હાલ દેશમાં જુદા જુદા ચરણોમાં ચૂંટણીની કામગીરી ચાલી રહી છે. આગામી 7 મેના દિવસે ત્રીજા ચરણમાં ગુજરાતભરમાં વોટિંગ થવાનું છે. તેવામાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. હાલ અનલોફૂલ એક્ટિવિટીઝ ટ્રિબ્યુનલે બેન કરાયેલ આતંકી સંગઠન SIMIના 12 શકમંદોનું નામ અને ફોટાવાળુ લિસ્ટ બહાર પાડ્યું છે. જે બાદ તેમની શોધખોળ શરૂ થઈ ગઈ છે.
TV9ના અહેવાલ અનુસાર ભારતના અનલોફૂલ એક્ટિવિટી ટ્રિબ્યુનલે હાલ વડોદરા ખાતે આતંકી સંગઠન SIMI સાથે સંકળાયેલ 12 શકમંદોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં સદાબ પાનવાલા, મહમંદ હનીફ શેખ સહિત 12 આતંકીઓનો સમાવેશ થાય છે.
Search Operations underway to find 12 suspects related to banned terrorist organization SIMI#Vadodara #Gujarat #TV9Gujarati pic.twitter.com/PNkKloKWkx
— Tv9 Gujarati (@tv9gujarati) May 3, 2024
આ યાદી બહાર પડતાની સાથે જ પોલિસ સહિત તમામ એજન્સીઓ તેમને શોધવાના કામમાં લાગી ગઇ છે. હાલમાં ગુજરાતમાં ચૂંટણી પણ ચાલી રહી છે અને આગામી 7 તારીખ લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત મતદાન પણ થવાનું છે. તેવામાં રાજ્યમાં કોઇ અનિચ્છનીય ઘટના ના બને એ માટે સૌ એજન્સીઓ સતર્ક બની છે.
લિસ્ટમાં કોના કોના નામ
- ડો. સાદાબ રાજેભાઇ પાનવાલા – (રહે. વાડી) – ડોક્ટર
- ઇરફાન મહંમદ ખાનસાહેબ – (રહે. વાડી) – ફેબ્રિકેશન
- અલ્તાફહુસૈન હનસભાઇ મન્સુરી – (રહે. ફતેપુરા) – કન્સ્ટ્રક્શન
- મહંમદ હનીફ ગુમાલ મોયુદિન શેખ – (રહે. નાની છીપવાડ) – ફેબ્રિકેશન
- ઇમરાન મોહંમદ હુસેન ઘીવાલા – (રહે. વાડી) – કોમ્પ્યુટર રીપેરીંગ
- અલ્તાફ હુસૈન મહંમદ હુસૈન શેખ – (રહે. યાકુતપુરા) – વકીલાત
- આસીફ ઇકબાલ બોડાવાલા – (રહે. પાણીગેટ) – મોબાઇલ દુકાન
- આબીદઅલી મુસા સૈયદ – (રહે. યાકુતપુરા) – ફેબ્રિકેશન
- નાશીર અમીનસાહેબ કુરેશી (રહે છીપવાડ) – લેબર કોન્ટ્રાક્ટર તથા કન્સ્ટ્રક્શન
- દિલાવરમહેંદી અબ્દુલરજાક ઘીવાલા – (રહે. વાડી) – ટાઇપીસ્ટ
- આસીફ ઉસ્માન શેખ – (રહે. તાંદલજા) – આલીયા ડ્રેસીસ
- મહંમદ રફી ઉર્ફે બાબા ઇકબાલ શેખ – (રહે. વાડી) – વાયરમેન
2001થી સતત SIMI પર છે પ્રતિબંધ, છેલ્લે જાન્યુઆરી 24માં વધારાઈ હતી અવધિ
આતંકવાદી સંગઠન SIMI ભારતની સંપ્રભુતા, સુરક્ષા અને અખંડતાને જોખમમાં મુકવા તેમજ આતંકવાદ ફેલાવવા તેમજ શાંતિ અને સાંપ્રદાયિક સદભાવનાને હાની પહોંચાડવામાં સંમેલિત હતું. ભારતને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માટેના ધ્યેય સાથે કામ કરતા SIMI અનેક આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલુંહતું. વર્ષ 2001થી દર પાંચ વર્ષે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે.
છેલ્લે જાન્યુઆરી 2024માં ગૃહમંત્રી અમિત શાહના આદેશ બાદ આતંકવાદી સંગઠન SIMI (સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા) પર ભારત સરકારે વધુ 5 વર્ષ માટે પ્રતિબંધ લાગુ પાડ્યો હતો. દેશના ગૃહ મંત્રાલયે UAPA હેઠળ ‘સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા’ (SIMI)ને ગેરકાયદેસર સંગઠન તરીકે જાહેર કરીને વધુ પાંચ વર્ષ માટે બેન કરી દીધું હતું.