Monday, April 29, 2024
More
    હોમપેજદેશભારતમાં ઇસ્લામી સત્તા સ્થાપિત કરવા માંગતા આતંકી સંગઠન 'SIMI' પર પ્રતિબંધ વધારાયો:...

    ભારતમાં ઇસ્લામી સત્તા સ્થાપિત કરવા માંગતા આતંકી સંગઠન ‘SIMI’ પર પ્રતિબંધ વધારાયો: કેન્દ્ર સરકારે વધુ 5 વર્ષ માટે બેન કરવાના આપ્યા આદેશ

    આતંકવાદી સંગઠન SIMI ભારતની સંપ્રભુતા, સુરક્ષા અને અખંડતાને જોખમમાં મુકવા તેમજ આતંકવાદ ફેલાવવા તેમજ શાંતિ અને સાંપ્રદાયિક સદભાવનાને હાની પહોંચાડવામાં સંમેલિત હતું. ભારતને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માટેના ધ્યેય સાથે કામ કરતા SIMI અનેક આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલું હતું.

    - Advertisement -

    આતંકવાદી સંગઠન SIMI (સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા) પર ભારત સરકારે વધુ 5 વર્ષ માટે પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો છે. દેશના ગૃહ મંત્રાલયે UAPA હેઠળ ‘સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI)’ને ગેરકાયદેસર સંગઠન તરીકે જાહેર કરીને વધુ પાંચ વર્ષ માટે બેન કરી દીધું છે. આ પહેલા પાંચ વર્ષ પહેલા તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે આતંકવાદી સંગઠન SIMI ભારતની સંપ્રભુતા, સુરક્ષા અને અખંડતાને જોખમમાં મુકવા તેમજ આતંકવાદ ફેલાવવા તેમજ શાંતિ અને સાંપ્રદાયિક સદભાવનાને હાની પહોંચાડવામાં સંમેલિત હતું. ભારતને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માટેના ધ્યેય સાથે કામ કરતા SIMI અનેક આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલું હતું. વર્ષ 2001થી દર પાંચ વર્ષે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે.

    ક્યારે અને શા માટે થઇ હતી SIMIની સ્થાપના?

    ઉલ્લેખનીય છે કે સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે SIMI 1977માં અસ્તિત્વમાં આવ્યું હતું. તે વર્ષે 25 એપ્રિલે તેની સ્થાપના કરવામાં આવી હતી. આ આતંકવાદી સંગઠનને 1956માં પ્રતિબંધિત કરવામાં આવેલા આતંકવાદી સંગઠન જમાત-એ-ઇસ્લામીને નવું રૂપ આપવા બનાવવામાં આવ્યું હોવાનું પણ કહેવામાં આવે છે. આ આતંકવાદી સંગઠનને મોહમ્મદ અહમદુલ્લા સિદ્દીકી દ્વારા સ્થાપવામાં આવ્યું હતું.

    - Advertisement -

    આતંકવાદી સંગઠન SIMI પર પહેલી વાર પ્રતિબંધ અટલ બિહારી બાજપાઈ સરકારમાં વર્ષ 2001માં લગાવવામાં આવ્યો હતો . ત્યારથી લઈને આજ દિન સુધી દર પાંચ વર્ષે પ્રતિબંધ લંબાવતો અવાયો છે. SIMI પર છેલ્લે 31 જાન્યુઆરી 2019માં લગાવવામાં આવ્યો હતો. જોકે વચ્ચે વર્ષ 2008માં એક વિશેષ ન્યાયાધિકરણ અંતર્ગત તેના પરથી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો. પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને તે જ વર્ષે તેના પર ફરી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

    ભારતમાં ઇસ્લામિક સત્તા સ્થાપિત કરવાની અનુમતી ન આપી શકાય- કેન્દ્ર સરકાર

    ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2023માં SIMI પર પ્રતિબંધના નિર્ણયને હુમામ અહેમદ નામના વ્યક્તિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ દસ્તાવેજો રજૂ કર્યા હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે 27 સપ્ટેમ્બર, 2001ના રોજ સિમી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં, SIMIના સભ્યો બેઠકો યોજી રહ્યા છે અને રાષ્ટ્રવિરોધી ષડયંત્ર રચી રહ્યા છે. એટલું જ નહીં, SIMIના સભ્યો હથિયારો, દારૂગોળો એકત્રિત કરીને દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

    તે સમયે કેન્દ્ર સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે SIMIનો હેતુ ભારતમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાનો છે. આવા હેતુને કોઈપણ સંજોગોમાં મંજૂરી ન આપી શકાય. સરકારે કહ્યું હતું કે, SIMI પોતાના નવા સભ્યને શપથ લેવડાવે છે. આ શપથમાં દેશમાંથી માનવતાની મુક્તિ અને ઇસ્લામની સ્થાપના ની વાતો કરવામાં આવે છે. કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી 25 એપ્રિલ, 1997ના રોજ અસ્તિત્વમાં આવેલા SIMIનો હેતુ જેહાદ, રાષ્ટ્રવાદનો નાશ અને ઇસ્લામિક શાસનની સ્થાપનાનો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં