Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇદગાહ મેદાન પર ગણેશોત્સવની ઉજવણી બાદ મુસ્લિમ સંસ્થા ‘ડિસ્ટર્બ’ થઇ, ‘અન્ય સમુદાયો’ને...

    ઇદગાહ મેદાન પર ગણેશોત્સવની ઉજવણી બાદ મુસ્લિમ સંસ્થા ‘ડિસ્ટર્બ’ થઇ, ‘અન્ય સમુદાયો’ને ધાર્મિક ઉત્સવોની પરવાનગી ન આપવાની માંગ સાથે હાઇકોર્ટમાં જશે

    ઇદગાહ મેદાને આયોજિત ગણેશોત્સવનું સમાપન, ભગવા ઝંડા અને શિવાજી-સાવરકરના નાદ સાથે હિંદુ સંગઠનોએ યાત્રા કાઢી.

    - Advertisement -

    કર્ણાટકના હુબલી જિલ્લામાં આવેલ ઇદગાહ મેદાન ખાતે ગણેશોત્સવ મનાવવાનો મામલો ચર્ચામાં છે ત્યારે હવે મુસ્લિમ સંસ્થા અંજુમન-એ-ઇસ્લામે કહ્યું છે કે તેઓ કર્ણાટક હાઇકોર્ટમાં અવમાનનાનો કેસ દાખલ કરશે. ઇસ્લામિક સંસ્થાએ કહ્યું છે કે, ઇદગાહ મેદાનમાં ગણેશોત્સવની ઉજવણીના કારણે તેઓ પરેશાન થયા છે અને જેના કારણે તેઓ મ્યુનિસિપલ કમિશનર સામે કોર્ટની અવમાનનાનો કેસ દાખલ કરશે. 

    ઇસ્લામિક સંસ્થા અંજુમન-એ-ઇસ્લામના ઉપપ્રમુખ અલ્તાફ નવાઝે કહ્યું કે, ઇદગાહ મેદાને અય સમુદાયોની ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવવાની માંગ સાથે અમે કર્ણાટક હાઇકોર્ટના દરવાજા ખખડાવીશું. અમારી સંસ્થાને સુપ્રીમ કોર્ટે 999 વર્ષ માટે ઇદગાહ મેદાન લીઝ પર આપ્યું છે. જેના કારણે કોઈ અન્ય સમુદાય ધાર્મિક પ્રવૃત્તિઓ માટે તેનો ઉપયોગ કરે એ અદાલતની અવમાનના ગણાશે. તેમણે દાવો કર્યો કે, તેઓ કોઈ અન્ય ધાર્મિક સમુદાયના તહેવારોની ઉજવણીની વિરુદ્ધ નથી પરંતુ ઇદગાહ મેદાન પર ત્રણ દિવસના ગણેશોત્સવના કારણે તેઓ ‘પરેશાન’ (Disturbed) થઇ ગયા છે.”

    ઇદગાહ મેદાન પર આયોજિત ત્રણ દિવસીય ગણેશોત્સવનું શુક્રવારે સમાપન થયું હતું. જેમાં હિંદુ સંગઠનોએ સાથે મળીને હુબલી નગરમાં વિસર્જન યાત્રા કાઢી હતી અને એક કિલોમીટરનું અંતર કાપી સદાશિવ નગર ખાતે તૈયાર કરવામાં આવેલ કુત્રિમ તળાવમાં ગણેશજીની મૂર્તિ વિસર્જિત કરવામાં આવી હતી. 

    - Advertisement -

    શુક્રવારે વિસર્જન યાત્રા દરમિયાન સમગ્ર હુબલી નગરમાં ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ઉપરાંત, સાવચેતીના ભાગરૂપે બૉમ્બ સ્ક્વોડ પણ તૈયાર રાખવામાં આવી હતી. વિસર્જન યાત્રા પહેલાં ગણેશજીને ચડાવવામાં આવેલાં ઘરેણાં વગેરેની હરાજી પણ કરવામાં આવી હતી. જે બાદ ભગવા ઝંડાઓ અને શિવાજી અને સાવરકરના નાદ સાથે સમગ્ર નગરમાં યાત્રા નીકળી હતી અને માત્ર એક કિલોમીટરનું અંતર કાપતાં પાંચ કલાકનો સમય લાગ્યો હતો. 

    ઉલ્લેખનીય છે કે, કર્ણાટક હાઇકોર્ટે મોડી રાત્રે આપેલા એક ચુકાદામાં કર્ણાટકના હુબલી ખાતે આવેલા ઇદગાહ મેદાને ગણેશોત્સવ આયોજિત કરવાની પરવાનગી આપી હતી. જે બાદ 31 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીના દિવસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. 

    તે પહેલાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી હતી અને કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખીને અરજદારોને હાઇકોર્ટમાં જવા માટે કહ્યું હતું. જે બાદ હાઇકોર્ટે મંગળવારે (30 ઓગસ્ટ 2022) રાત્રે મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ મંજૂરીનો વિરોધ કરતી અંજુમન-એ-ઇસ્લામની અરજી પર સુનાવણી કરી ગણેશ સ્થાપનાની મંજૂરી આપી હતી

    કોર્ટે ઇસ્લામિક સંસ્થાની અરજી ફગાવીને કહ્યું હતું કે, આ મેદાન મહાનગરપાલિકા હસ્તક આવે છે અને માત્ર એટલા માટે કે મુસ્લિમોને વર્ષમાં બે વાર નમાઝની પરવાનગી આપવામાં આવે છે, તેના કારણે અન્ય સમુદાયોને મેદાનનો ઉપયોગ કરતા રોકી શકાય નહીં. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં