Friday, October 11, 2024
More
    હોમપેજદેશઆતંકી હુમલાઓના પગલે કઠુઆમાં ઉચ્ચસ્તરીય બેઠક: જમ્મુ-કાશ્મીર અને પંજાબના DGP રહ્યા હાજર,...

    આતંકી હુમલાઓના પગલે કઠુઆમાં ઉચ્ચસ્તરીય બેઠક: જમ્મુ-કાશ્મીર અને પંજાબના DGP રહ્યા હાજર, સર્જિકલ ઑપરેશન માટે જંગલમાં ઉતર્યા પેરા કમાન્ડો

    કઠુઆના બદનોટામાં થયેલા આતંકી હુમલા મામલે પોલીસે 23 સંદિગ્ધોની અટકાયત કરી છે. હાલ પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. સર્જિકલ ઓપરેશન માટે સેનાના પેરા કમાન્ડોને જંગલમાં ઉતારવામાં આવ્યા છે. આતંકીઓએ શોધવા માટે ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં વધી રહેલા આતંકી હુમલાઓના પગલે હાઇલેવલ મિટિંગ બોલાવવામાં આવી હતી. આ મિટિંગમાં સુરક્ષાની બાબતોને લઈને અનેક પ્રકારની ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બેઠકમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા ભારતીય સેનાના અધિકારીઓ સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ પણ જોડાયા હતા. જમ્મુ-કાશ્મીર અને પંજાબના DGP પણ બેઠક દરમિયાન હાજર રહ્યા હતા. થોડા દિવસો પહેલાં જ ભારતીય સરહદમાં ઘૂસી ગયેલા આતંકવાદીઓએ બદનોટા વિસ્તારમાં સેનાના વાહનો પર હુમલો કરી દીધો હતો. જેમાં 5 જવાનો વીરગતિ પામ્યા હતા. ત્યારબાદ આ મિટિંગ બોલાવવી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

    ગુરુવારે (11 જૂન) જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આતંકવાદને ડામવા માટે હાઇલેવલ મિટિંગ બોલાવવામાં આવી હતી. અધિકારીઓએ આ અંગે જણાવ્યું છે કે, બેઠકમાં જમ્મુ-કાશ્મીરના DGP આર.આર સ્વૈન, પંજાબના DGP ગૌરવ યાદવ અને BSF સહિત અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ ભાગ લીધો હતો. આ બેઠક પૂર્ણ થયા બાદ એક રિપોર્ટ ગૃહ મંત્રાલયમાં પણ મોકલવામાં આવ્યો છે. બેઠકમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા ગ્રીડની સમીક્ષા અને સુરક્ષા વ્યવસ્થાની ખામીઓને દૂર કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. તે સિવાય અમરનાથ યાત્રા અને આતંકવાદના નાશને લઈને પણ કમર કસવામાં આવી છે.

    બીજી તરફ કઠુઆના બદનોટામાં થયેલા આતંકી હુમલા મામલે પોલીસે 23 સંદિગ્ધોની અટકાયત કરી છે. હાલ પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. સર્જિકલ ઓપરેશન માટે સેનાના પેરા કમાન્ડોને જંગલમાં ઉતારવામાં આવ્યા છે. આતંકીઓએ શોધવા માટે ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસ સહિતના તમામ સુરક્ષાદળો આતંકીઓને શોધવા માટે સંયુક્ત ઓપરેશન પણ ચલાવી રહ્યા છે. સતત 4 દિવસથી સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, સોમવારે (8 જુલાઈ, 2024) ક્ઠુઆના જિલ્લા મુખ્યાલયથી લગભગ 150 કિમી દૂર બદનોટા ગામમાં આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો. આતંકીઓએ સેનાના વાહનોને ટાર્ગેટ કર્યા હતા. પહેલાં ગ્રેનેડ ફેંક્યો અને ત્યારબાદ વાહનો પર અંધાધૂંધ ગોળીબાર ચાલુ કર્યો હતો. બંને વાહનો પર કરવામાં આવેલા ગોળીબારના લીધે એક જુનિયર કમિશન્ડ અધિકારી સહિત 5 જવાનો વીરગતિ પામ્યા હતા. તે સાથે જ અન્ય પણ ઘણા જવાનો ઘાયલ થયા હતા. ત્યારબાદ હવે સુરક્ષાદળોએ હાઇલેવલ મિટિંગ બોલાવીને જવાબી કાર્યવાહી માટે કમર કસી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં