સંભલ (Sambhal), વારાણસી અને અલીગઢ (Aligarh) બાદ હવે ઉત્તર પ્રદેશના બુલંદશહરમાંથી (BulandShahr) એક હિંદુ મંદિર (Hindu Mandir) મળી આવ્યું છે. તે મંદિર 50 વર્ષથી બંધ પડ્યું હોવાનું કહેવાય રહ્યું છે. આ મંદિરના જીર્ણોદ્ધાર માટે હિંદુ સંગઠનોએ પ્રશાસનને અપીલ પણ કરી છે. વિશ્વ હિંદુ પરિષદ સહિતના અનેક હિંદુ સંગઠનોએ સરકારને અપીલ કરી છે કે, આ મંદિરનું પુનઃનિર્માણ કરાવવામાં આવે, જેથી કરીને ત્યાં ફરીથી પૂજા-અર્ચના કરી શકાય.
વિશ્વ હિંદુ પરિષદના મેરઠના પદાધિકારીએ જણાવ્યું છે કે, આ વિસ્તારમાં રહેતા હિંદુ પરિવારોએ સ્થળાંતર કર્યા બાદથી આ મંદિર ખંડેર હાલતમાં પડ્યું હતું. ખુર્જા સ્થિત આ મંદિર 1990થી બંધ હોવાનું કહેવાય રહ્યું છે. જેમાં પૂજા કરવા માટે મંદિરની સાફસફાઈ અને બ્યુટીફીકેશન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જાટવ વિકાસ મંચના પ્રમુખ કૈલાશ ભાગમલ ગૌતમે જણાવ્યું હતું કે, મંદિર લગભગ 50 વર્ષ જૂનું છે, જે મૂળ જાટવ સમુદાયના સભ્યો દ્વારા બનાવવામાં આવ્યું હતું.
#WATCH | Bulandshahr, Uttar Pradesh | On the news of finding a many years old temple in Khurja police station area of Bulandshahr, Khurja SDM Durgesh Singh said, "There is Salma Hakan Mohalla in Khurja where there are reports about a temple. For some time now, various kinds of… pic.twitter.com/UafH5IKH2a
— ANI (@ANI) December 22, 2024
SDMએ સલમા હાકન મોહલ્લામાં આ મંદિર હોવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું છે કે, “જાટવ સમુદાય લગભગ ત્રણ દાયકા પહેલાં આ વિસ્તાર છોડી ગયો હતો. એવું કહેવાય છે કે, સમુદાયના એક પરિવાર દ્વારા ખુર્જા મંદિરની મૂર્તિઓ નદીમાં વિસર્જન કરવામાં આવી હતી.” તેમણે સ્પષ્ટતા કરી હતી કે, મંદિરની રચના અકબંધ છે અને સ્થળ અંગે કોઈ વિવાદ નથી. આ મામલે તપાસ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.
જાટવ વિકાસ મંચના પ્રમુખ કૈલાશ ભાગમલ ગૌતમે વધુમાં કહ્યું છે કે, મંદિર લગભગ 50 વર્ષ જૂનું છે. જે મૂળ જાટવ સમાજના સભ્યો દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેમના મતે 1990ના રમખાણો પછી સમુદાયે પોતાનું રહેઠાણ બદલી નાખ્યું હતું અને ત્યારથી આ મંદિર બંધ છે. વિશ્વ હિંદુ પરિષદ સાથે મળીને સંગઠને મંદિરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટેની વિનંતી કરી છે.