા આટલું બોલી રહી હોય છે, ત્યારે સભામાં બેઠેલા લોકો તાળીઓથી તેની હિમ્મતને વધાવી લય છે. મહિલા પોતાનું વક્તવ્ય બોલીને મહિલાએ હિજાબને ઉતારી ફેક્યો અને મંચ પરથી ચાલતી થાય છે. જો કે તેના આ હિમ્મત ભર્યા પગલાનું લોકોએ ખુબ સમર્થન આપ્યું છે. આ વિડીઓ સોશિયલ મડિયામાં પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

    - Advertisement -

    ઈરાનમાં હિજાબ વિરોધમાં આંદોલનનું મુખ્ય કારણ હિજાબના કારણે મહસા અમીની નામની મહિલાને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવી હતી, ત્યારબાદ આ મહિલાનું કસ્ટડીમાં જ મૃત્યુ થઇ ગયું હતું. આ ઘટનાથી ઈરાનમાં મહિલાઓએ ગુસ્સે થઇને આંદોલન ઉપાડ્યું હતું. ઈરાન સરકારે આ આંદોલનને કચડી મુકવા માટે ખુબ જ ક્રુરતા આચરી હતી. પરંતુ આંદોલનકારીઓ માન્ય હતા નહિ. હાલમાં ઈરાન સરકારે થોડી પીછે હત કરી છે. ઈરાનની મોરલ પોલીસ વિભાગને ખતમ કરવા બાબતે પણ વિચારી રહી છે. આ પોલીસ શરિયા અનુસાર લોકોનું વર્તન છે કે નહિ તેનું ધ્યાન રાખે છે. આ સિવાય પણ હિજાબ બાબતે પણ સરકાર હવે નરમ વલણ બતાવી રહી છે, હિજાબ ફરજીયાત નહિ રહે તે બાબતે પણ વિચારી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં