જમ્મુ-કાશ્મીરના પૂંછમાં હિંદુઓના ઘરો પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે. ત્યારથી સ્થાનિક હિંદુઓ ભયભીત છે અને રક્ષણની માંગ કરી રહ્યા છે. આ પહેલા રાજૌરીમાં નવા વર્ષના દિવસે આધાર કાર્ડ જોઈને હિંદુઓને ગોળી મારવામાં આવી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, પૂંછના બાઈચ ગામમાં હિંદુઓના ઘરો પર પથ્થરમારો કરવાની ઘટના રવિવારે (8 જાન્યુઆરી, 2023) મોડી રાત્રે બની હતી. પથ્થરમારાના કારણે લોકોના ઘરોની બારીઓના કાચ તૂટી ગયા હતા. દિવાલો પર પથ્થરના નિશાન પણ જોવા મળ્યા છે. જોકે પથ્થરમારો કોણે કર્યો તે અંગેની માહિતી બહાર આવી શકી નથી.
#BREAKING जम्मू-कश्मीर के पुंछ में हिंदुओं के घरों पर हुई पत्थरबाजी#JammuAndKashmir #Jammu @KhushbooAnchor @nnshahnawaz
— News Nation (@NewsNationTV) January 9, 2023
More Updates – https://t.co/JWoSwrVV8U pic.twitter.com/yv2IkVU0ha
હિંદુઓએ કરી રક્ષણની માંગ
જે હિંદુઓનાં ઘરો પર પથ્થરમારો થયો છે તેઓ ખૂબ જ ડરી ગયા છે. નારાજ હિંદુઓ તેમની સુરક્ષાની માંગ કરી રહ્યા છે. ઘટનાની માહિતી મળતાં જ પૂંછ પોલીસ સ્ટેશનના એસએચઓ રણજીત સિંહ રાવ પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને પીડિત પરિવારો સાથે વાત કરી હતી. એસએચઓએ પણ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
આ સાથે લઘુમતી સંસ્થાના લોકોએ પણ પીડિતોને મળીને પ્રોત્સાહિત કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બાઈચ ગામ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતું છે. અહીં હિંદુઓના માત્ર 35 ઘર છે. આવી સ્થિતિમાં હિંદુઓ ભયના છાયામાં જીવી રહ્યા છે. તેમને ડર છે કે તેમની સાથે પણ રાજૌરી જેવી ઘટના બની શકે છે.
રાજૌરીમાં આધારકાર્ડ જોઈને હિંદુઓની કરાઈ હતી હત્યા
હકીકતમાં, 1 જાન્યુઆરી 2023ના રોજ, રાજૌરીના ડાંગરી ગામમાં આતંકવાદીઓએ હિંદુઓને નિશાન બનાવીને ત્રણ ઘરો પર ગોળીબાર કર્યો હતો. આ મકાનો 50 મીટરની ત્રિજ્યામાં જ આવેલા હતા. આતંકીઓના આ ફાયરિંગમાં પાંચ લોકોના મોત થયા હતા.
બાદમાં જાણવા મળ્યું હતું કે આતંકવાદીઓએ હિંદુઓના આધાર કાર્ડ જોઈને તેમને ગોળી મારી હતી. બીજી તરફ 2 જાન્યુઆરીએ ડાંગરીમાં જ ફાયરિંગ સ્થળ પાસે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં એક બાળક સહિત 2 લોકોના મોત થયા હતા.
સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા
શનિવાર (7 જાન્યુઆરી, 2023)ની રાત્રે પૂંચના બાલાકોટ સેક્ટરમાં આતંકવાદીઓ ઘૂસણખોરી કરી રહ્યા હતા. સુરક્ષા દળોએ તત્પરતા બતાવતા 2 આતંકીઓને ઠાર કર્યા હતા.
સુરક્ષા દળોને આતંકવાદીઓ પાસેથી એક એકે 47 રાઈફલ, એકે 56 રાઈફલ, એક ચાઈનીઝ પિસ્તોલ, બે ચાઈનીઝ હેન્ડ ગ્રેનેડ અને બે આઈઈડી મળી આવ્યા હતા.