ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં કટ્ટરપંથી ઇસ્લામી ટોળાએ કરેલી હિંસામાં 300થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં 200થી વધુ પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ ઘટના બાદ ગંભીર ખુલાસાઓ થઇ રહ્યા છે. હલ્દ્વાનીમાં થયેલ હિંસા અને પોલીસકર્મીઓ અને અધિકારીઓ પર થયેલા હુમલા અંગે નૈનીતાલનાં ડીએમ વંદના સિંઘે 9 જાન્યુઆરીના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં તેમણે આ હુમલો એક પૂર્વનિયોજિત કાવતરું હોવાનું જણાવ્યું અને ઉમેર્યું કે, શહેરમાં થયેલા હિંસક હુમલાનું ઉપદ્રવીઓએ પહેલાંથી પ્લાનિંગ કરી રાખ્યું હતું, જેમાં તેઓ કોર્પોરેશન અને પોલીસની ટીમને જીવતા સળગાવી દેવાની ફિરાકમાં હતા.
DMએ આ કાવતરા વિશે ખુલાસો કરતાં કહ્યું કે, ઉપદ્રવીઓએ સ્ટેશનમાં હાજર પોલીસકર્મીઓને પણ જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત ત્યાં પેટ્રોલ બૉમ્બ પણ ફેકવામાં આવ્યા હતા. ટોળાએ ત્યાં સ્થિત સરકારી વાહનોને પણ આગને હવાલે કરી દીધાં હતાં. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે આ એક પૂર્વ આયોજિત કાવતરું હતું.
#WATCH | Haldwani violence | DM Nainital, Vandana Singh says, "…Later, the police station was surrounded by the mob and those inside the police station were not allowed to come out. They were first pelted with stones & then attacked by petrol bombs. The vehicles outside the… pic.twitter.com/TlsDa3qO0N
— ANI (@ANI) February 9, 2024
વંદના સિંઘે કહ્યું કે, જ્યાં ઘટના બની ત્યાં બે બાંધકામ આવેલાં છે. જેને અમુક લોકો મદરેસા તરીકે દર્શાવતાં હતા, પરંતુ આ સ્થાનની મઝહબી પરિસર તરીકેની નોંધણી કરવામાં આવી નથી. જે પછી કોર્ટના આદેશ બાદ અમે અતિક્રમણ હટાવવાની કાર્યવાહી કરી હતી. તેમણે જણાવ્યા અનુસાર, “કોર્પોરેશનની દબાણ હટાવવાની કાર્યવાહી પહેલાં જ્યારે નોટિસ મોકલવામાં આવી હતી ત્યારે ત્યાં પથ્થરો ન હતા. પરંતુ નોટિસ મોકલ્યા બાદ ઉપદ્રવીઓએ હુમલાના આયોજન સાથે તેમના ઘરો પર પથ્થર ભેગા કરી રાખ્યા હતા. પોલીસ અને કોર્પોરેશનના કર્મચારીઓ પર થયેલા અચાનક હુમલામાં પુરુષો સાથે મહિલાઓ પણ સામેલ હતી.”
કાર્યવાહી અંગે જણાવતાં કહ્યું કે, શહેરમાં વિવિધ જગ્યાએ અતિક્રમણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી, જે અંતર્ગત ત્યાં પણ દબાણ હટાવવા માટે કોર્પોરેશનની ટીમ પહોંચી હતી, અમારી ટીમે કોઈને ઉશ્કેરવાનો કે નુકસાન પહોચડવાનો પ્રયાસ કર્યો ન હતો. પરંતુ કાર્યવાહી ચાલુ થયાના અડધા કલાકની અંદર જ ટોળું ધસી આવ્યું અને કોર્પોરેશનની ટીમ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. જેમાં તેઓએ પહેલાં પથ્થરમારો કર્યો અને પછીથી જે ટોળું આવ્યું તેમને પેટ્રોલ બૉમ્બથી હુમલો કર્યો હતો.
ડીએમ વંદના સિંઘે જણાવ્યું કે, પૂર્વ આયોજિત હુમલાના આરોપીઓ અને ઉપદ્રવીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરાઓની મદદથી તેમની ઓળખ કરાશે. હિંસા ભડકાવનારને છોડવામાં આવશે નહીં. તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લખનીય છે કે, હલ્દ્વાનીના બનભૂલાપુરા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલી મદરેસા અને મસ્જિદ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. જે પછી મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં કટ્ટર મુસ્લિમ ટોળા દ્વારા પોલીસ સ્ટેશનની આગચંપી અને તોડફોડ જેવી ઘટનાઓ બાદ સ્થિતિ હિંસક બનતાં પ્રશાસને કર્ફ્યું જાહેર કર્યો હતો. સાથે જ CM ધામીએ તોફાનીઓએ જોતાં જ ગોળી મારવાનો આદેશ આપ્યો હતો. હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શાંતિ છે.