Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનોકરી આપવામાં ભારતીય રક્ષા મંત્રાલય દુનિયાભરમાં પ્રથમ, અમેરિકા-ચીનને પણ પાછળ છોડ્યા: 29.2...

    નોકરી આપવામાં ભારતીય રક્ષા મંત્રાલય દુનિયાભરમાં પ્રથમ, અમેરિકા-ચીનને પણ પાછળ છોડ્યા: 29.2 લાખ લોકોને મળે છે રોજગાર

    વોલમાર્ટ વિશ્વની સૌથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપની હોવાનું રિપોર્ટમાં જાણવા મળ્યું.

    - Advertisement -

    તાજેતરમાં જ સામે આવેલા એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ભારતીય રક્ષા મંત્રાલય આખા વિશ્વમાં નોકરી આપવાના મામલામાં પહેલા ક્રમે આવે છે. આંકડાઓ એકત્રિત કરતી જર્મનીની સંસ્થા સ્ટેટિસ્ટા ઇન્ફોગ્રાફિકે આ વિશે એક રિપોર્ટ પ્રકાશિત કરીને જાણકારી આપી છે. જે અનુસાર, ભારતીય રક્ષા મંત્રાલયમાં 29.2 લાખ કર્મચારીઓ છે.

    નોંધનીય છે કે નોકરી આપવા મામલે ભારતીય રક્ષા મંત્રાલય અમેરિકા અને ચીનથી પણ આગળ છે. ભારત પછી બીજા ક્રમે અમેરિકા જ્યારે ત્રીજા ક્રમે ચીન આવે છે. અમેરિકી રક્ષા મંત્રાલયમાં 29.1 લાખ અને ચીનમાં 25.2 લાખ કર્મચારીઓને નોકરી મળી છે. 

    જોકે, રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ચીનની સેન્ટ્રલ મિલિટરી કમિશનમાં લગભગ 68 લાખ કર્મચારીઓ હોય શકે છે, પરંતુ ચીન સાથે જોડાયેલો કોઈ આંકડો વિશ્વસનીય માની શકાય તેમ નથી. જેના કારણે ચીનના સેન્ટ્રલ મિલિટરી કમિશનને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું નથી. 

    - Advertisement -

    સેના પર ખર્ચ કરવામાં અમેરિકા પહેલું, ભારતનો ક્રમ ત્રીજો 

    સેના પર ખર્ચ કરવાની વાત આવે તો ભારત ત્રીજા ક્રમે આવે છે. બીજા ક્રમે ચીન અને પહેલા ક્રમે અમેરિકા છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, અમેરિકાએ વર્ષ 2021માં સેના પાછળ 801 અબજ ડોલર રૂપિયા ખર્ચ કર્યો હતો. જ્યારે ચીને 293 અબજ ડોલર અને ભારતે 76.6 અબજ ડોલર રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ યાદીમાં ભારત પછી યુનાઇટેડ કિંગ્ડમ અને રશિયાનો ક્રમ આવે છે. કહેવાય છે કે દુનિયાના કુલ મિલિટરી ખર્ચનો 62 ટકા હિસ્સો આ દેશોમાં ખર્ચાય છે. 

    વોલમાર્ટ અને એમેઝોન સૌથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓ 

    રિપોર્ટમાં દુનિયાની સૌથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપની વિશે પણ માહિતી આપવામાં આવી છે. જે અનુસાર, અમેરિકાની બહુ જાણીતી રિટેલ કંપની વૉલમાર્ટ દુનિયાની સૌથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપની છે. એટલું જ નહીં, પરંતુ આવકની દ્રષ્ટિએ પણ વોલમાર્ટ દુનિયામાં પ્રથમ સ્થાન ધરાવે છે. આ કંપનીમાં કુલ 23 લાખ જેટલા કર્મચારીઓ કામ કરે છે. 

    આ ક્રમમાં બીજા નંબરે પણ અમેરિકાની જ કંપની આવે છે. બીજા ક્રમે જાણીતી કંપની એમેઝોન છે. જેના દુનિયાભરમાં કુલ 16 લાખ કર્મચારીઓ હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં