Friday, May 3, 2024
More
    હોમપેજદુનિયાઅરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળનું વધુ એક પરાક્રમ: ‘INS સુમિત્રા’એ હાઇજેક થયેલ ઈરાની...

    અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળનું વધુ એક પરાક્રમ: ‘INS સુમિત્રા’એ હાઇજેક થયેલ ઈરાની જહાજ અને 17 બંધકોને સોમાલી ચાંચિયાઓથી બચાવ્યા

    માહિતી મળતાં જ INS સુમિત્રાએ બચાવ કામગીરી શરૂ કરી હતી. આ જહાજમાં કુલ 17 ખલાસીઓ સવાર હતા, તેઓને બંધક બનાવવામાં આવ્યા હતા. INS સુમિત્રાએ તરત જ કાર્યવાહી કરી અને તેના હેલિકોપ્ટર મોકલ્યા અને ચાંચિયાઓને ભાગી જવા મજબૂર કર્યા હતા.

    - Advertisement -

    ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં વધુ એક સફળ ઓપરેશન હાથ ધર્યું છે. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ ઈરાની જહાજ એમવી ઈમામને સોમાલી ચાંચિયાઓથી બચાવી લીધું છે. આ ઘટના 28 જાન્યુઆરી 2024ના રોજ બની હતી. જ્યાં ઈરાની જહાજ એમવી ઈમામ અરબી સમુદ્રમાં સોમાલિયાના કિનારેથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે સોમાલી લૂંટારુઓએ જહાજ પર હુમલો કરીને તેને કબજે કરી લીધું હતું.

    બનાવ અંગેની સુચના મળતા જ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ ઘટનાસ્થળે પહોંચીને ચાંચિયાઓનો ભગાડ્યા હતા. જહાજમાં સવાર તમામ 17 ખલાસીઓ સુરક્ષિત છે. સોમાલી ચાંચિયાઓ સામે ભારતીય નૌકાદળનું આ સતત બીજું સફળ ઓપરેશન છે. આ પહેલા ભારતીય નૌસેનાએ 25 જાન્યુઆરી, 2024ના રોજ સોમાલી ચાંચિયાઓના એક જહાજને નષ્ટ કર્યું હતું. ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. ભારતીય નૌકાદળનાં અભિયાનથી સોમાલી ચાંચિયાઓની હિંમત તૂટી રહી છે.

    નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે જણાવ્યું હતું કે, આઇએનએસ સુમિત્રા સોમાલિયાના પૂર્વ કિનારે અને અદનના અખાતમાં ચાંચિયાગીરી વિરોધી અભિયાન પર હતું. ત્યારે જ તેને ઇરાની-ધ્વજવાળા માછીમારી કરતા જહાજનાં હાઇજેક થયાની માહિતી મળી હતી. આ કટોકટીની માહિતી મળતાં જ INS સુમિત્રાએ બચાવ કામગીરી શરૂ કરી હતી. આ જહાજમાં કુલ 17 ખલાસીઓ સવાર હતા, તેઓને બંધક બનાવવામાં આવ્યા હતા. INS સુમિત્રાએ તરત જ કાર્યવાહી કરી અને તેના હેલિકોપ્ટર મોકલ્યા અને ચાંચિયાઓને ભાગી જવા મજબૂર કર્યા હતા.

    - Advertisement -

    7 ઑક્ટોબર 2023ના રોજ શરૂ થયેલા ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પછી લાલ સમુદ્રમાં ઇરાન સમર્થિત યમનના હૌથી મિલિશિયા દ્વારા મિસાઇલો અને ડ્રોન દ્વારા કેટલાક વેપારી જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હૌથી બળવાખોરો દ્વારા સતત હુમલાઓએ ઘણી શિપિંગ કંપનીઓને બંધ અથવા સ્થગિત કરવાની ફરજ પાડી છે. વેપારી જહાજો પરના તાજેતરના હુમલાઓને પગલે, ભારતીય નૌકાદળે અરબી સમુદ્ર અને અદનના અખાતમાં ફ્રન્ટલાઈન વિનાશક અને ફ્રિગેટ્સ તૈનાત કરીને તેના સર્વેલન્સ નેટવર્કને ખાસું વધાર્યું છે.

    આ ઘટના ફરી એકવાર દરિયાઈ સુરક્ષામાં ભારતીય નૌકાદળની સક્રિય ભૂમિકાને દર્શાવે છે. ભારતીય નૌકાદળ દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ચાંચિયાઓથી વેપારી જહાજોનું રક્ષણ કરવા માટે અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીય નૌકાદળ દરિયાઈ સુરક્ષામાં તેની ભૂમિકાને ગંભીરતાથી લઈ રહી છે અને વેપારી જહાજોને ચાંચિયાઓથી બચાવવા માટે પ્રતિબદ્ધ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં