Tuesday, November 5, 2024
More
    હોમપેજદુનિયાકનેડામાં ખાલિસ્તાની હુમલા બાદ 'બટેંગે તો કટેંગે'ના નારા, એક થયા હિંદુઓ: મંદિરોમાં...

    કનેડામાં ખાલિસ્તાની હુમલા બાદ ‘બટેંગે તો કટેંગે’ના નારા, એક થયા હિંદુઓ: મંદિરોમાં નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ, સુવિધાઓનો નહીં કરી શકે ઉપયોગ

    હિંદુ ધર્મગુરુઓએ લોકોને 'બટેંગે તો કટેંગે'ના નારા પણ લગાવડાવ્યા હતા. આ પછી તેમ્ણે કહ્યું કે, “આ હુમલો એકમાત્ર હુમલો નથી. આ હુમલો હિંદુ સભા પર હુમલો નથી. આ હુમલો વિશ્વના તમામ હિંદુઓ પરનો હુમલો છે."

    - Advertisement -

    કેનેડામાં આવેલા બ્રેમ્પટનમાં હિંદુ મંદિર પર ખાલિસ્તાનીઓના હુમલા બાદ હિંદુઓએ એકતાનું આહ્વાન કર્યું છે. એક વિડીયો સામે આવ્યો છે, જેમાં હિંદુ સભા મંદિરની સામે ભીડ એકઠી થઈ છે અને ધોતી અને કુર્તા પહેરેલા હિંદુ પૂજારી હિંદુઓ અને આખા સમુદાયને ‘બટેંગે તો કટેંગે’નો સંદેશ આપી રહ્યા છે.

    હિંદુ ધર્મગુરુઓએ લોકોને ‘બટેંગે તો કટેંગે’ના નારા પણ લગાવડાવ્યા હતા. આ પછી તેમ્ણે કહ્યું કે, “આ હુમલો એકમાત્ર હુમલો નથી. આ હુમલો હિંદુ સભા પર હુમલો નથી. આ હુમલો વિશ્વના તમામ હિંદુઓ પરનો હુમલો છે.” આ સાથે જ મોટી સંખ્યામાં હિંદુઓ પણ એકઠા થઈ ગયા હતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

    હિંદુ પૂજારીએ વધુમાં કહ્યું કે, “સાંભળો, આજે સમય આવી ગયો છે જ્યારે આપણે પોતાના વિશે નહીં પરંતુ આપણા બાળકો વિશે વિચારવું પડશે. બધાએ એક થવું પડશે. આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ જો કોઈ આપણો વિરોધ કરશે તો આપણે તેને છોડીશું નહીં પણ તોડી નાખીશું.”

    - Advertisement -

    આ સિવાય એવા સમાચાર પણ સામે આવ્યા છે કે, હિંદુ મંદિર પર હુમલા બાદ રાષ્ટ્રીય હિંદુ પરિષદ અને હિંદુ ફેડરેશને મંદિરના નેતાઓ અને હિંદુ સંગઠનો સાથે મળીને સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, હવે કોઈપણ રાજકીય પક્ષોના રાજકારણીઓને રાજકીય હેતુઓ માટે મંદિરની સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

    નોંધનીય છે કે, થોડા દિવસો પહેલાં સીએમ યોગી આદિત્યનાથે મંચ પરથી ‘બટેંગે તો કટેંગે’નું નિવેદન આપ્યું હતું. જે બાદ આ અંગેની ચર્ચાએ જોર પકડ્યું હતું. આજે તેનો અવાજ કેનેડામાંથી પણ ઉઠ્યો છે, તે પણ ત્યારે જ્યારે ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરના પરિસરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન ખાલિસ્તાનીઓએ ન તો હિંદુ મહિલાઓ કે બાળકોને બક્ષ્યા. તમામ પર લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો.

    આ ઘટના બાદ કેનેડાના નેતાઓએ હુમલાની નિંદા કરી હતી, પરંતુ કેટલાક નેતાઓએ નિંદા કરતી વખતે ખુલ્લેઆમ ખાલિસ્તાનીઓનું નામ લેવાનું ટાળ્યું હતું. ઓટાવામાં ભારતીય હાઈકમિશને પણ આ ઘટના બાદ ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, કેનેડામાં આવી ઘટનાઓ નિરાશાજનક છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં